- વોર્ડ ઓફીસરની 3 જગ્યાઓ માટે 599 અરજીઓ આવી: અલગ અલગ ચાર કેડરની 1પ જગ્યાએ માટે 3947 ઉમેદવારો લાઇનમાં
ગુજરાતમાં બેરોજગારીનો દર સતત ઘટી રહ્યો હોવાના રાજય સરકારના દાવા જાણે ખોટા સાબિત થઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકામાં અલગ અલગ ચાર કેડરની કુલ 1પ જગ્યાઓ માટે 3947 જેટલી અરજીઓ આવી છે જો કે હવે ચુંટણીની આચાર સંહિત ઉઠયા બાદ ભરતી પ્રક્રિયા આગળ ધપાવવામાં આવશે.
કોર્પોરેશનમાં ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટની એક જગ્યા, મેનેજરની આઠ જગ્યાઓ, આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટની 3 જગ્યાઓ અને વોર્ડ ઓફીસરની ત્રણ જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં વોર્ડ ઓફીસરની એક જગ્યા માટે 599 ઉમેદવારો, મેનેજરની 8જગ્યાઓ માટે ર9રર ઉમેદવારો, આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટની ત્રણ જગ્યાઓ માટે 358 ઉમેદવારો અને ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટની એક જગ્યા માટે 68 ઉમેદવારોએ અરજી કરી છે. અલગ અલગ કેડરની ચાર જગ્યાઓ માટે 3647 અરજી આપી છે. હાલ લોકસભાની ચુંટણીની આચાર સંહિતા અમલમાં હોવાના કારણે ભરતી પ્રક્રિયાની કામગીરી આગળ ધપાવવામા: આવશે.