- 13 આરોપીઓ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ : પોલીસે 3ની કરી ધરપકડ
એક સમય ક્રિકેટ જેન્ટલમેન ગેમ તરીકે ઓળખવામાં આવતી હતી પરંતુ હવે આ જ રમત જુગાર બની ગઈ છે. હાલ જે દિવસ જોવા મળી રહ્યો છે તેઓ દિવસની કોઈ કલ્પના પણ કરી ન હતી. હાલ ઓનલાઈન ક્રિકેટ નાઝા મૂકી છે અને અનેક પરિવારો વેરવિખેર થઈ ચૂક્યા છે.
એક એન્જિનિયરની પત્નીએ ઓનલાઈન ક્રિકેટ સટ્ટામાં રૂ. 1.5 કરોડ ગુમાવ્યા બાદ આત્મહત્યા કરી લીધી છે અને પોતાની સુસાઈડ નોટમાં એવા લોકો પર આરોપ લગાવ્યા છે જેમની પાસેથી તેના પતિએ પૈસા ઉછીના લીધા હતા અને ત્યારબાદ તેઓને હેરાન કરતા હતા. હવે સુસાઈડ નોટના આધારે પોલીસે આઈપીસીની કલમ 306 હેઠળ 13 લોકો સામે કેસ નોંધ્યો છે. 13માંથી ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. આ કિસ્સો કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના હોસાદુર્ગાનો છે, જ્યાં લઘુ સિંચાઈ વિભાગમાં કામ કરતા દર્શન બાલુ નામના આસિસ્ટન્ટ એન્જિનિયરે ઝડપથી અમીર બનવાના પ્રયાસમાં ક્રિકેટના સટ્ટામાં આશરે રૂ. 1.5 કરોડ ગુમાવ્યા હતા અને જ્યારે તે પૈસા પરત કરી શક્યો ન હતો. લેણદારોએ તેના ઘરે આવી તેની પત્નીને હેરાન કરવાનું શરૂ કર્યું. જેનાથી કંટાળીને દર્શનની પત્ની રંજીતાએ આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, 24 વર્ષની રંજીથાએ સુસાઈડ નોટમાં આરોપ લગાવ્યો છે કે તેના પતિએ જેમની પાસેથી લોન લીધી હતી તે લોકો અવારનવાર તેમના ઘરે આવીને હેરાન કરતા હતા. જેનાથી કંટાળીને તેણે આ ભયાનક પગલું ભર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, ધિરાણકર્તાઓએ જો બાકી રકમ ચૂકવવામાં નહીં આવે તો સમગ્ર પરિવારને બદનામ કરવાની ધમકી આપી હતી. આ જોઈને રંજીતા ગભરાઈ ગઈ અને 19 માર્ચે તેણે આત્મહત્યા કરી લીધી. મૃતક રંજિતાના પિતાએ હવે 13 લોકો સામે પોલીસ કેસ કર્યો છે જેમની પાસેથી તેમના જમાઈ દર્શને લોન લીધી હતી.ફરિયાદના આધારે, 13 શકમંદો વિરુદ્ધ આઈપીસીની કલમ 306 હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. 13 આરોપીઓમાંથી ત્રણ (શિવુ, ગિરીશ અને વેંકટેશ)ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય હજુ પણ ફરાર છે. દર્શન અને રંજીતાને બે વર્ષનો પુત્ર પણ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દર્શને લોન લેનારાઓને રૂ.1.5 કરોડની મોટાભાગની લોન પરત કરી દીધી હતી. હવે માત્ર 54 લાખ રૂપિયા જ બાકી હતા.