એચ.એન. શુકલાના વાર્ષિક સમારોહમાં 3000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા
શહેરની જાણીતા શૈક્ષણિક સંસ્થા એચ.એન. શુકલ ગ્રુપ ઓફ કોલેજનો વાર્ષિક શૈક્ષણિક સમારોહ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોક્સભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ વાર્ષિક ઉજવણી સમારોહમાં કોલેજના યુનીવર્સીટી કક્ષાએ પ્રથમ આવેલ તથા ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન તેમ રમતગમતની પ્રવૃતિમાં આંતર યુનીવર્સીટી અને રાષ્ટ્રીય કક્ષાએ જોડેલ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વાર્ષિક વિર્દ્યાથી સમારોહમાં કાર્યક્રમનું સંચાલન કોલેજના વિદ્યાર્થીઓ ધ્વારા કરવામાં આવ્યું હતું.
આ તકે પ્રેરક ઉદબોધન કરતા પરશોતમભાઈ રૂપાલાએ જણાવેલ હતું કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર ધ્વારા ભારતને આત્મનિર્ભર અને વિશ્ર્વગુરૂ બનાવવાની દિશામાં ઝડપી પગલા ભરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રત્રી નરેન્દ્રભાઈ મોદી ધ્વારા દેશને વિકાસની નવી ઉંચાઈઅ પર લઈ જવા માટે સતત પ્રયાસો થઈ રહયા છે અને વિકસિત ભારત-ર047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર તરીકે સુનિશ્ર્ચિત કરવા સતત પ્રયત્નશીલ છે.
આ તકે એચ.એન. શુકલ કોલેજ ગ્રુપના પ્રમુખ ડો. નેહલભાઈ શુકલએ પરશોતમભાઈ રૂપાલાને શાલ ઓઢાડી બુકે અર્પણ કરી સન્માનીત કરેલ હતા. આ વાર્ષિક ઉજવણી સમારોહમાં કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ અવનવી કૃતિઓ રજુ કરી લોકોને મંત્રમુગ્ધ ર્ક્યા હતા. આ તકે કોલેજના વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીગણ સહિત 3000થી વધુ લોકો ઉપસ્થિત રહયા હતા.
આ વાર્ષિક સમારોહ કાર્યક્રમને સફળ બનાવવા એચ.એન. શુકલ કોલેજના ડો. નેહલ શુકલ, ડો. મેહુલ રૂપાણી, મહેશભાઈ ક્યારા, સંજયભાઈ વાઘર, પિયુષભાઈ વાઘર વિગેરના માર્ગદર્શન હેઠળ કોલેજના સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી. એચ.એન. શુકલ કોલેજના વાર્ષિક ઉજવણી સમારોહમાં કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ અવનવી કૃતિઓ રજુ કરી લોકોને મંત્રમુગ્ધ ર્ક્યા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોક્સભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના મીડીયા વિભાગના સહસંયોજક રાજન ઠકકરના પુત્ર અને એચ.એન. કોલેજના વિદ્યાર્થી સ્વયમ રાજનભાઈ ઠકકરએ પણ ગરબા રાસમાં પોતાની કૃતિ રજુ કરી હતી.