- રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 38 ડિગ્રીને પાર પહોંચ્યો: 25 થી 26 માર્ચ સુધી કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને, અમરેલીમાં હિટવેવની આગાહી
રાજકોટ ન્યૂઝ : રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. એમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ વધારે છે. અહીં હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી છે. ખાસ કરીને ગીર સોમનાથમાં સીવિયર હીટ વેવની આગાહી છે. પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને કચ્છમાં હીટવેવની આગાહી છે. રાજકોટમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર પહોંચ્યો છે. હીટવેવની શક્યતાના કારણે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
ખાસ કરીને બપોરના સમયે જરૂર વિના બહાર ન નિકળવાનું સૂચન કરવામાં આવ્યું છે. સાથે જ જરૂર જણાય તો શાળાઓના સમયમાં ફેરફાર કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે વહેલી સવારે અને રાત્રે તાપમાનના પારો નીચે જતા લોકોને મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતના અનેક શહેરોમાં હીટવેવની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી છે. અહીં પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, કચ્છમાં ભીષણ ગરમી પડશે. તો ગીર સોમનાથમાં સિવિયર હીટવેવની આગાહી છે. મોટાભાગના શહેરોનું તાપમાન 38 ડિગ્રી ઉપર નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ રાજ્યમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળશે. ગુજરાતના મોટાભાગે હિટવેવના વિસ્તારોમાં તાપમાન 39- 40 ડિગ્રી રહેવાની શક્યતા છે. 22 થી 24 માર્ચ સુધી કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં હિટવેવની આગાહી છે. તો 25 થી 26 માર્ચ સુધી કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને, અમરેલીમાં હિટવેવની આગાહી છે.
આગામી દિવસોમા 1 થી 2 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. જેમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેશે. આગામી 7 દિવસ સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી છે. રાજકોટમાં સતત ત્રીજા દિવસે તાપમાન 40 ડિગ્રી તાપમાન જોવા મળશે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગરમી વધશે. રાજકોટમાં 40 ડિગ્રી કરતા વધુ તાપમાન જતા યલો એલર્ટ જાહેર કરાયુઁ છે.આરએમસી આરોગ્ય વિભાગે ગરમીને લઈને લોકોને બપોરે સાવચેત રહેવા અપીલ કરી છે. બપોરે 1 થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે. ડી હાઇડ્રેશનનું પ્રમાણ રોકવા લોકોએ લીંબુ પાણી, છાસ અને ઓઆરએસ ઉપયોગ કરવો તેવું જણાવાયું છે.
શાળાઓમાં હીટવેવથી વિદ્યાર્થીઓને બચાવવા માટે રમત-ગમતની પ્રવૃત્તિ ટાળવા તાકીદ
રાજ્યમાં માર્ચ માસના અંત સાથે જ ગરમીનો પારો રોજેરોજ સતત વધી રહ્યો છે. હજુ તો સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થવાને પણ લગભગ એક માસ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે હજુ રાજ્યમાં ગરમી વધશે. ઉનાળામાં એપ્રિલ અને મે મહિનામાં ગરમીનો પારો પીક પર હોય છે. આવા સંજોગોમાં વાતાવરણની સાથે શરીરની ગરમી પણ વધવા લાગે છે, જેના કારણે ડીહાઇડ્રેશન અને લૂ લાગવાની સંભાવના વધી જાય છે. જેથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઉનાળાની ગરમીમાં સલામતી માટે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખીને પગલા લેવા તાકીદ કરી હોવાનું જાણવા મળે છે.