સાંજે રામા મંડળ યોજાશે: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
આજીડેમ પાસે આવેલી કિશાન ગૌ શાળામાં આગામી ૧૯મીએ બપોરે ૨ થી ૫ સુધી ગાય આધારીત કુદરતી ખેતી શિબિરનું આયોજન કરાયું છે. જે અંગેની વિગત આપવા આયોજકો ચંદ્રેશ પટેલ, વિપુલ ડોબરીયા, મહેશ સંખાવરા, જેન્તી તારપરા, કેવીન મુંગરા, ગોરધન ચૌધરી, પ્રવિણ વસોયા, અને ભરત ભંડેરીએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ગાય આધારીત કુદરતી ખેતીની શિબિરમાં ખેડૂતોને ગૌ મુત્રમાંથી જંતુનાશક દવા બનાવતા શીખવવામાં આવશે તેમજ છાણીયા ખાતરનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગેની માહિતી આપવામાં આવશે. સાંજે ૮ કલાકે ગૌ માતાના લાભાર્થે માડોક વાડા ગામનાં રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. વધુ વિગત માટે મો.નં. ૯૭૨૫૨ ૧૯૭૬૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.