એન.સી.સી. કર્નલ એસ. પિલાઇએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા
સમાચાર ઊના: ઊના શહેર મા દેલવાડા રોડ ઉપર આવેલ એચ.એમ.વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં અભ્યાસ કરતા અને એન.સી.સી. વિભાગ ના 17 વિદ્યાર્થીઓ તાજેતર માં ભારત સરકાર દ્વારા અગ્નીવિર ની પરીક્ષા આપી હતી જેનું પરિણામ જાહેર થતાં, ગોહીલ મેહુલસિહ આર. , બાંભણિયા ચેતન એમ., ચુડાસમા કૌશિક, વાઘેલા દિવ્યેશ, ગોહિલ ઉદેસિહ, ગોહીલ ભદ્રસિહ, ગોહીલ અભેસિંહ , ગોહીલ અનિલ, ખસીયા પૃથ્વીરાજ સિહ, મોરી મયુરસિહ , સોલંકી અલ્પેશ કુમાર, ચરણીયા જગદીશ, વાળા રાજેશ, મોરી સાગર, ખસિયા અજય , ડાભી પિયુષ , ચારણિયા સંકેત , કુલ 17વિદ્યાર્થીઓ પસંદગી પામતા આ ભવ્ય સિધ્ધિ માટે ના માર્ગ દર્શક એન.સી.સી. ઓફિસર મેજર પી. એમ. ધાંધલા, અને વિદ્યાર્થીઓ ને 8 ગુજરાત બટાલિયન એન.સી.સી. ના કર્નલ એસ. પિલાઈ સાહેબે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યાં હતાં અને કોલેજ પરિવાર તેમજ ટ્રસ્ટી મંડળ એ તમામ 17 વિદ્યાર્થીઓને પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ તમામ હવે દેશ ના સીમાડા નું રક્ષણ કરવા જશે. એક જ કોલેજ માંથી 17વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હોય તે. ગુજરાત રાજ્ય ની એતિહાસિક અને ગૌરવ પ્રદ ઘટના છે.આ અંગે વધુ માહિતી આપતા જણાવેલ કે 2023ની લશ્કર ની ભરતી માં પણ આ કોલેજ ના 15વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતા કોલેજે કોલેજ નો રેકોર્ડ તોડતા એન.સી.સી વિભાગ મા હર્ષ અને ઉત્સાહ અને લાગણી જોવા મળી