ખોદકામ કરી રેતી, માટીની બેફામ ચોરી થતી હોવાની ફરિયાદ તંત્રના બહેરા કાને અથડાતી હોવાની ચર્ચા
સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ વારંવાર તંત્રને મળી છે પરંતુ તંત્ર દ્વારા સંતોષ પૂર્વક રીતે કામગીરી કરવામાં ન આવતી હોવાની રાવ ફરિયાદ પણ ઉઠી છે ખાસ કરીને દેખાવ પૂરતી કામગીરી કરી અને સંતોષ અનુભવતું તંત્ર હવે ખરા અર્થમાં ખનીજ ચોરી અટકાવવા માટે કેટલા પ્રયાસ કરશે તે જરૂરી છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં હવે ખનીજ માફીઆઓ બેફામ બન્યા છે હવે ખનીજ માફિયાઓ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આવેલા તળાવ ચેક ડેમો અને જળાશયો ખોદવાના ચાલુ કર્યા છે. અને ગામમાં પાણી ભરવા માટેના આ સ્ત્રોતો પણ હવે ખોદાવા લાગ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ સારી કામગીરી કરી રહી છે તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે પરંતુ પોલીસ વિભાગ શું કરી રહી છે તેની સામે પણ કેટલાક સળકતા સવાલ ઊભા થઈ રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં આવેલા જળાશયો તળાવો ની દેખરેખ આમ તો તલાટીઓ અને સરપંચને રાખવાની હોય છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ગ્રામીણ વિસ્તારોના તળાવ ઉપર જાણે ખનીજ માફીઆઓએ કબજો કરી લીધો હોય તે પ્રકારના કિસ્સાઓ તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં જીલેટિન જેવા પદાર્થો ફોડી અને ગેરકાયદેસર રીતે ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને ખનીજ ચોરી કરવામાં આવી રહી છે ખનીજ માફિયાઓ હવે હદ વટાવી રહ્યા છે છતાં પણ તંત્ર શું કરી રહ્યું છે તેની સામે પણ સવાલ છે. કારણકે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આવેલા તળાવમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરી સફેદ માટી તેમજ છીપલા તેમજ અન્ય કીમતી પદાર્થોની ચોરી કરવામાં આવી રહી છે કાર્બોસિલની ચોરી કરવામાં આવી રહી છે તો અન્ય તળાવ આવેલા છે ત્યાંથી માટી અને રેતીની પણ ચોરી કરવામાં આવી રહી છે ધાંગધ્રા વિસ્તારમાં આવેલા તળાવમાં પથરા કાઢવામાં આવી રહ્યા છે તળાવમાં જ્વલનશીલ પદાર્થ કોડી અને ત્યારબાદ તેમાં ખાણો કરી નાખવામાં આવી છે.