- રાજકોટની જનતા સાથે સીધો સંવાદ કરી રાજકોટ પોલીસ કમિશ્નરે જનતાની સમસ્યા કોમેન્ટ્સના માધ્યમથી સાંભળી હતી
Rajkot News : શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ આજે સાંજે ૬ ક્લાકે શહેરીજનો સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સીધો સંવાદ કર્યો હતો. આ સંવાદ ઐતિહાસિક ક્ષણ બની છે. કોઈ પોલીસ કમિશ્નર શહેરીજનો સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંવાદ કરતા હોય તેવો આ પ્રથમ દાખલો છે.
રાજકોટની જનતા સાથે સીધો સંવાદ કરી રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે જનતાની સમસ્યા કોમેન્ટ્સના માધ્યમથી સાંભળી હતી અને સાથે સાથે તેનો સંતોષકારક જવાબ પણ આપ્યો હતો. ફેસબુકના માધ્યમથી લાઈવ વાર્તાલાપ કરતા વ્યક્તિગત કોમેન્ટ્સ વાંચીને દરેકને જવાબ આપ્યા હતા.
રાજકોટવાસીઓએ શું સવાલો કર્યા
રજોટ પોલોસ કમિશ્નર જયારે ફેસ્બૂકના માધ્યમથી લોકો સાથે જોડાય ત્યારે રાજકોટની જનતાએ મુખ્ય સમસ્યા એવી ટ્રાફિકની સમસ્યાને લગતા પ્રશ્નો પૂછ્યા હતા, જેમાં સોની બજાર, પારેવડી ચોક, ગ્રીનલેન્ડ ચોકડી, માધાપર ચોકડી વગેરે વિસ્તારના ટ્રાફિક ની સમસ્યાને દુર કરવા પગલા લેવાનું સૂચવ્યું હતું. આ ઉપરાંત જ્યાં જ્યાં CCTV કેમેરા બંધ છે તે વિસ્તારના કેમેરા શરુ કરવા વિનંતી કરી હતી.
સ્વામીનારાયણ મદિર કાલાવડ રોડ સામે અક્ષર માર્ગ બાજુના રસ્તા તરફનું ડીવાઈડર ખોલવા બાબતે જયારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે ટેકનીકલી અને લોકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને એ ડીવાઈડર નહિ ખુલી શકે તેવો સંતોષકારક જવાબ આપ્યો હતો જેમાં ઉંદર બ્રીજ પાસેથી સ્પીડમાં વાહનો આવતા હોવાથી ઈ શક્ય નથી. આ ઉપરાંત ઈ સમસ્યાના ઉકેલ માટે કોટેચા સર્કલ પાસે ડીવાઈડર ખુલ્લું મુકાયું છે ઈ પણ જણાવ્યું હતું.
રાજકોટમાં સુખમયી અને સુરક્ષિત હોળીનો તહેવાર ઉજવાય એ માટે પણ રાજકોટની જનતાને અપીલ કરી છે.