વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુએ લોકોના કલ્યાણ માટે તેમના શરીરમાંથી પુરુષોત્તમ મહિનાની એકાદશીઓ સહિત કુલ 26 એકાદશીઓ ઉત્પન્ન કરી હતી. ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ તમામ એકાદશીઓને પોતાના જેટલી શક્તિશાળી ગણાવી છે.
ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશીને ‘અમલકી’ અથવા ‘રંગભરી’ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. જે આ વર્ષે 20 માર્ચે એટેલે કે આજે છે. આ એકાદશીનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે કારણ કે આ દિવસે ભગવાન શિવ માતા પાર્વતી સાથેના વિવાહ બાદ પ્રથમ વખત તેમની પ્રિય નગરી કાશીમાં આવ્યા હતા.અને માન્યતા મુજબ ત્યાં આવ્યા બાદ શિવે દેવી પાર્વતી સાથે હોળી રમી હતી.
અમલકી એકાદશીનું મહત્વ
આ એકાદશીનું મહત્વ અક્ષય નવમી જેવું જ છે. પુરાણો અનુસાર, ભગવાન વિષ્ણુએ કહ્યું છે કે જે લોકો સ્વર્ગ અને મોક્ષની ઈચ્છા રાખે છે તેમના માટે અમલકી એકાદશીનું વ્રત કરવું ખૂબ જ શ્રેષ્ઠ છે.
આમળાની પૂજાનું મહત્વ
પૌરાણિક કથા
એવી દંતકથા છે કે પ્રાચીન સમયમાં ચૈત્રરથ નામનો ચંદ્રવંશી રાજા વૈદિક નામના નગરમાં શાસન કરતો હતો. આ શહેરમાં દરેક વ્યક્તિ ભગવાન વિષ્ણુના ભક્ત હતા અને એકાદશીનું વ્રત રાખતા હતા. એકવાર ફાગણ શુક્લ એકાદશીના દિવસે બધા ભક્તો ઉપવાસ કરી ભગવાન વિષ્ણુની પૂજા કરી રહ્યા હતા અને રાત્રિ જાગરણ કરી રહ્યા હતા, ત્યારે એક શિકારી ત્યાં આવ્યો. તે પણ ત્યાં જ રોકાઈ ગયો અને ભગવાન વિષ્ણુની કથા અને એકાદશીનું મહત્વ સાંભળવા લાગ્યો. આ રીતે શિકારીએ તેની આખી રાત જાગરણમાં વિતાવી. બીજા દિવસે તે ઘરે ગયો અને જમ્યા પછી સૂઈ ગયો. થોડા દિવસો પછી તેમનું અવસાન થયું. શિકારીના પાપોને કારણે તેને નરક ભોગવવું પડે તેમ હતું, પરંતુ તેણે અજાણતાં જ અમલકી એકાદશી વ્રતની કથા સાંભળી અને જાગરણ પણ કર્યું, તેથી તેનો જન્મ રાજા વિદુરથના ઘરે થયો અને તેનું નામ વસુરથ રાખવામાં આવ્યું.
એક દિવસ વસુરથ જંગલમાં ભટક્યો અને એક ઝાડ નીચે સૂઈ ગયો. તેના પર કેટલાક ડાકુઓએ હુમલો કર્યો, પરંતુ તેમના હથિયારોની રાજા પર કોઈ અસર થઈ નહીં. જ્યારે રાજા જાગી ગયો, ત્યારે તેણે કેટલાક લોકો જમીન પર મૃત હાલતમાં પડેલા જોયા. તેમને જોઈને રાજા સમજી ગયા કે તેઓ તેમને મારવા આવ્યા છે. ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો, હે રાજા, ભગવાન વિષ્ણુએ તમારો જીવ બચાવ્યો છે. તમે તમારા પાછલા જન્મમાં અમલકી એકાદશીના ઉપવાસની કથા સાંભળી હતી અને આ તેનું પરિણામ છે. એવું માનવામાં આવે છે કે જે વિષ્ણુ ભક્તો અમલકી એકાદશીની પૂજા અને વ્રત કરે છે અને કથા સાંભળે છે, ભગવાન વિષ્ણુ સ્વયં તેમની બધી મુશ્કેલીઓ દૂર કરે છે.