બી.એસ.એન.એલ.ની તમામ સેવાઓ ખોરવાઇ જશે: ઠેર ઠેર દેખાવો સુત્રોચ્ચાર
સમગ્ર દેશના બી.એસ.એન.એલ.ના કર્મચારીઓની છેલ્લા ત્રણ વર્ષથી બે રીવીઝનની સ્ટાફની ભરતી કરવાની અને મોબાઇલ ટાવરનું સંચાલન ખાનગી કંપનીઓને નહીં સોંપવાના વિરોધકમાં આજથી બે દિવસથી દેશવ્યાપી હડતાલનું એલાન જુદા જુદા કર્મચારીઓ યુનિયનો દ્વારા આપવામાં આવ્યું છે. જેના કારણે પટ્ટાવાળાથી માંડીને ઉચ્ચ ઓફીસર સુધીના અંદાજે પોણા બે લાખ કર્મચારીઓ હડતાલમાં જોડાશે જેના લીધે બીએસએનએલના તમામ ડબલા સેવાઓ ઠપ્પ થઇ જશે.
સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં બીએસએનએલના કર્મચારી સંગઠનો દ્વારા હડતાલનું જે એલાન આપવામાં આવ્યું છે. તે સંદર્ભે કર્મચારી અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા એક મહિનાથી જુદા જુદા તબકકે ગાંધી ચિઘ્યા માર્ગે લડત ચાલી રહી છે. પરંતુ ભારત સરકાર દ્વારા કોઇ પ્રત્યાઘાત આપવામાં આવ્યા નથી છેલ્લે તમામ સાંસદોના ઓફીસે અને ઘરે જઇને પે રીવીઝન, મોબાઇલ ટાવર અંગેની ખાનગી કં.ની
નહી સોંપવા સ્ટાફની ભરતી કરવા સહિતના મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હોવા છતાં સરકારે કર્મચારીઓને કોઇ પ્રતિસાદ નથી આપ્યો આ સ્થિતિમાં હવે રાજકોટના ૧૨૦૦ સહિત સૌરાષ્ટ્રના ૨૫૦૦ જેટલા કર્મચારીઓ દ્વારા આજથી બે દિવસના રજા રિપોર્ટ મુકવામાં આવ્યા છે. પરંતુ આ તમામ રજા રિપોર્ટ કેન્સલ કરવામાં આવ્યા છે. જેથી તમામ કર્મચારીઓના પગાર પણ કપાઇ જશે. બે દિવસ દરમિયાન એકપણ ગ્રાહક સેવા કેન્દ્ર ખુલશે નહી તમામ ફોલ્ટ સેન્ટરોમાં પણ હડતાલમાં સામેલ થશે.આ ઉપરાંત ટેકનીકલ અને નોનટેકનીકલ કર્મચારીઓ પણ હડતાલ પર ઉતરી ગયા છે. તેથી જો કોઇ ક્ષતિ આવશે તો ઇન્ટરનેટની પણ સેવા ખોરવાઇ જશે.
ઇન્ટરનેટ સેવા સાથે તમામ બેકીંગ કામગીરી જોડાયેલી હોય છે તેથી તેના પર પણ અસર થશે. આ હડતાલને કારણે રાજકોટ શહેરને રૂ. ૩૫ લાખનું નુકશાન થશે તેવું જાણવા મળી રહ્યું છે. હડતાલ દરમીયાન રાજકોટ સહીત સૌરાષ્ટ્રના તમામ જીલ્લા મથકો ઉપર દેખાવો અને સુત્રોચ્ચાર યોજવામાં આવી રહ્યા છે. રાજકોટમાં આજે સવારે ૧૦.૩૦ કલાકે દેખાવો કરવામાં આવ્યા હતા. અને સાંજે ૫.૩૦કલાકે સરકાર વિરોધી દેખાવો અને સુત્રોચ્ચાર યોજવામાં આવ્યા હતા.