- પત્નીને તેડી જવાનું કરી સાળા અને મિત્રે પાઇપ અને છરી વડે હુમલો ચાર દિવસ પહેલા કર્યો હતો
- આરોપી ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારજનો ઇન્કારથી સિવિલ ખાતે પોલીસના ધાડેધાડા ઉતાર્યા: બી ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. એસ.એમ. જાડેજા સહિતના સ્ટાફે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા
રાજકોટ શહેરના કુવાડવા રોડ ચામુંડાનગર નજીક ટાયરના ડેલા પાસે પ્રેમલગ્ન કરનાર યુવક પત્નીને તેડવા આવેલો ત્યારે સાળા અને તેના મિત્રએ ઢોર માર મારતા સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો છે. આ બનાવની જાણ મૃતકના પરિવારજનોને થતા હોસ્પિટલે દોડી જઇ જયાં સુધી હત્યારા નહી પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનો પરિવારજનોએ ઇન્કાર કરતા કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલ અંજપા ભરી સ્થિતિ છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગરના દરેડ ગામનો અને સેન્ટ્રીંગનો વ્યવસાય કરતો સુનિલ જગદીશભાઇ જાદવ નામનો બારોટ યુવાન તેના સાળો અને મોરબી રોડ ગણેશનગર શેરી નં. 7 માં રહેતો રવિ મનુભાઇ પરમાર અને તેના મિત્રે પાઇપ અને છરી વડે હુમલો કરતા સારવાર અર્થે સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે સુનિલ જાદવના મામી નિમુબેન મહેશભાઇ નો પરિવાર આરોપી રવિ પરમારની બાજુમાં રહેતા હોય તેમ જ મામા મહેશભાઇ કેશીયો પાર્ટી નો વ્યવસાય કરતા હોય આથી તે ઢોલ વગાડવા આવતો હોય તેને પાડોશમાં રહેતા રવિ મનુભાઇ પરમારની બહેન પ્રિયા સાથે આંખ મળી જતા બન્ને વચ્ચે પ્રેમના અંકુર ફ્રુટતા બન્નેએ બે વર્ષ પહેલા જુનાગઢ કોર્ટમાં મેરેજ કર્યા હતા.
બાદ દંપતિ જામનગર ખાતે રહેતા હતા તા. 6 માર્ચના રોજ સાળો રવિ પરમારનો ફોન આવેલો અને પત્ની પ્રિયાની તબીયતનું બ્હાનું કાઢી રાજકોટ ખાતે તેડી ગયેલો અને બે દિવસ બાદ હું રાજકોટ ખાતે પત્નીને ફોન કરતા બંધ આવતા તેણે સાળા રવિને ફોન કરતા તેણે કરેલ કે રાજકોટ આવી પ્રિયાને લઇ જવાનું કરેલું બાદ તા. 1ર માર્ચેની સાંજે છ કલાકે રાજકોટ ખાતે તેડવા આવેલા અને સાળા રવિને ફોન ઉપર સંપર્ક કરતા કુવાડવા રોડ ચામુંડાનગર પાસે ટાયરના ડેલા પાસે બોલાવતા હું ત્યાં ગયો હતોે.
ત્યારે ચા-પાણી પીધા બાદ પત્ની પ્રિયાને બોલાવાનું કહેતા રવિ અચાનક ઉશ્કેરાયને ગાળો આપી મોઢુ દબાવી સુવડાવી દીધેલ. અને મિત્રો પાઇપ વડે માર મારી છરી વડે હુમલો કરતા 108ને ફોન કરતા સિવીલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બી ડીવીઝન પોલીસ મારામારીની કલમ હેઠળ ગુનો નોંધયો હતો.
સારવાર દરમિયાન સુનિલ જાદવનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આ બનાવને પગલે સુનિલ જાદવના પરિવાર હોસ્પિટલે દોડી આવી હત્યારા નહી પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ધાડે ધાડા ઉતારવામાં આવ્યા હતા.
બી-ડિવીઝન પોલીસ મથકના પીઆઇ એસ.એમ.જાડેજા સહિતના સ્ટાફે આરોપીને પકડી લેવા માટે તેના આશ્રય સ્થાનોએ દરોડા પાડવામાં આવ્યા છે. તેમજ પોલીસે મૃતકનું પી.એમ. કરાવવા માટે તજવીજ હાથધરી છે તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ હોસ્પિટલ ખાતે દોડી જઇ મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વિકારવા માટે અને આરોપીને પકડી લેવા માટે બાંહેધરી આપવામાં આવી રહી છે.