રવિવારે અંદાજિત ૧૧ ઇંચ બરફવર્ષા: આવું જ તાપમાન સોમવારે પણ યથાવત
બ્રિટનના મોટાંભાગના વિસ્તારોમાં રવિવારે સવારે ભારે બરફવર્ષા થઇ. સોમવારે પણ આ હવામાન યથાવત રહ્યું હતું. જેના કારણે અધિકારીઓએ સડક, રેલવે અને એરપોર્ટ સેવાઓ બંધ કરવાની ચેતવણી આપી છે. બરફવર્ષા સવારે ચાર વાગ્યે થઇ. જેનાથી વેલ્સ, મિડલેન્ડ અને ઇંગ્લેન્ડના ઉત્તર અને પૂર્વ ભાગો પ્રભાવિત થયા હતા. બર્મિંઘમ એરપોર્ટ પર ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. ભારે બરફવર્ષના કારણે વિજ પુરવઠો ખોરવાયો હતો અને હજારો ઘરોમાં વિજળી નથી.
બ્રિટનમાં છેલ્લાં કેટલાંક દિવસોથી થતી બરફવર્ષા ગઇકાલે રવિવારે ઇમરજન્સીમાં ફેરવાઇ ગઇ. રવિવારે અંદાજિત ૧૧ ઇંચ બરફવર્ષા થઇ. આવું જ તાપમાન આજે સોમવારે પણ યથાવત રહેશે તેવું અનુમાન છે.
આ કારણે આજના દિવસને બ્રિટનમાં ’બ્લેક આઇસ મંડે’ જાહેર કરવામાં આવ્યો છે. જેનો અર્થ થાય છે કે, આજના દિવસે પ્રભાવિત વિસ્તારોની ટ્રેન સેવા રદ્દ થશે, ફ્લાઇટ્સ કેન્સલ થઇ જશે અને ઘરેથી બહાર નિકળવાનું પણ મુશ્કેલ થઇ જશે. ગત રવિવારે આવેલા ’સ્નો બોમ્બ’ના કારણે શાળા-કોલેજો પણ બંધ રાખવામાં આવી છે. ખાસ કરીને બર્મિંઘમમાં શાળાઓ બંધ રહેશે. આ ઉપરાંત ગ્લુસેસ્ટરશાયર, લંડન, બકિંગહામશાયર, એસેક્સ, લેશેસ્ટરશાયર અને ડર્બિશાયરમાં શાળાઓ બંધ રહેશે. શનિવારે રાત્રે કેટલાંક શહેરોમાં તાપમાન માઇનસ ૧૧ ડિગ્રી તાપમાન રહ્યું, જે વર્ષ ૨૦૧૭ની સૌથી વધુ બરફવર્ષાવાળી રાત રહી.
બ્લેક આઇસ મંડે દરમિયાન રાત્રે તાપમાન માઇનસ ૧૫ ડિગ્રી સુધી રહેવાની આશંકા છે. તેથી આખા યુનાઇટેડ કિંગડમમાં લોકોને ચેતવણી આપવામાં આવી છે કે ખૂબ જ જરૂરી કામ હોય તો જ ઘરેથી બહાર નિકળો અને હાઇવેનો ઉપયોગ ઓછો કરો. કેટલાંક વિસ્તારોમાં ટ્રાફિક જામ થઇ જવાના કારણે વાહન ચાલકોને લાંબા સમય સુધી ટ્રાફિક જામમાં ફસાઇ ગયા હતા. આનાથી સ્કોટલેન્ડ અને વેલ્સના કેટલાંક ભાગોમાં શૂન્યથી ૧૦ ડિગ્રી સેલ્સિયસ નીચે અને દૂરના ગ્રામીણ વિસ્તારોમાંતાપમાન ૧૪ ડિગ્રી સેલ્સિયસ નીચે જવાની શક્યતાઓ છે. બ્રિટનમાં છેલ્લાં ૪ વર્ષની સૌથી ભારે બરફવર્ષા થઇ છે. જેના કારણે જર્મનીના સૌથી વ્યસ્ત એરપોર્ટની ૩૦૦થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. જર્મનીના ફાઇનાન્સિયલ કેપિટલ ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર હજારો પેસેન્જર્સ ફસાઇ ગયા હતા. ઉપરાંત બ્રિટનમાં પણ કેટલાંક પેસેન્જર્સે ટ્વીટર પર ફરિયાદ કરી હતી.
ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર સ્થાનિક સમય અનુસાર વહેલી સવારે ૫ વાગ્યે ૩૩૦ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. જર્મનીના લાર્જેસ્ટ એર હબ લુફથાન્સા એરપોર્ટ પર દરરોજ ૧,૨૬૦ ફ્લાઇટ્સ કાર્યરત હોય છે. આ સિવાય દેશના અન્ય ચાર એરપોર્ટ હીથ્રો, સ્ટેનસ્ટેડ, લ્યૂટોન અને બર્મિંઘમમાં પણ ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે. જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોની ટ્રેનના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે અથવા કેન્સલ કરવામાં આવી છે.