- વસ્તડીના આંગણે રાજપુત સમાજના મોભીઓએ કર્યુ વિકાસ મનોમંથન
ભવાનીધામ-વસ્તડી ખાતે રાજપૂત સમાજના વરીષ્ઠ આગેવાનોનુ સંમેલન પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાના અધ્યક્ષ સ્થાને યોજાઇ ગયું. તેમાં સમસ્ત સમાજના પ્રમુખ કાનભા ગોહિલ, જશાભાઈ બારડ પૂર્વ મંત્રી , એલ.બી.પરમાર, નારણભાઇ સદર, કમાભાઇ રાઠોડ, રૈયાભાઇ રાઠોડ, વજુભાઈ ડોડીયા, માવજીભાઇ ડોડીયા, વનવીરભાઈ સોલંકી. 26 જીલ્લાના લોકો ની હાજરીમાં સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા એકતા અને અખંડિતતા માટે જે કરવું પડે તે કરશું અને શ્રીભવાનીધામ એ સંસ્કારધામ અને વિદ્યાનું ધામ બને તે માટે સૌ તન-મન-ધન થી જોડાવા સંકલ્પ કર્યો હતો.
સમગ્ર સમાજ માટે સામાજીક-ધાર્મિક કાર્યક્રમો જીલ્લા વાઇઝ યોજવા અને સૌને સાથે લઈ ચાલવાનો સમસ્ત સમાજે એકી અવાજે દેશભરમાં ભવાનીધામની એકતા માટે કાર્યરત થવાનું આહ્વાન કર્યું છે. સમાજના વિવિધ ફિરકાઓ અને સમૂહો સાથે મળી આગામી બે વર્ષ સુધી સતત કાર્યરત રહેવા અને પોતાની પાસે જે છે તે સમાજને અર્પણ કરવા તૈયારી બતાવી છે.
કાનભાબાપુ એ જણાવ્યુ કે ગમા અણગમા ભૂલી સૌ સાથે ચાલી તો ભવિષ્યની પેઢી સૌને યાદ કરશે. બારડે જણાવ્યુ કે દીશાવિહિન થયેલા યુવાનો પાછા વળે મનભેદ હોય પણ મતભેદ કરી ગેરમાર્ગે દોરવાય ન જવુ તે સાચી રાજપૂતાઈ છે.
કિશોરસિંહ ચૌહાણે જણાવ્યુ હતું કે આજ સુધીમાં મંદિરનું 30% કામ પૂર્ણ થયું છે સમગ્ર કેમ્પસમાં મહેશભાઇ-વજુભાઈ-ઘનશ્યામભાઈ-ડો.અનિરુધ્ધસિંહ અને તેજસભાઈ ભટ્ટી સહિત વિવિધ લોકો કાર્ય ને વેગવંતુ રાખવા દિવસ રાત મહેનત કરે છે તે સૌને હું અભિનંદન પાઠવું છુ
વજુભાઈ વાળા એ જણાવ્યુ કે ભવાનીધામ માત્ર મંદિર જ નહીં પરંતુ “સંસ્કારધામ” બનશે અને તે માટે જે જરૂર પડે તે બધી જ મહેનત આપ સૌ કરો છો માટે આપના જીલ્લાઓ અને તાલુકાઓમાં શું કરવું પડે તે અંગે આજે કરેલ તમામ સૂચનો આવકારૂ છુ, હજુ વધુ સૂચનો અને યોજના માટે જે કરવું પડે તે સૂચવશો આપણે સૌ સાથે મળી કરશું.આ તકે પૂર્વ વી.સી ચાવડા ,પૂર્વ શિક્ષણાધિકારી રાઠોડ, નરેન્દ્રસિંહ અશ્વાર,સહદેવસિંહ ગોહિલ, કુલદીપભાઈ સગર, મહોબ્બતસિંહ (સુરત),ગોવિંદસિંહ ચૌહાણ, જેશિંગભાઈ પાટડી, બિરાભા રથવી, પ્રવિણસિંહ ગોહિલ,ભલાભાઈ રથવી,યોગીભાઈ પઢિયાર,ચંદ્રેશભાઈ હેરમા, રણજીતસિંહ ડોડીયા,લક્ષ્મણભાઈ સોલંકી, દાનભા મોરી, સહિતના આગેવાનો એ વિવિધ સૂચનો કરેલ હતા અને આવનારા દિવસોમાં વિવિધ કાર્યક્રમો અને “ભવાનીધામ માટે શ્રેણી બધ્ધ બેઠકોનું આયોજન કરવામાં આવશે.