બદલાતું હવામાન
હવામાન સાથે સ્કીનની રચના પણ બદલાય છે. આ સાથે, આપણે આપણી ત્વચા સંભાળની રૂટીનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓને પણ બદલવી જોઈએ. આ માટે તમને આજે બજારમાં ઘણી બ્રાન્ડેડ વસ્તુઓ મળશે. ઘણી વખત બદલાતા હવામાન અને જીવનશૈલીને કારણે ત્વચામાં ખંજવાળ આવવા લાગે છે.
ત્વચાની યોગ્ય કાળજી ન લેવાથી
ત્વચાની યોગ્ય કાળજી ન લેવાથી ત્વચામાં ઈન્ફેક્શન કે બળતરા પણ થઈ શકે છે. જો કે, અન્ય ઘણા કારણો પણ હોઈ શકે છે. તો ચાલો જાણીએ આવા જ કેટલાક કારણો જેને આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ, અને જેના કારણે ત્વચામાં ખંજવાળ આવી શકે છે-
ટુવાલ ત્વચાને કેવી રીતે નુકસાન કરે છે
આપણે ચહેરો ધોયા પછી કે ન્હાયા પછી ઉતાવળમાં ટુવાલનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ જો ટુવાલ ન ધોવામાં આવે તો તેનાથી ત્વચામાં ઈન્ફેક્શન પણ થઈ શકે છે. તમારે ચહેરા અને શરીરના અન્ય ભાગો માટે અલગ કપડા અથવા ટુવાલનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે ઈચ્છો તો વેટ ફેસ વાઈપ્સની પણ મદદ લઈ શકો છો.
જો પ્રોડક્ટ્સ અનુકૂળ ન આવે તો
ઘણી વખત આપણે કોઈ મોટી બ્રાન્ડની સ્કિન કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ અથવા કોઈ મિત્રની સલાહ પર અવનવા અખતરા કરીએ છીએ, પરંતુ એવું બિલકુલ જરૂરી નથી કે તે સ્કિન કેર કે મેકઅપ પ્રોડક્ટ આપણી સ્કિનને અનુકૂળ આવે. જેના કારણે ત્વચામાં ખંજવાળ આવવા લાગે છે. ચહેરા પર કોઈપણ પ્રોડક્ટ લગાવતા પહેલા સ્કિન કેર એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે.
વારંવાર ચહેરાને સ્પર્શ કરવો
આપણે વારંવાર આપણા ચહેરાને વારંવાર સ્પર્શ કરીએ છીએ. આના કારણે, હાથની ગંદકી આપણા ચહેરાની ત્વચા પર આવી શકે છે, જે પાછળથી ત્વચામાં બળતરા અથવા ચેપનું કારણ બની શકે છે. આ એટલા માટે છે કારણ કે આપણે આપણા લગભગ તમામ કામ હાથથી કરીએ છીએ અને તે હંમેશા સ્વચ્છ જ હોઈ એવું શક્ય નથી. માટે વારંવાર ચહેરાને હાથથી સ્પર્શ ના કરવો જોઈએ.