- દર ત્રણ મહિને ટૂથબ્રશ બદલવું જોઈએ.
- ત્રણ મહિનાથી વધુ સમય સુધી ટૂથબ્રશનો ઉપયોગ કરવું સ્વાસ્થ્ય માટે નુક્સાનકારક
હેલ્થ ફિટનેસ : આપણા દિવસની શરૂઆત દાંત સાફ કરવાથી થાય છે. તમે સવારે ઉઠો છો અને સૌથી પહેલા બ્રેશ કરો છો. સાફ દાંત સારા સ્વાસ્થ્યની નિશાની માનવામાં આવે છે. હકીકતમાં આપણે ભારતીયો ટૂથબ્રશનો ઉપયોગ ત્યાં સુધી કરવાનું બંધ કરતા નથી જ્યાં સુધી તેના બ્રિસ્ટલ્સ સંપૂર્ણપણે ઘસાઇ ન જાય. જો કે આમ કરવાથી તમારા ઓરલ હેલ્થ પર ભારે પડી શકે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તમારું બ્રશ જે દાંતને ચમકાવે છે તે થોડા સમય પછી તેને સડવાનું કામ પણ કરી શકે છે. આવી સ્થિતિમાં, તેને સમયસર બદલવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.
કેટલાક લોકો 6 મહિના સુધી ટૂથબ્રશનો ઉપયોગ કરે છે. જે મૌખિક સ્વાસ્થ્ય માટે સારું નથી. કારણ કે તેનાથી તમારા દાંતમાં કીડા થઈ શકે છે અને તમને પીળાશ અને શ્વાસની દુર્ગંધની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે.
કેટલા સમય સુધી ઉપયોગ કરવો જોઈએ?
દર ત્રણ મહિને ટૂથબ્રશ બદલવું જોઈએ. એક દિવસથી વધુ સમય સુધી બ્રશનો ઉપયોગ કરવાથી બેક્ટેરિયલ ચેપ થઈ શકે છે. કારણ કે બ્રશ પર ઘણા દિવસો સુધી બેક્ટેરિયા જમા થાય છે. જો તમે ત્રણ મહિનાથી વધુ સમય સુધી ટૂથબ્રશનો ઉપયોગ કરો છો, તો બ્રશમાં ફૂગ જમા થવા લાગે છે. જેના કારણે મોઢામાં ઈન્ફેક્શન સર્જાય છે. જેના કારણે ફોલ્લાઓની સમસ્યા ખૂબ જ ઝડપથી થાય છે. બ્રશ કર્યા પછી ટૂથબ્રશને સારી રીતે સુકવી દો જેથી તે ઝડપથી બગડે નહીં. બ્રશ પર કેપ રાખો. તેનાથી બ્રશ પર ગંદકી જમા થતી નથી.