માધુરીએ તાજેતરમાં જ એક ફોટોગ્રાફ સાથે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે, 56 વર્ષની ઉંમરે માધુરી દીક્ષિત તેના અદભૂત દેખાવના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેણીનો તાજેતરનો લાલ કો-ઓર્ડ પોશાક તેણીની સુંદરતા પર ચારચંદ લગાવે છે. લાલ બ્રેલેટ અને મેચિંગ પેન્ટે એક સુંદર આકર્ષણ બનાવ્યુ અને તેની સાથે તે એક ગ્રીન નેકલેસ પેહરીને તેના દેખાવને પૂર્ણ કરે છે, પોશાકને વધુ સ્ટાઈલ આપવા માટે તેણે સૂક્ષ્મ મેકઅપ અને ગુલાબી લિપસ્ટિકથી તેણીની કુદરતી સુંદરતા પર ભાર મૂક્યો હતો, જે સાબિત કરે છે કે સાચી સુંદરતા અંદરથી ફેલાય છે.