સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 58માં પદવીદાન સમારોહમાં 14 વિદ્યાશાખાના 43959 દિક્ષાર્થીઓને પદવીઓ એનાયત કરાઇ
14 વિદ્યાશાખાના 122 વિદ્યાર્થીઓને 141 ગોલ્ડ મેડલ પ્રાઇઝ અર્પણ કરાયા: રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફૂલ્લ પાનસેરીયાએ વિદ્યાર્થીઓને આર્શિવચન પાઠવ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 58મો પદવીદાન સમારંભ રવિવારે ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને, ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની ખાસ ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસરમાં કાનજી ભુટ્ટા બારોટ રંગમંચ ખાતે યોજાએલ હતો. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 14 વિદ્યાશાખાના 43959 દિક્ષાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવેલ હતી.
આ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોનું ભગવાનશ્રી રામ, સિતાજી, લક્ષ્મણજી અને હનુમાનજીની પ્રતિમાવાળુ મોમેન્ટો, શ્રીફળ અને શાલ અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ હતું. આ પદવીદાન સમારોહમાં કુલ 14 વિદ્યાશાખાના 122 વિદ્યાર્થીઓને કુલ 141 ગોલ્ડ મેડલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા દાતાઓ તરફથી આવેલ દાનના વ્યાજની 2કમમાંથી કુલ 234 2ોકડ ઈનામો એનાયત કરવામાં આવ્યા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેએ 58 મા પદવીદાન સમારંભમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના મહામહીમ રાજયપાલ અને આ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાવભર્યું સ્વાગત કર્યું હતું. કુલપતિએ પદવીદાન સમારોહમાં ઉદબોધન કરતા જણાવ્યું હતું કે સુવિધાથી માનવનાં આધારભૂત જીવન મૂલ્યો વિકસે છે અને આવી સુવિધા મેળવવા માટે વિદ્યાર્થી, શિક્ષક, વાલી, સારી શિક્ષણ સંસ્થાઓ વગેરેનું હોવું અતિ આવશ્યક છે. દીક્ષાંત સમારોહ એ ભારતીય સંસ્કૃતીની ઋષિ પરંપરા છે – આપણી વૈદિક પરંપરા છે. જેમ વિદ્યા પ્રારંભ એક સંસ્કાર છે, એમ વિદ્યાભ્યાસ પૂર્ણ થતાં દીક્ષાંત સમારોહએ પણ એક સંસ્કાર છે.
આ કાર્યક્રમમાં વિવિધ વિદ્યાશાખાના સિનિયર પ્રાધ્યાપકઓ દ્વારા ડીગ્રી એનાયત કરવા માટે કુલાધિપતિને વિનંતી કરવામાં આવેલ હતી. માનનીય કુલાધિપતિ દ્વારા આ વિનંતી મંજૂર કરવામાં આવેલ હતી. તે મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 14 વિદ્યાશાખાના 43959 દિક્ષાર્થીઓને પદવીઓ અર્પણ કરવામાં આવેલ હતી અને કુલસચિવ ડો.રમેશભાઈ પરમારે આ પદવીઓને જાહેરાત કરી હતી.
ગુજરાત રાજ્યના મહામહિમ રાજયપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ 58 મા દીક્ષાંત સમારોહમાં અધ્યક્ષીય પ્રવચન આપતાં જણાવ્યું હતું કે હું તમામ દીક્ષાર્થી વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને મારી શુભકામનાઓ પાઠવું છું. સુવર્ણચંદ્રક મેળવનાર વિદ્યાર્થી-વિધાર્થીનીઓને હું મારી વિશેષ શુભેચ્છાઓ પાઠવું છું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કર્મચારીઓ, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના મહત્વના અંગ હોવાનું ગૌરવ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિશાળ સંકુલમાં જરૂરી માળખાકિય સુવિધાઓ, 2મત-ગમતના મેદાનો, સંશોધન લેબોરેટરીઓ, ગ્રીન કેમ્પસ, ગ્રંથાલય, વિદ્યાર્થીઓ માટે સી.સી.ડી.સી. અને યુ.પી.એસ.સી. સેન્ટર મારફત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ, નેટ-સ્લેટ કોચીંગ સેન્ટર જેવી અનેક વિદ્યાર્થી ઉપયોગી ફેસેલીટી રહેલી છે. યુનિવર્સિટીને ગનહલ હકયચલ મકતલ નકખત જેવી અનેક સંસ્થાઓમાંથી અનુદાન પ્રાપ્ત થયેલ છે. છેલ્લા પાંચ વર્ષમાં આશરે 1400 થી વધુ સંશોધનપત્રો માન્ય જર્નલ્સમાં પ્રકાશિત થયા છે જે સરાહનીય છે.
આચાર્ય દેવવ્રતજીએ તેમનાં દીક્ષાંત પ્રવચનમાં જણાવ્યું હતું કે આજના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજીત આ પદવીદાન સમારોહમાં દીક્ષા પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ શિક્ષણના માધ્યમથી ભારત દેશના સારા નાગરીક બને. વિદ્યાર્થીઓ સુશિક્ષિત હોય એ પુરતું નથી. ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે.
વિદ્યાધન સર્વશ્રેષ્ઠ છે, શિક્ષણ મૂલ્યનિષ્ઠ, સભ્ય અને સમાજ પ્રત્યે જવાબદાર હોવું જોઈએ. યુનિવર્સિટીઓએ પણ રાજય અને દેશની જરૂરીયાત મુજબ અભ્યાસક્રમોમાં ફેરફાર કરતા રહે અને તેના દ્વારા વિદ્યાર્થીઓ દેશને વિશ્ર્વમાં અગ્રેસર રાખશે. આજે વિશ્ર્વમાં આપણું ભારત એક મહત્વપૂર્ણ સ્થાન પર ઉભું છે. જયાં જ્ઞાન એ પોતાનામાં જ ગુણવતા અને પ્રમાણની દ્રષ્ટિએ એક સંપતિ છે. આજના યુગમાં આપણે માહિતીઓના ચક્રવ્યુહમાં ઉભા છીએ ત્યારે ઉચ્ચશિક્ષણ આપતી યુનિવર્સિટીઓ/સંસ્થાઓનું દાયિત્વ છે કે આ માહિતીઓના ચક્રવ્યુહને જ્ઞાનમાં બદલી અને રાષ્ટ્ર અને સમાજને યોગ્ય દિશાએ લઈ જાય. ઉચ્ચશિક્ષણનું એક વધુ મહત્વપૂર્ણ અંગ એ છે કે શીખેલા જ્ઞાનનો પૂર્ણરૂપથી સામાજીક ઉપયોગ થાય. શિક્ષણ અને કૌશલ્ય મળીને રાષ્ટ્ર નિર્માણમાં સહાયક બને અને શિક્ષણ એ રોજગા2નો સારો સ્તોત્ર બને એ જરૂરી છે. સાથે સાથે શિક્ષણ મેળવેલો એક વર્ગ સંશોધન કરવા માટે પ્રેરાય અને તેનાથી બહુમૂલ્ય પેટન્ટસ પ્રાપ્ત થાય જે યુવાનોને સ્વાવલંબી બનાવે જેથી તે અન્યને રોજગારી આપી શકે. યુવાનોએ ભારત સરકારની વિવિધ યોજનાઓનો મહતમ લાભ લઈ દેશમાં સ્વરોજગારીની તકો ઉભી કરે. ઉચ્ચશિક્ષણ આયોગ જેવી કે યુ.જી.સી., નેકનું એ દાયિત્વ છે કે ભારત વર્ષમાં ઉચ્ચશિક્ષણને વિશ્વસ્તરીય બનાવવી જોઈએ.
આ પદવીદાન સમારોહમાં મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતનભાઈ ત્રિવેદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધિકારીઓ નરેન્દ્રભાઈ દવે, ડો. જીતેન્દ્રભાઈ અમલાણી, દિનેશભાઈ પાઠક, રાષ્ટ્રીય સેવિકા સમિતિના જસ્મીનબેન પાઠક, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યઓ, એકઝીકયૂટીવ કાઉન્સિલના સભ્યો, કોલેજોના આચાર્યઓ, ભવનોના અધ્યક્ષઓ, યુનિવર્સિટીના અધિકારીઓ, શૈક્ષણિક-બિનશૈક્ષણિક કર્મચારીઓ તથા પદવી મેળવનાર વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરની યશ્વી શાહને એમબીબીએસમાં 9 ગોલ્ડમેડલ
આ પદવીદાન સમારોહમાં કુલ 14 વિધાશાખાના 43959 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવેલ હતી અને 122 વિદ્યાર્થીઓને 141 ગોલ્ડમેડલ અર્પણ કરવામાં આવેલ હતા. એમ.પી.શાહ મેડીકલ કોલેજ, જામનગરની વિદ્યાર્થીની સાતા યશ્વીને એમ.બી.બી.એસ.માં સૌથી વધુ 9 (નવ) ગોલ્ડમેડલ અને 11 પ્રાઈઝ એનાયત થયા હતા.
વિકસિત ભારત- ઽ2047 ના સ્વપ્નને સાકાર કરવા વિદ્યાર્થીઓની ભૂમિકા આવશ્યક: ઋષિકેશ પટેલ
ગુજરાત રાજ્યના આદરણીય શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલે પદવીદાન સમારંભને સંબોધતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 58 મા વાર્ષિક પદવીદાન સમારોહમાં 14 જેટલી વિવિધ વિદ્યાશાખાના 43959 દીક્ષાર્થીઓ તથા ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. મંત્રીએ યુવાનોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આજે આપ આ યુનિવર્સિટીમાંથી જ્ઞાનનું ભવ્ય ભાથું લઈને સમાજ જીવનમાં નવી શરૂઆત કરી રહ્યા છો ત્યારે આપની આ સિધ્ધિ સમાજ, રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણ માટે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ‘વિકસિત ભારત @2047’ ના સ્વપ્નને સાકાર કરવા માટે આપની નિષ્ઠા અને ભૂમિકા ખૂબ આવશ્યક છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આજે ગુજરાત રાજયમાં શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરતી યુનિવર્સિટી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ 2મત-ગમત ક્ષેત્રે પણ રાષ્ટ્રીય કક્ષાએ અનેક સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે એ વિદ્યાર્થીઓને પણ હું અભિનંદન પાઠવું છું. ભારત દેશ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ તમામ ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે.
રાષ્ટ્રને ઉપયોગી સંશોધન કરી વિદ્યાર્થીઓ નૂતન ભારતના નિર્માણમાં સહયોગી બને: પ્રફૂલ્લ પાનસેરિયા
ગુજરાત રાજ્યના આદરણીય રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પદવીદાન સમારોહને સંબોધતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ જ્ઞાન પ્રજવલીત દીવાની જેમ સદા પ્રકાશિત રાખે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આજના પદવીદાન સમારોહમાં સૌથી વધુ સુવર્ણચંદ્રકો વિદ્યાર્થીનીઓને મળેલ છે તેઓની પ્રગતિને હકારાત્મક દ્રષ્ટિકોણ સાથે શિક્ષણમંત્રીએ બિરદાવી હતી. તમારા માતા પિતાએ સેવેલા સ્વપ્નોને પૂર્ણ કરો એ જ સાચી સેવા ગણાશે.
સુવર્ણચંદ્રક મેળવનાર વિદ્યાર્થીઓમાં દિકરીઓની સંખ્યા વધારે છે, જે સરાહનીય છે. શિક્ષણ થકી કેવળ સાક્ષરતા સિધ્ધ થાય એટલું જ પર્યાપ્ત નથી, શિક્ષણના માધ્યમથી જીવનની સાર્થકતા પણ સિધ્ધ થાય એ જરૂરી છે. વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ શિક્ષણ દ્વારા તેમનામાં ધૈર્ય, નિર્ભયતા, મૂલ્યનિષ્ઠા, નિખાલસતા, ખુમારી, નૈતિકતા અને આત્મવિશ્ર્વાસ જેવા ગુણોનું સિંચન થાય તે પણ એટલું જ આવશ્યક છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ના સ્વપ્નને સાકાર કરવા માટે યથાર્થ જ્ઞાનનું ઉપાર્જન કરીને એને માનવ ઉપયોગી, સમાજ ઉપયોગી બનાવીએ. દેશના યુવાનો પાસે ટેકનોલોજીની અભૂતપૂર્વ અને અદ્ભૂત શક્તિ છે જે દ્વારા તમે વિશ્ર્વને નવી દિશા આપી શકો છો. આ ઉપરાંત શિક્ષણ વ્યક્તિના જ્ઞાનની ક્ષીતીજો વિસ્તારવાનું નિમિત પણ બને છે.