મોરબી તાલુકા પોલીસનો સપાટો
ઘુંટુ, મકનસર, રામાપીર, નવા મકનસર, ત્રાજપર, પીપળી, શાપર અને ટીંબડી ગામે જુગારના પટ મંડાયા: 28 હજારનો મુદામાલ કબ્જે
મોરબી તાલુકા પોલીસે અલગ અલગ આઠ સ્થળોએ જુગારના દરોડા કરી 26 સહજહાંસોને ઝડપી લેવામાં આવ્યા હતા. તાલુકા પોલીસે દરોડા દરમિયાન કુલ રોકડા રૂ.22 હજારનો મુદામાલ/- જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જુગારના પ્રથમ દરોડામાં ઘુંટુ ગામ નજીક હરિઓમ પાર્ક સોસાયટી સામે નાગબાઈક્ષશ ડેરી પાછળ તીનપત્તીનો જુગાર રમતા સંજયભાઇ અવચરભાઇ જંજવાડીયા ઉવ-21 રહે-વીસીપરા દશામાના મંદિર પાસે ચોકમા મોરબી-1 તથા રાહુલભાઇ રાજેશભાઇ દુદકીયા ઉવ-19 રહે-ત્રાજપર ખારી ચોરાવાળી શેરી તા-જી-મોરબીને કુલ રાકડાં રૂ.340/- સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મકનસર ગામે બેન્કવાળી શેરીમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા બાબુભાઇ જગાભાઇ રાતેયા ઉવ.58 રહે-નવા મકનસર તા.જી.મોરબી, જગદીશભાઇ ધીરૂભાઇ દેગામા ઉવ.38 રહે-નવા મકનસર તા.જી.મોરબી, ભગવાનજીભાઇ કાનજીભાઇ દેગામા ઉવ.68 રહે-નવા મકનસર તા.જી.મોરબીને રોકડા રૂ.3,610/- સાથે ઝડપી લઇ આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રામાપીરના ઢોરે આવેલ રામાપીર મંદિરની બાજુમાં જાહેરમાં નસીબ આધારિત પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહેલા અનિલભાઇ સોમાભાઇ જંજવાડીયા ઉવ.27, નાથાલાલ છગનભાઇ સીતાપરા ઉવ.29, રાહુલભાઇ રમેશભાઇ જંજવાડીયા ઉવ.19, રાજેશભાઇ મનસુખભાઇ બોહકીયા ઉવ.30 તમામ રહે.ભડીયાદ ગામ વાળાને જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.1,440/- સાથે પકડી લઇ તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નવા મકનસર ગામે પાણીની ટાંકી પાસે જાહેરમાં તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા શંકરભાઇ ટીકુભાઇ દેગામા ઉવ.30, રમેશભાઇ ઉર્ફે ડેની બાબુભાઇ દેગામા ઉવ.32, શૈલેષભાઇ ધીરૂભાઇ દેગામા ઉવ.32 બધા રહે-નવા મકનસર ત.જી.મોરબીને જુગાર રમતા રંગેહાથ ઝડપી લઇ જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.3,220/-સાથે ઝડપી લઇ મોરબી તાલુકા પોલ્યૂસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના ત્રાજપર ગામમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિર પાસેથી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સંજયભાઇ બચુભાઇ ડાભી ઉવ-37 રહે.મોરબી નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કુલની બાજુમાં, કિશોર નરશીભાઇ બાબરીયા ઉવ-50 રહે.ત્રાજપર ગામ, ચોરાની બાજુમાં, નટુભાઇ વશરામભાઇ વરાણીયા ઉવ-65 રહે.ત્રાજપર ગામ, એસ્સાર પંપની પાછળ, પ્રકાશભાઇ સોમાભાઇ સનુરા ઉવ-35 રહે.ત્રાજપર ગામ, જેતીબેન કાબાભાઇ સનુરા ઉવ-62 રહે.ત્રાજપર ગામ, વિલાશબેન રાજુભાઇ સનુરા ઉવ-32 રહે.ત્રાજપર ગામ, સુનીબેન કાનાભાઇ ખાંભણીયા ઉવ-36 રહે.મોરબી ટીંબાવાડી મેલડી માતાજીના મંદિર પાસે, મફતીયાપરા, શીતલબેન રામજીભાઇ સનુરા ઉવ-23 રહે. રહે.ત્રાજપર ગામને મોરબી બી ડિવિઝન પોલીસે જુગાર રમતા રંગેહાથ ઝડપી લઇ જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.12,300/-સાથે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસે ત્રણ અલગ અલગ જુગારના દરોડામાં પીપળી તથા સાપર ગામે ચાર શખ્સો તીનપત્તીનો જુગાર રમતા જયારે ટીંબડી ગામમાં નોટ નંબરનો જુગાર રમતા બે મળી કુલ છ શખ્સોને ઝડપી લઇ કુલ રોકડા રૂ.1,920/- જપ્ત કર્યા હતા.
તાલુકા પોલીસના જુગારના પ્રથમ દરોડામાં પીપળી ગામની સીમમાં સ્ટારકો સીરામીક સામે શક્તિ પાન પાછળ આવેલ ખરાબાની જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા વિશાલભાઇ નવઘણભાઇ ડાભી ઉવ-27 રહે-કુલીનગર-1 વીસીપરા મોરબી-02 તથા દિપકભાઇ અશોકભાઇ વાળા ઉવ-31 રહે-વિસિપરા કુલીનગર-01 મોરબી-02ને રોકડ રૂ.740/- સાથે ઝડપીલીધા
જયારે બીજા દરોડામાં મોરબી તાલુકાના સપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસે આવેલ કોમ્પ્લેક્સ પાછળ જાહેર પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા આરીફભાઇ ઇબ્રાહીમભાઇ શાહમદાર ઉવ-21 રહે.લીલાપર રોડ સરકારી આવાસ ક્વાટર નં-ઇ-21 તા.જી.મોરબી, મકબુલભાઇ રજાકભાઇ ચાનીયા ઉવ-24 રહે. લીલાપર રોડ સરકારી આવાસ ક્વાટર નં-ઇ-24 તા.જી.મોરબીને જુગારના પટ્ટમાંથી રોકડ રૂ.670/- સાથે અટકાયત કરી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજા જુગારના દરોડામાં ટીંબડી ગામના પાટીયા પાસે બસ સ્ટોપ પાછળ આવેલ બંધ દુકાન બહાર ચલણી નોટના નંબરનો નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા જીગ્નેશભાઇ રાજુભાઇ ચેોહાણ ઉવ-27 રહે.વીશીપરા હનુમાનજી ના મંદીર પાસે મોરબી-2, હુશેનશા મામદશા શાહમદાર ઉવ-41 રહે-વીશીપરા કુલીનગર-1 મોરબી-2ને જુદા-જુદા દરની ચલણી નોટના રોકડા રૂ.510/-સાથે પકડી લેવામાં આવી બંને વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.