ફેસબુક, ટ્વીટર, ઇન્ટગ્રામ જેવી સોશિયલ નેટવર્કિગ સાઇટનો ગેર ઉપયોગ કરી અભદ્ર ટિપ્પણી કરતા હોય છે. માટે ટ્વીટર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ટ્વીટર ઓનલાઇન અબ્યુઝીવ એક્શન લેનારાઓને સબક શિખવાડશે. ટ્વીટરના ડાયરેક્ટર તરનજીત સિંહે જણાવ્યું હતું કે યુઝર્સની સેફ્ટી અમારા માટે ખૂબ જ મહત્વની છે. માટે ૨૦૧૮માં તેઓ ટ્વીટરને સુરક્ષિત બનાવવા માંગે છે. તેઓ લોકોને ટ્રોલ અને અભદ્ર ભાષા સામે ફરિયાદ નોંધાવવામાં પણ મદદ કરશે. ખાસ કરીને રાજકારણીય મુદ્દાઓમાં આવુ બનતુ હોય છે. જેણે ટ્વીટરને દૂષિત કર્યુ છે.
જેનુ હવે પુરતુ ધ્યાન રાખવામાં આવશે કારણ કે લોકો જે મહેસૂસ કરતા હોય તે લખતા, ટ્વીટ કરતા હોય છે. હાલ જે વસ્તુઓ થઇ રહી છે. તેનાથી ટ્વીટર પર કલંક લાગ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોગ્રેંસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, વિરાટ કોહલી, સચીન તેંડુલકર સહિતની હસ્તીઓ આ વર્ષે ટ્વીટર પર ટોપ ૧૦માં છે. ટ્વીટર એક લાર્જ પ્લેટફોર્મ છે જે લોકોને બોલવાનો વ્યક્ત કરવાનો અધિકાર અપાવે છે. પી.એમના ફેન ફોલોવીંગમાં આ વર્ષે ૫૨ ટકાનો વધારો થયો છે. ભારતમાં ટ્વીટર યુઝર્સમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ છે. માટે તેને સુરક્ષિત કરવુ ખૂબ જ જરુરી છે. અભદ્ર ટિપ્પણી ગેરવલણ કરનારાને ટ્વીટર હવે સાંખી લેશે નહીં.