- કોલેજની 250 દીકરીઓએ પ0 થી વધુ રાગી, બાજરો, કાંગ, કોદરી, મોરૈયો, જુવાર સહિતના મિલેટસ ફુડમાંથી વાનગી બનાવી
- મેયર નયનાબેન પેઢડિયા અને ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, કોલેજના ટ્રસ્ટ્રી કૃપાબેન ચૌહાણ સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થતિ
સંપ, સુહ્દતા ભાવના અને એકતા સાથે ચાલતી સંસ્થા તથા જયાં સાંસ્કૃતિક વિવિધતા અને સર્વગ્રાહી વિકાસને પ્રાધાન્ય આપવામાં આવે છે. આજના સમયમાં લોકો જંક ફુડ તરફ વધુ દોરાયા છે અને હેલ્ધી ફુડથી દુર થયાં છે. ત્યારે હેલ્ધી ખોરાક તરફ સૌ કોઇ વળે તે માટે અને વિદ્યાર્થીઓને પણ મિટેસ વાનગીઓના ફાયદાઓ વિશે માહીતી મળે તે માટે મિલેટસ ફુડ કાર્નિવલનું હરિવંદના કોલેજ દ્વારા આજે મેગા મિલેટ્સ કાર્નિવલ યોજવામાં આવ્યું હતું.
જેમાં વિવિધ મિલિયેટ્સથી બનતી અનેકવિધ વાનગીઓનો સંગમ જોવા મળ્યો હતો. જેમાં કોદરીના દહીં વડા, કોદરી ની ઈડલી, સામાની ખીર મોરૈયા ની બાસુંદી, દહીં મોરૈયો ,જુવારના લાડુ, રાયતું, કાંગથી બનતા વિવિધ સલાડ, જુવાર ના સક્કર પારા જેવા વિવિધ નમકીન, અનેક મીઠાઈઓ જેવી અનેકવિધ વાનગીઓ જોવા મળી હતી. આ કાર્યક્રમમાં હરિવંદના કોલેજની દીકરીઓ દ્વારા વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી.
દિકરીઓને પ્રોત્સાહન આપવા માટે દરેક દીકરીઓની માતાઓ દ્વારા ઘરે થી પ્યોર મીલેટ ની વાનગી તૈયાર કરી ને કોલેજ ખાતે એ વાનગી પ્રદર્શિત કરવા માં આવી હતી આ કાર્યક્રમ ના ઉદ્ઘાટક દર્શિતા બેન શાહ (ધારાસભ્ય )તથા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર નયનાબેન પેઢડિયા દ્વારા કાર્યક્રમ ખુલો મૂકયો હતો.આ તકે કોલેજના ટ્રસ્ટી ડો.કૃપાબેન ચૌહાણ અને દરેક મહિલા સ્ટાફ પણ હાજર રહ્યા હતા આ મીલેટ ફૂડ કાર્નિવલમાં અંદાજિત 2000 થી વધુ વિદ્યાર્થી એ મુલાકાત લીધી હતી સમગ્ર કાર્યક્રમ ને મહેશભાઈ તથા સર્વેશ્વર ભાઈ દ્વારા બિરદાવવા માં આવ્યો હતો.
આવનારી પેઢી ભારતીય ફુડને અનુસરે: કૃપાબેન ચૌહાણ
આજે આ આયોજન સફળ બનાવવા પેયરશ્રી નયનાબેન પેઢડીયા અને ધારાસભ્ય દર્શીતાબેન શાહ વિધાર્થીનીઓનો ઉત્સાહ વધારવા આવ્યા છે અને આ આયોજનમાં અમો અને અમારી સાથે વિધાર્થીઓ ખુબજ મહેનત કરી છે જેમાં 50જેટલી વાનગી બનાવી અને ભારતીય કાલચર પ્રમાણે આગળ વધ્યા છે અને આવનારી પેઢીઓ પણ ભારતીય ખોરાક લે એવી પ્રેરણા વ્યક્ત કરીયે છીએ.
ભારતીય ફુડની ટેસ્ટમાં હમેશા બેસ્ટ: વિધાર્થીની હેન્સી રાકસીયા
આજે અમે આ ફૂડ કાર્નિવલમાં ભાગ લીધો છે જેમાં અલગ અલગ વાનગીઓ બનાવી છે અને અમે પણ ઇછીયે છે કે હવે ભારતીય ખોરાક લોકો ખાય અને તેનું પ્રમાણ અમે ગોઠવ્યું છે જેનાથી લોકો આ ટેસ્ટ લેશે તો ભારતીય ફૂડ શુ છે તેની લોકોને જાણકારી મળશે
દીકરીઓએ બનાવેલી મિલેટ વાનગી ખુબ જ ટેસ્ટી: મેયર નયનાબેન પેઢડીયા
વડાપ્રધાન મોદી સાહેબની એક પહેલ છે જેમાં હરિવંદના લોકેજની વિધાર્થીનોએ આયોજન કર્યું છે જેમાં આજે અલગ અલગ વાનગીઓ બનાવી અને વિદેશી ચીજ વસ્તુનો ઉપયોગ કર્યા વગર આજે તમામ વાનગી ખુબજ ખાવા લાયક બનાવી છે આર્ટિફિશિયલ ફૂડને જાકારો આપતો કોન્સેપ લોકોમાટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે..
શ્રીધાન્ય વિશે જાગૃતિ આવે તે માટે મિલેટસ કાર્યક્રમ યોજાવા જોઈએ: સાગરભાઈ પટેલ
આજે અમારી કોલેજમાં ફૂડ રાજવાલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઓર્ગેનિક ચીજ વસ્તુનો ઉપયોગ કર્યો છે જેમાં બાજરી અને જુવારની 50 થી વધુ વસ્તુઓ બનાવી છે અને યુવતીઓ ઊતાની બુદ્ધિ અને આવડત લરમાને આ આયોજન કર્યું છે