- જૂની પેન્શન યોજના સહિતની પડતર માંગણીના પ્રશ્ર્ને શૈક્ષીક મહાસંઘ દ્વારા આંદોલન ઉગ્ર બનાવાયું
જુની પેન્શન યોજના સહિતની અનેક પડતર માંગણી પ્રશ્ર્ને શૈક્ષીક મહાસંઘ દ્વારા આંદોલન ચલાવવામાં આવ્યું રહ્યું છે. દરમિયાન આજે ગાંધીનગરમાં સભાગૃહ છાવણીમાં મહા પંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર સહીતના શિક્ષકો ગાંધીનગર ઉમટયા હતા.
રાજયભરમાંથી આજે એક લાખથી વધુ શિક્ષકો ગાંધીનગર ખાતે ઉમટયા છે. જુની પેન્શન સહિતના પડતર પ્રશ્ર્નોને લઇ રાજયભરમાં છેલ્લા ઘણા સમયથી રાજય સરકારના કર્મચારી મંડળના યુનિયન દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. શૈક્ષીક મહાસંઘ દ્વારા આજે ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે મહા પંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક લાખથી પણ વધુ શિક્ષકો રાજયભરમાંથી ઉમટશે તેવી સંભાવના જણાય રહી છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી આજે શિક્ષકો મોટી સંખ્યામાં ગાંધીનગર પહોંચી ગયા હતા.
તાજેતરમાં રાજય સરકારના કર્મચારીઓ દ્વારા પેન ડાઉન કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. દરમિયાન કામથી અળગા રહેનારા કર્મચારીઓને સરકાર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. શૈક્ષીક મહાસંઘ દ્વારા ગત 6 માર્ચના રોજ મહારકતદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. આજે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે.