- લોકસભાની આગામી ચૂંટણી સંદર્ભે
- લોકસભાની તમામ 26 બેઠકો પાંચ લાખ મતોની લીડ સાથે ફતેહ કરવા ભાજપનું ફુલ પ્રુફ પ્લાનીંગ
લોકસભાની આગામી ચુંટણી સંદર્ભે સતાધારી પક્ષ ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે પ્રભારી અને સંયોજકોની નિયુકિત કરવામાં આવી છે. તમામ ર6 બેઠકો પાંચ લાખ કે તેથી વધુ મતોની લીડ સાથે જીતવાના લક્ષ્યાંકને હાંસલ કરવા ભાજપ દ્વારા કુલ પ્રુફ આયોજન કરવામાં આવ્યું છે.
કચ્છની અબડાસા બેઠક માટે પ્રભારી તરીકે હરેશભાઇ ચૌધરી, માંડવી માટે નાગરભાઇ જાડિયા, ભુજ માટે નીતીન પટેલ, અંજાર બેઠક માટે વસંતભાઇ પુરોહિત, ગાંધીગ્રામ માટે રવિભાઇ સનાવડા, રાપર માટે ચંદુભાઇ હુંબલ અને મોરબી માટે મતિલભાઇ કટારીયા, સુરેન્દ્રનગર જિલ્લાની વિરમગામ બેઠક માટે પ્રભારી તરીકે રેખાબેન ચૌધરી, ધંધુકા માટે કમલેશ હાંડી, દશાડા માટે અનિલભાઇ ગોહિલ, લીંબડી માટે હર્ષદભાઇ દવે, વઢવાણ માટે ગણપતસિંહ જાડેજા, ચોટીલા માટે ગૌતમ ગોસ્વામી, ધ્રાંગધ્રા માટે વલ્લભ દુધાત્રા, રાજકોટ જીલ્લાની રાજકોટ પૂર્વ બેઠક માટે હસમુખ હોડિચા, રાજકોટ પશ્ર્ચિમ માટે અમિબેન પરીખ, રાજકોટ દક્ષીણ માટે મયુરભાઇ હિરપરા, રાજકોટ ગ્રામ્ય માટે નરેશભાઇ કેલા, જસદણ માટે ઘનશ્યામભાઇ ગોહિલ, ટંકારા માટે વલ્લભભાઇ ખાવડીયા, વાંકાનેર માટે વિપુલભાઇ પટેલ, પોરબંદર બેઠક હેઠળ આવતી ગોંડલ બેઠક માટે યોગેશ બદાણી, જેતપુર માટે દિગ્વીજયસિંહ ગોહિલ, ધોરાજી માટે દિલીપસિંહ ચુડાસમા, માણાવદર બેઠક માટે વજુભાઇ વાજા, કેશોદ માટે અજયભાઇ બાપોદરા, પોરબંદર બેઠક માટે પ્રતિજ્ઞાબા જાડેજા, કુતિયાણા માટે જે.કે. ચાવડાની નિમણુંક કરાય છે.
જામનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ થતી 78 જામનગર વિધાનસભા બેઠક માટે સુરેશભાઇ વસરા, 79 જામનગર માટે હિરેન પારેખ, કાલાવાડ માટે પરેશભાઇ વાગડીયા, જામનગર રૂરલ માટે નીલેશ ઉદાણી, જામજોધપુર માટે ગોવિંદભાઇ પટેલ, ખંભાળીયા માટે ડો. ઉમંગ પંડયા, દ્વારકા માટે મનસુખભાઇ ખાચરિયા, જુનાગઢ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ વિધાનસભાની જુનાગઢ બેઠક માટે મનિલભાઇ પરમાર, વિસાવદર બેઠક માટે વિજય કોરાટ, માંગરોળ માટે વિક્રમ ઓડેદરા, સોમનાથ બેઠક માટે ગૌરવ રૂપારેલીયા, તાલાલા બેઠક માટે આઘ્યાશકિતબેન મજમુદાર, ઉના માટે આરતી જોશી, અમરેલી લોકસભા બેઠકમાં સમાવિષ્ટ વિધાનસભાની ધારી બેઠક માટે રવિકુમાર પંડયા, અમરેલી માટે વિજયભાઇ ભગત, લાઠી માટે ડી.બી. ચુડાસમા, સાવરકુંડલા માટે રાજુભાઇ બાભણીયા, રાજુલા માટે અર્જુન પટેલ, મહુવા બેઠક માટે વનરાજ ડાભી, ગારીયાધાર માટે મયુરભાઇ માંઝરીયાની નિયુકિત કરાય છે.
ભાવનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ભાવનગર ઇસ્ટ વિધાનસભા બેઠક માટે ફાલ્ગુનીબેન ઉપાઘ્યાય, ભાવનગર વેસ્ટ માટે હિતેશભાઇ સોની, તાલાલા માટે ભરતસિંહ ગોહિલ, પાલીતાણા બેઠક માટે સુરેશ ધાંધલીયા, ભાવનગર રૂરલ માટે ડો. દિપક પીપળીયા, ગઢડા બેઠક માટે અમોહ શાહ અને બોટાદ બેઠક માટે મનસુખભાઇ લુણાગરીયાની નિયુકિત કરવામાં આવી છે.