- સાધુ સંતો અધિકારીઓ દ્વારા ધ્વજા ચલાવી સોમનાથ મહાદેવની પૂજા કરી મેળો ખુલ્લો મુકાયો: ચાર દિવસ સુધી ભક્તિ ભોજન ભજનનો ત્રિવેણી સંગમ
- મેળાના ગ્રાઉન્ડમાં મેદની ઉમટી અવધૂતોના 250 થી વધુ રાવલટીઓમાં ધુણા ધખ્યા જૂનાગઢ ભણી રાજ્યભરના ભાવિકોનું કીડિયારૂ ટ્રેન-બસમાં ચિક્કાર ભીડ
ધર્મનરી જૂનાગઢના પવિત્ર ગિરનારની તળેટીમાં આજથી શિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ થયો છે સવારે દસ વાગ્યાના મૂર્તે સાધુ સંતો સામાજિક રાજકીય આગેવાનો અધિકારીઓ ની ઉપસ્થિતિમાં ભવનાથ મંદિરે નવ ની ધજા નું આરોહણ કરવામાં આવ્યું હતું. શિવરાત્રી મેળાની પરંપરા મુજબ નોમની ધજા બાદ મેળો શરૂ થાય છે આ વર્ષે દશમનો ક્ષય હોવાથી મેળો ચોથા દિવસે પૂર્ણ થશે,
મેળામાં આવખતે સારું વર્ષ અને ખુશનુમાં વાતાવરણને લઈને ભાવિકોની ભીડ વધશે તેવી શક્યતા વચ્ચે વહીવટી તંત્ર,કોર્પોરેશન તંત્ર વન વિભાગ સામાજિક સંસ્થાઓ અને સાધુ સંતો મંદિર દેવાલય અને જ્ઞાતિની વાડીઓ ઉતારામાં વિશેષ સુવિધાઓ ઉભી કરી છે શહેરમાં ગઈકાલથી એસટી બસો અને ટ્રેનમાં મેળાના ભાવિકો નું આગમન શરૂ થયું છે. શિવરાત્રીના મેળામાં 250 થી વધુ સાધુ સંતોના અખાડાવો છે અને રાતથી ભજન ની રંગત જામશે.