- સૌરાષ્ટ્ર યુનિ. ફિઝિકસ ભવન, ગુજકોસ્ટ અને વિજ્ઞાન ગુર્જરીના સંયુકત ઉપક્રમે
- દેશની ટોચની સંશોધન સંસ્થાના વૈજ્ઞાનિકો નવ દિવસ વર્ચ્યુઅલ પરિસંવાદના માધ્યમથી જુદી જુદી ટેકનોલોજીના જ્ઞાનનું આદાન-પ્રદાન કરશે
- સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ પ્રો.નિલાંબરીબેન દવે, વિજ્ઞાન ગુર્જરીના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પ્રો.ચૈતન્ય જોશી, ગાંધીનગર ગુજકોસ્ટના એડવાઈઝર પ્રો. નરોતમ શાહુ, વિજ્ઞાન વિદ્યાશાખાના ડિન ડો.ગીરીશ ભીમાણી સંશોધકોને પ્રોત્સાહિત કરશે
Rajkot News
વિજ્ઞાન ભારતી એ રાષ્ટ્રવાદી, દેશભક્તિ અને માનવતાવાદી વિજ્ઞાન ચળવળ છે, જે ઈજનેરી અને ટેકનોલોજી દ્વારા સામાજિક વિકાસ, સામાજિક સંવાદિતાનું લક્ષ્ય ધરાવે છે. 1991માં સ્થાપાયેલ વિજ્ઞાન ભારતી આજે ભારતનાં 27 પ્રાંત સાથે વિશ્વનાં અન્ય 7 દેશોમાં ફેલાયેલું છે. વિજ્ઞાન ભારતીની ગુજરાત પ્રાંતની સંસ્થા એ વિજ્ઞાન ગુર્જરી છે. બાળકોમાં/લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ-રુચિ કેળવાય તેમજ ભારતીય વિજ્ઞાન અંગે માહિતગાર થાય તે હેતુથી વિજ્ઞાનભારતી અંતર્ગત ગુજરાતમાં વિજ્ઞાન ગુર્જરી દ્વારા દર વર્ષે ગુજરાત વિજ્ઞાન સંમેલન યોજાય છે. આ વર્ષે પણ જીવીએસ 2024 યોજેલ છે.
22 માર્ચ, 2024 થી 24 માર્ચ, 2024 દરમિયાન એક વિશાળ નેશનલ લેવલનાં ત્રીજા ’ગુજરાત વિજ્ઞાન સંમેલનનું આયોજન રાજકોટમાં થવા જઈ રહ્યું છે. વિજ્ઞાનનાં વાસ્તવિક આનંદને વિશિષ્ટ રીતે પ્રસારીત કરવાના ઉદ્દેશ્ય સાથે આ સંમેલન ઓનલાઈન અને ઓફલાઇન બન્ને મોડમાં હશે. રાજ્યની અનેક શાળા, કોલેજો, યુનિવર્સિટીઓ, વિજ્ઞાન કેન્દ્રો, વિવિધ સંસ્થાઓ અને વિજ્ઞાન ખૂબ જ ઉત્સાહ પૂર્વક જોડાઈ રહ્યા છે. શાળાનાં બાળકો, શિક્ષકો, અન્યને જીવીએસ-2024માં સહભાગી થવા પ્રેરિત કરવા વિવિધ વિજ્ઞાનલક્ષી સ્પર્ધાઓનું આયોજન કરેલ છે
જેવીકે, ભારતીય વૈજ્ઞાનીકોનાં પોસ્ટર અને નિબંધ સ્પર્ધા, વૈજ્ઞાનીક કાર્ટૂન બનાવવાની સ્પર્ધા, ભારતીય વૈજ્ઞાનીકોનાં મીણ, લાકડું, અન્ય વેસ્ટ વસ્તુઓમાંથી પૂતડા બનાવવાની સ્પર્ધા, ભારતીય વિજ્ઞાનમાં મહિલાઓનો ફાળો(ફિલ્મ, પોસ્ટર અને નિબંધ), કૌન બનેગા વૈજ્ઞાનીક (પ્રશ્નોત્તરી), વિજ્ઞાનને લગતી કાવ્ય અને રંગોળી સ્પર્ધા, ભારતીય વૈજ્ઞાનીકો પર વિડીયો ફિલ્મ બનાવવી વગેરેનું આયોજન કરેલ છે.વિજ્ઞાન યાત્રા 2024 એ ભૌતિકશાસ્ત્રના અજાયબીઓની યાત્રા સાથેનાં પરિષદોની શ્રેણી છે જે અન્ડર ગ્રેજ્યુએટથી જ લાભાર્થીઓના વ્યાપક સ્પેક્ટ્રમને ધ્યાનમાં લઈને ડિઝાઇન કરવામાં આવી છે. સ્નાતક વિદ્યાર્થીઓ, અનુસ્નાતક વિદ્યાર્થીઓ, સંશોધન વિદ્વાનો, અધ્યાપકો, ભૌતિકશાસ્ત્રના સંશોધકો, વિજ્ઞાન અને અન્ય ક્ષેત્રોનાં ઉત્સાહીઓ માટે આ મ શ્રેણીનું આયોજન ગુજરાત વિજ્ઞાન સંમેલન (જીવીએસ) – 2024ના ભાગરૂપે કરવામાં આવ્યું છે.
ભૌતિકી યાત્રા 2020 (વ્યાખ્યાન શ્રેણી) ની ભવ્ય સફળતા પછી, આ શ્રેણીનું આયોજન એનઈપી 2020ના મલ્ટિડિસિપ્લિનરી અને ઇન્ટરડિસિપ્લિનરી પાસાઓનો સમાવેશ કરતા વ્યાપક સ્પેક્ટ્રમ સાથે સંશોધનકર્તાઓ અને શીખનારાઓ વચ્ચે સક્રિય ક્રિયાપ્રતિક્રિયાના સમાન વિચાર સાથે કરવામાં આવી રહ્યું છે. એ વિશ્વ વિખ્યાત વરિષ્ઠ વૈજ્ઞાનિકો, ફેકલ્ટી સભ્યો સહિત વિવિધ પ્રતિષ્ઠિત વક્તાઓ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો તેમની નિપુણતા પર વક્તવ્ય આપશે. આ શ્રેણી વિજ્ઞાન અને નેનો ટેક્નોલોજીના મહત્વ વિશે છે, જેમાં વિવિધ ભૌતિકશાસ્ત્રીઓ ખગોળશાસ્ત્રથી પ્રવેગક, ન્યુટ્રોનથી ગામા રેડિયેશન, ટેરાડર્ટ્ઝથી મેટલ-ઓર્ગેનિક ફ્રેમવર્ક (એમઓએફ), મેગ્નેટિઝમથી પ્લાઝમા સુધીના વિષયો પર માર્ગદર્શન આપશે. ભૌતિકશાસ્ત્ર, પરમાણુ રિએક્ટર માટેની સામગ્રી અને વૈશ્વિક સ્તરે ભારતના સંદર્ભમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત ના અન્ય તાજેતરના આંતરવિષયક સંશોધન ક્ષેત્રોની માહિતી પણ આપવામાં આવશે.
“વિજ્ઞાન યાત્રા” – ભારતીય વૈજ્ઞાનિક માનસોની વિકસિત ભારત તરફની યાત્રા વિષય પર એક ઓનલાઈન કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ સંશોધન સંસ્થાઓના વૈજ્ઞાનિકો તેમજ વિવિધ સંશોધકોનાં માર્ગદર્શન હેઠડ યોજવાનો છે. વિજ્ઞાન યાત્રા – 2024 વ્યાખ્યાન શ્રેણીનાં ચીફ પેટ્રોન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ફુલપતિ નીલાંબરીબેન દવે, પેટ્રોન પ્રો. ચૈતન્ય જોષી, પ્રમુખ, વિજ્ઞાન ગુર્જરી, ગુજરાત પ્રાંત, પ્રો. ગિરિશ સી. ભિમાણી, ડીન, ફેકલ્ટી ઓફ સાયન્સ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ અને ડો. નરોત્તમ સાડૂ, એડવાઈસર અને મેમ્બર સેક્રેટરી, GUJCOST, ગાંધીનગર છે તેમજ કો-પેટ્રોન ડો. આર. જી. પરમાર, રજીસ્ટાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ છે. આ કાર્યક્રમનાં ક્ધવીનર પ્રો. નિકેશ શાડ, અધ્યક્ષ વિજ્ઞાન ગુર્જરી, સૌરાષ્ટ્ર પ્રાંત અને પ્રો. પી. એન. જોષી, સેક્રેટરી, વિજ્ઞાન ગુર્જરી, સૌરાષ્ટ્ર પ્રાંત છે તથા આ કાર્યક્રમનાં કો-ઓડીનટર પ્રો. કે. બી. મોદી, પ્રો. જે. એ. ભાલોડીયા, પ્રો. એચ. ઓ. જેઠવા, ડો. ધીરેન પંડયા, ડો. પીયૂષ સોલંકી, ડો. દેવીત ધ્રુવ, ડો. અશ્વિની જોષી, ડો. રૂપલ કે, ત્રિવેદી અને ડો. મેઘા વાગડિયા છે. આ વ્યાખ્યાન શ્રેણી એ વિજ્ઞાનમાં રસ-રુચિ ધરાવનાર દરેક વિધ્યાર્થીઓને મટિરિયલ સાયન્સ તેમજ નેનો ટેકનોલોજીનાં મહત્વ અને હાલમાં ચાલી રહેલા સંશોધનો વિષેનું માર્ગદર્શન પૂરું પડનારી રહેશે. વિજ્ઞાન યાત્રાના સતત નવ પરિસંવાદો માં મધ્યપ્રદેશ, આસામ, ગુજરાત, તામિલનાડુ, અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, ગોવા, મહારાષ્ટ્ર,હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કેરાલા મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ વગેરે દેશના તમામ રાજ્યોમાંથી વૈજ્ઞાનિકો, અધ્યાપકો, સંશોધકો, વિદ્યાર્થીઓ એ પંજીકરણ કરાવેલ છે અને દેશની વિશ્વવિદ્યાલયો અને મહાવિદ્યાલયોમાં લાઈવ-ટેલીકાસ્ટ youtube અને ફેસબુકના માધ્યમથી થવાનું છે અંદાજિત 25,000 થી પણ વધુ સંશોધકો ટોચના 18 વૈજ્ઞાનિકો ના જ્ઞાનનો લાભ મેળવવાના છે આ વિજ્ઞાન યાત્રા ગુજરાત વિજ્ઞાન સંમેલન 2024ના ભાગરૂપે નિશુલ્ક થવાની છે અને ભાગ લેનાર તમામ સંશોધકોને સર્ટિફીકેટ એનાયત કરવામાં આવશે.
વિજ્ઞાનની યાત્રામાં ભારતીય વૈજ્ઞાનિકો, વિવિધ સંસ્થાઓનાં સંશોધકો જોડાશે
વિજ્ઞાનની આ યાત્રા ભારતીય વૈજ્ઞાનિકો, વિવિધ પ્રતિષ્ઠીત સંસ્થાઓનાં ફેકલ્ટીઓમાં અને સંશોધકો દ્વારા થવા જઇ રહ્યું છે. જેમાં ડો. વિશાલ જોષી (વૈજ્ઞાનિક, ખગોળ વિજ્ઞાન અને ખગોળ ભૌતિકી વિભાગ, પી. આર. એલ. અમદાવાદ), ડો. વી. ગણેશન (ડીન રીસર્ચ, Medi-Caps યુનિવર્સિટી, ઇન્દોર અને પૂર્વ ડાયરેક્ટર, UGC-DAE CSR. ઇન્દોર), ડો. સુધીન્દ્ર રાયપ્રોલ (સાયન્ટીસ્ટ-C, UGC-DAE CSR, મુંબઈ સેન્ટર, BARC, મુંબઈ), આ રામચરણ મીના (સાયન્ટીસ્ટ-ઉ, મટીરીયલ સાયન્સ ગ્રુપ, IUAC, નવી દિલ્હી), ડો. પંકજ પોદાર (વૈજ્ઞાનિક, ફીઝીકલ અને મટીરીયલ્સ વિભાગ, NCL, પુણે), ડો. નરેન્દ્ર જાખર (આસીસ્ટન્ટ પ્રોફેસર, ભૌતિક શાસ્ત્ર ભવનનાં, જયપુર યુનિવર્સિટી, રાજસ્થાન), ડો. અર્ચના લાખાણી (સાયન્ટીસ્ટ-C, UGC-DAE CSR, ઇન્દોર), ડો. ધીરજકુમાર સિંહ (એસોસીએટ પ્રોફેસર, સ્કૂલ ઓફ નેનો સાયન્સ, CUG, ગાંધીનગર), ડો. સત્યબ્રતા મહોપાત્રા (આસીસ્ટન્ટ પ્રોફેસર, નેનો અને ટેકનોલોજી, અધ્યક્ષ મલ્ટીફન્કશનલ નેનો મટીરીયલ્સ લેબ, ગુરુ ગોવિંદસિંહ ઇન્દ્ર પ્રસ્થ યુનિવર્સિટી, નવી દિલ્હી), પ્રો. કૃષ્ણા માવાણી (પ્રોફેસર, ભૌતિક શાસ્ત્ર ભવન, IIT, ઇન્દોર), ડો. મુકેશ રંજન (સાયન્ટીફિક ઓફિસર-G, FCIPT, IPR, ગાંધીનગર), પ્રો. ધનવીરસિંહ રાણા (પ્રોફેસર, ભૌતિક શાસ્ત્ર ભવન, ISER, ભોપાલ), પ્રો, પવનકુમાર કુલરીયા (પ્રોફેસર, સ્કૂલ ઓફ ફીઝીકલ સાયન્સ, JNU, નવી દિલ્હી), ડો. બાલાસુબ્રમણીયમ સી. (સાયન્ટીફિક ઓફિસર-F, FCIPT, IPR,ગાંધીનગર), ડો. વિપુલ ખેરજ (એસોસીએટ પ્રોફેસર, ભૌતિક શાસ્ત્ર ભવન, SVNIT, સુરત), ડો. વૈભવ કુલશ્રેષ્ઠ (પ્રિન્સિપાલ સાયન્ટીસ્ટ, CSMCRI, ભાવનગર), ડો. શુભદીપ નેઓગી (પ્રિન્સિપાલ સાયન્ટીસ્ટ, CSMCRI, (ભાવનગર) નું વિદ્યાર્થીઓને તથા વિજ્ઞાન ચાડકોને માર્ગદર્શન મળવાનું છે.