સોનમ કપૂરે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપી હતી જેમાં તેણે સફેદ લહેંગા પેહર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ બીજા દિવસે સંગીત સમારોહ માટે સુંદર સફેદ લહેંગા પસંદ કર્યો હતો. સોનમનો કસ્ટમ મેડ લહેંગા ડિઝાઇનર અનામિકા ખન્ના દ્વારા ડિઝાઇન કરેલ છે. તેણીએ તેના પોશાક સાથે સુંદર હીરા અને નીલમણિ જ્વેલરી પહેરી હતી. સોનમે તેના સુંદર વાળને સોફ્ટ કર્લ્સમાં સ્ટાઈલ કર્યા અને તેને ખુલ્લા છોડી દીધા તેની સાથે તેણે પેસ્ટલ રંગોમાં સૂક્ષ્મ મેકઅપ પસંદ કર્યો જેમાં તે ખુબજ આકર્ષિત લાગી રહી છે.