ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા વૉલેટમાં પૈસા ટ્રાન્સફર કરવા પર કોઇ ચાર્જ વસૂલવામાં આવશે નહીં
નેટબેકિંગ અને ડેબિટ કાર્ડ મારફતે પૈસા ટ્રાન્સફર કરવા પર પણ કોઇ ચાર્જ લેવામાં આવશે નહીં
Paytmએ ક્રેડિટ કાર્ડમાંથી વૉલેટમાં પૈસા ટ્રાન્સફર કરનાર યુઝર્સ પાસેથી 2 ટકા ચાર્જ વસૂલવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. એટલે કે તમે પહેલાની જેમ જ કોઇ પણ ચાર્જ વગર ક્રેડિટ કાર્ડમાંથી વૉલેટમાં પૈસા ટ્રાન્સફર કરી શકશો. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખતા ક્રેડિટ કાર્ડ પર 2 ટકા ટેક્ષ વસૂલવાનો નિર્ણય પાછો લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે જ Paytmએ ક્રેડિટ કાર્ડથી વૉલેટમાં પૈસા ટ્રાન્સફર કરતા યુઝર્સ પાસેથી 2 ટકા ચાર્જ લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો. Paytmએ કહ્યુ હતુ કે તે જેટલી રકમ ભરવામાં આવી હશે તેટલી રકમ જ ક્રેડિટ કાર્ડમાંથી વૉલેટમાં ટ્રાન્સફર કરશે. આ ઉપરાંત કંપની નેટબેંકિગ અને ડેબિટ કાર્ડ મારફતે પૈસા ટ્રાન્સફર કરવા પર પણ કોઇ ચાર્જ વસૂલવામાં આવશે નહીં.
Paytmએ કહ્યુ હતુ કે જાણકારી અનુસાર કેટલાય લોકો પેટીએમ મારફતે ક્રેડિટ કાર્ડથી પોતાના મોબાઇલ વૉલેટમાં પૈસા ટ્રાન્સફર કરીને ફ્રીમાં લૉન લે છે અને ત્યારબાદ આ જ પૈસાને પોતાના એકાઉન્ટમાં જમા કરાવી દે છે. ગુરુવારે Paytmના ચાર્જ વસૂલવાનો નિર્ણય જાહેર થયા બાદ પ્રતિસ્પર્ધી મોબિક્વિકે કહ્યુ હતુ કે તે ક્રેડિટ કાર્ડમાંથી વોલેટમાં પૈસા ટ્રાન્સફર કરવાનો કોઇ ચાર્જ લેશે નહીં.