- ભાજપના ઉમેદવાર પવન સિંહ ભોજપુરી ફિલ્મના કલાકાર છે અને તેની સામે અનેક ફરિયાદ નોંધાઈ ચૂકી છે.
ભોજપુરી ફિલ્મ સ્ટાર પવન સિંહે પશ્ચિમ બંગાળના આસનસોલથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. પવન સિંહે કહ્યું છે કે, તેઓ આસનસોલથી ચૂંટણી લડી શકશે નહીં. શનિવારે ભાજપે દેશભરની 543 લોકસભા સીટોમાંથી 195 બેઠક માટે ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી હતી. પવન સિંહને આસનસોલ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ ટિકિટ જાહેર થયાના 24 કલાકની અંદર જ પવન સિંહે ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઇનકાર કરી દઈને ભાજપના મોવડીઓ સહીત સૌ કોઈને ચોકાવી દીધા છે.
પવન સિંહના ઈનકાર બાદ બંગાળ અને બિહારના રાજકીય વર્તુળોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સૂત્રોનું કહેવું છે કે પવનસિંહ સામે અનેક ફરિયાદો મળ્યા બાદ પણ ભાજપની નેતાગીરીએ રાતોરાત કડક પગલાં લેવામાં જરાય શરમાતી નથી. જોકે, પ્રદેશ પ્રમુખ સુકાંત મજમુદારે કહ્યું હતું કે, ‘પવનસિંહ એક કલાકાર છે. તેની પાસે કેટલાક અંગત કારણો છે. તેથી પવનસિંહ આસનસોલથી ચૂંટણી નહીં લડે. તેમની વાત પાર્ટી હાઈકમાન્ડ સુધી પહોંચાડવામાં આવી છે. તે બીજી જગ્યાએથી ઊભા રહી શકે છે.
ભાજપે પવનસિંહને આસનસોલ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યાં છે. તેમની સામે ટીએમસી બોલીવુડ એક્ટર શત્રુઘ્ન સિંહાને ઉતારવાની છે. ભાજપના સૂત્રોને ટાંકીને જાણવા મળે છે કે એક આંતરિક સર્વે અને અનેક લોકો સાથેની વાતચીત બાદ એવું તારણ નીકળ્યું હતું કે શત્રુઘ્ન સિંહા સામે કોઇ સ્ટારને રમાડવો જોઇએ અને ભોજપુરી સ્ટાર પવન સિંઘનું નામ ફાઇનલ થઇ ગયું હતું. ભાજપના મતે આ લડાઈ ઓલ્ડ સ્ટાર અને ન્યૂ સ્ટાર વચ્ચે છે. બંગાળની સૌથી હાઈપ્રોફાઈલ બેઠકોમાંની એક આસનસોલની બેઠક છે. અહીં મોટી મોટી હસ્તીઓને હંમેશા મેદાનમાં ઉતારવામાં આવે છે.
રાજકારણને અલવિદા કરી પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી ડિસ્પેન્સરી સંભાળશે
ભાજપના સાંસદ ડૉ. હર્ષવર્ધને સક્રિય રાજનીતિમાંથી રવિવારે સંન્યાસની જાહેરાત કરી. લોકસભાની ચૂંટણી માટે ભાજપની ઉમેદવારોની આગામી લિસ્ટથી બરાબર એક દિવસ બાદ હર્ષવર્ધને આ પગલું ઉઠાવ્યું છે. ખંડેલવાલને ટિકિટ આપવામાં આવી છે. હર્ષવર્ધનને તથા કથિત પાર્ટીએ ટિકિટ આપવાની ના પાડી દીધી. ત્યારબાદ તેમણે સક્રિય રાજનીતિ છોડવાનો નિર્ણય લીધો છે. તેમણે નક્કી કર્યું કે, તેઓ ફરીથી એક સર્જકના રૂપમાં સેવાઓ આપશે અને જનતાની સેવા કરશે. આવો જાણીએ રાજનીતિમાં આવવા અગાઉ તેઓ શું કરતાં હતા,જ્યાં તેઓ ફરીથી જવાના છે. તેઓએ જણાવ્યું હતું કે તેઓ હવે ડિસ્પેન્સરી સંભાળશે અને લોકોના સ્વાસ્થ્ય માટે સેવા કરશે.