- એસ.ટી. બસ સ્ટેશનમાં બે બસોની વચ્ચે આવતા આશાસ્પદ યુવાનના મોત: પરિવારનો શોકમાં ગરકાવ
રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ફકત ચોવીસ કલાકમાં ચાર માર્ગ અકસ્માતના બનાવમાં બે આશાસ્પદ યુવાન સહિત ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. આજે સવારે રાજકોટ બસ સ્ટેશનમાં બે બસોની વચ્ચે આવી જતાં આશાસ્પદ યુવાનનું મોત નિપજયું છે. જયારે કારખાને જતાં વાહન પલટી મારી જવાથી ર3 વર્ષીય યુવાનનું મોત નિપજયું છે. ઉપરાંત અન્ય બે બનાવમાં બે વૃઘ્ધોના મોત નિપજતાં ચાર જેટલા પરિવારોનો માળો વિખાઇ ગયો છે.
આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતના આધારે ગોંડલ તાલુકાના ગુંદાળા ગામના બ્રિજેશ સોલંકી નામના યુવાનનું રાજકોટ બસ સ્ટેન્ડમાં બે બસોની વચ્ચે આવી જતાં ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. આ બનાવ અંગે પોલીસે પ્રાથમિક પુછપરછ હાથ ધરતા યુવાન રાજકોટ બસ સ્ટેન્ડથી દ્વારકા જવા નીકળ્યો હતો.
તે દરમિયાન રાજકોટ બસ સ્ટેન્ડ પર જ બે બસોની વચ્ચે આવી જતાં યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજતા લોકોમાં અરેરાટી છવાઇ ગઇ હતી. મૃતક યુવકના પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું હતું. તપાસ દરમ્યાન મૃતક યુવક વિદ્યાર્થી હોવાનું પ્રાપ્ત થયેલ છે. પોલીસ દ્વારા બનાવની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
બીજા બનાવમાં પોલીસમાંથી પ્રાપ્ત વિગતના આધારે રાજકોટના નારાયણ નગર સહકાર સોસાયટી મોરબી રોડે રહેતા પ0 વર્ષીય પ્રૌઢનું અકસ્માત થતાં સિવીલ હોસ્પિટલે ખસેડતા સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતકનું નામ નલીનભાઇ નરોતમભાઇ સિઘ્ધપુરા (ઉ.વ.50) જેનું સવારે ચાલવા નીકળતી વેળાએ ત્રિશુલ ચોક નજીક કાર હડફેટે લેતા ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવીલ ખસેડવામાં આવેલ છે. જેનું ચાલુ સારવારમાં મોત નિપજયું છે. પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
ત્રીજા બનાવમાં પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જીલ્લાના હોડથલી ગામના યુવાન પ્રવીણભાઇ ભગવાનભાઇ જાદવ (ઉ.વ.ર3)નું રાજકોટ સિવીલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજયું હતું. બનાવની જાણ પોલીસે થતાં પ્રાથમીક પુછપરછ દરમ્યાન પ્રવીણભાઇ જાદવનું સવારે મારૂતિ ટેમ્પોમાં પાછળ બેસીને જતા કારખાને જતી વેળાએ ખાંભા અને માખાવડ ગામની વચ્ચે ગાડી પલ્ટી મારી જતા અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલ રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે અમદાવાદ બાદ ફરી સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજયું હતું મૃતકના લગ્નન બે વર્ષ થયા છે અને બે માસનો પુત્ર છે. મૃતક ર-3 વર્ષથી લોધીકામાં આવેલી સિલ્વર કંપનીમાં મંજુરી કરતા હતા.
ચોથા બનાવ અંગેપોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ધોરાજીમાં જમનાવાડ વિસ્તારમાં આવેલ વૈષ્ણવવાડીમાં રહેતા લક્ષ્મણદાસ સેવનદાસ રાયજા નામના 60 વર્ષના વૃદ્ધ દસ દિવસ પૂર્વે પોતાનું બાઈક લઇ રાજકોટથી ધોરાજી જઈ રહ્યા હતા ત્યારે ભરૂડી ટોલનાકા પાસે પહોંચતા અજાણ્યા વાહન સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ વૃધ્ધે ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરતા ગોંડલ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને પોલીસે જરૂરી કાર્યવાહી કરી વૃદ્ધના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક લક્ષ્મણદાસ રાયજા ચાર ભાઈ પાંચ બહેનમાં વચ્ચેટ હતા અને તેઓ અગરબત્તી વેચતા હતા અને રાજકોટ ફેરી કરવા આવ્યા હતા અને રાજકોટથી પરત ધોરાજી જઈ રહ્યા હતા ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છ