- આઇટીને ” સીરા ” ની જગ્યાએ ” થૂંલી ” મળતા આંકડા મેળવવા વિભાગ ઊંધા માથે !!!
- ઉપરથી આપવામાં આવતા ટાર્ગેટને પહોંચી વળવા નીચલા અધિકારીઓની હાલત અત્યંત કફોડી
રાજકોટ આવકવેરા વિભાગ સતત એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે કે તેઓને આપવામાં આવેલા ટાર્ગેટ ઝડપથી પૂર્ણ થઈ જાય. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ ટાર્ગેટને પહોંચી વળવા માટે વિભાગના નીચલા અધિકારીઓએ ઘણી ખરી મહેનત કરવી પડે છે અને ઊંધા માથે પણ થવું પડે છે. ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા આપવામાં આવતા ટાર્ગેટોને પહોંચી વળવા માટે અધિકારીઓની હાલત અત્યંત કફોડી બની છે. હાલ રાજકોટ ખાતે આવકવેરા વિભાગ દ્વારા જે સરચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તેમાં વિભાગને શીરાના બદલે થુલ્લી હાથમાં લાગી હોય તેવો ઘાટ ઘડાયો છે. ત્યારે નિર્ધારિત કરવામાં આવેલા લક્ષ્યાંકના આંકડા સુધી પહોંચવા માટે આવકવેરા વિભાગના અધિકારીઓ ઊંધા માથે કામગીરી કરી રહ્યા છે.
રાજકોટ ખાતે આવકવેર વિભાગ દ્વારા જે કાર્યવાહી હાથ ધરવામાં આવી તેમાં વિભાગના અધિકારીઓ બિલ્ડરોને શીર્ષાસન કરાવે તેવો ઘાટ ઘડાયો છે. પરંતુ વાસ્તવિકતા એ જ છે કે નાણામંત્રાલય ની સાથોસાથ સીબીડીટી દર વર્ષે ટાર્ગેટમાં ઉતરોતર વધારો કરી રહી છે અને તેને પહોંચી વળવા માટે અધિકારીઓ પાસે જરૂરી તેટલા આધાર પુરાવાઓ પણ હોતા નથી જેથી તેઓ આ લક્ષ્યાંકને પહોંચી શકે. વાત એમ છે કે કેન્દ્ર સરકાર જે તે રાજ્યના વિભાગના અધિકારીઓને ટાર્ગેટ આપતું હોય છે અને તે ટાર્ગેટની પૂર્તિ કરવા માટે ટોચના અધિકારીઓ નીચલા અધિકારીઓને દોડાવતા હોય છે. અને ટાર્ગેટ પૂરો ન થાય તો જે તે વ્યક્તિ અથવા પેઢી ઉપર મેન્ટલ ટોર્ચિંગ અને હેરેસ્ટમેન્ટ પણ કરવામાં આવે છે અને એનકેન પ્રકારે આપવામાં આવેલા લક્ષ્યાંક સુધી પહોંચવા માટેનો પ્રયત્ન હાથ ધરાય છે. જે ખરા અર્થમાં અયોગ્ય છે.
હાલ આવકવેરા વિભાગ દ્વારા જે બિલ્ડર લોબી ઉપર તવાઈ બોલાવવામાં આવી તેમાં જરૂરી અને નિર્ધારિત કરેલા લક્ષ્યાંક સુધી પહોંચવામાં રાજકોટ આવકવેરા વિભાગ નિષ્ફળ નીકળ્યું છે અને પરિણામ સ્વરૂપે વિભાગ દ્વારા પ્રેશર ટેકનિક નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેનો ભોગ જે તે બિલ્ડરો પણ બન્યા છે. ખરા અર્થમાં વાત એમ છે કે આ પ્રકારની પ્રેશર ટેકનિકનો ઉપયોગ શું કામ કરવામાં આવે માત્ર લક્ષ્યાંક પૂરો કરવા જ? બિલ્ડર હોય કે અન્ય કોઈ પેઢી તે રાષ્ટ્રનિર્માણ અને રાજ્યના વિકાસ માટે હર હંમેશ મહેનત કરતું હોય છે એટલું જ નહીં જે તે શહેરના વિકાસ પાછળ પણ એમનો જ સિંહ ફાળો હોય છે ત્યારે સરકાર અને નાણામંત્રાલયે આ વાત ઉપર ગંભીરતાપૂર્વક વિચાર કરવો જરૂરી છે કે તેઓને માનસિક ટોર્ચર કરવામાં ન આવે અને લક્ષ્યાંકને પહોંચવા માટે આ પ્રકારની પ્રેશર ટેકનિકનો ઉપયોગ હાથ ન ધરાય.
કાઠીયાવાડી ભાષામાં એક ઉક્તિ છે કે હલકું લોહી હવલદારનું ત્યારે જો વિભાગના કોઈ લક્ષ્યાંક ને પહોંચી વળવામાં નીચલા અધિકારીઓ નિષ્ફળ નિવડે તો તેનો અફઝલ પણ તે જ અધિકારીના શિરે જાય છે અને તેમને પણ કામગીરી કરવામાં ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. નીચલાધિકારીઓ પણ આંતરિક રીતે કચવાટ અનુભવતા હોય છે કે તેમના દ્વારા હાથ ધરવામાં આવતી આ પ્રેશર ટેકનિક ખરા અર્થમાં અયોગ્ય છે. આ તમામ વાતની ગંભીરતાને ધ્યાને લઈ નાણામંત્રાલય અને બોરડે ગંભીરતાપૂર્વક વિચાર કરવો જરૂરી છે અને એ વાતની પણ ચોખવટ કરવી અને વારીયા છે કે ખરા અર્થમાં આવકવેરા વિભાગના અધિકારીઓની સર્ચ દરમિયાન કઈ જવાબદારી હોય છે અને કઈ વસ્તુ તેમના દ્વારા કરવામાં ન આવી શકે એ પણ એટલું જ જરૂરી છે. હાલ બિલ્ડર લોબી ઉપર આવકવેરા વિભાગ દ્વારા જે તવાઈ બોલાવવામાં આવી છે તેનો રોષ આંતરિક સ્તરે ખૂબ વધુ વ્યાપ્યો છે અને આ વાતનો અંદેશો આવકવેરા વિભાગના અધિકારીઓને પણ થયો છે. એટલું જ નહીં નિર્ધારિત લક્ષ્યાંક સુધી પહોંચવા માટે આવકવેરા વિભાગના અધિકારીઓ હોવાથી આ પણ મારી રહ્યા છે ને ગમે તે રીતે આપવામાં આવેલા લક્ષ્યાંકને પૂરો કરવા માટે ઊંધે માથે થયા છે.