• કેન્દ્રીય ચૂંટણી પંચના માસ્ટર ટ્રેનર તમામ જિલ્લા કલેકટરોને પોસ્ટલ બેલેટથી મતદાન અંગે આપશે એ ટુ ઝેડ માર્ગદર્શન

લોકસભાની ચૂંટણીમાં આ વખતે પોસ્ટલ બેલેટથી મતદાનમાં અનેક ફેરફારો આવવાના છે. જેને પગલે આવતીકાલે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી આવતીકાલે ગાંધીનગર ખાતે તેની તાલીમ લેવા જવાના છે.

લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે. કેન્દ્રીય ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ દેશભરમાં ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ રાજ્ય ચૂંટણી પંચના મોનીટરીંગ હેઠળ તમામ તૈયારીઓ પુરજોશમાં કરવામાં આવી રહી છે. વધુમાં મળતી માહિતી અનુસાર આ વખતે પોસ્ટલ બેલેટથી થતા મતદાનમાં ચૂંટણી પંચે ઘણા ફેરફાર કર્યા છે.

આ ફેરફારો સંદર્ભે આવતીકાલે ગાંધીનગર ખાતે રાજ્યના તમામ જિલ્લા કલેકટરો માટે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય ચૂંટણી પંચના માસ્ટર ટ્રેનર દ્વારા કલેકટરોને પોસ્ટલ બેલેટથી થતા મતદાનમાં જે ફેરફારો થયા છે તે મામલે એ ટુ ઝેડ તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી પણ જવાના છે.

ઉલ્લેખનીય છે કે દરેક ચૂંટણીમાં પ્રથમ સરકારી કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન થાય છે.  કર્મચારી અન્ય રાજ્યમાં હોય તો પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે છે. આની મતગણતરી સૌથી પહેલા થાય છે. મતગણતરીના 1 કલાક પહેલા સુધી સરકારી કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મત આપી આપી શકે છે. આ પદ્ધતિમાં શુ ફેરફારો થયા છે તે થોડા દિવસોમાં જાહેર થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.