- દેશભરમાં 6 હજાર સુચન પેટીઓ મૂકાઈ: નમો એપ પર સુચનો આપી શકાશે
લોકસભાની આગામી ચૂંટણી માટે સતાધારી પક્ષ ભાજપ દ્વારા દેશવાસીઓનાં સુચનોને આધારે વિકસિત ભારત સંકલ્પ પત્ર ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે દેશભરમાં લોકોનાા સુચનો મેળવવા માટે 6 હજાર સુચન પેટીઓ મૂકવામાં આવી છે.
લોકસભા, વિધાનસભા કે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો જનતા જનાર્દનને વચનો આપતો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી હોય છે. છેલ્લા એક દશકાથી કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ દ્વારા આ વખતે રેકોર્ડ બ્રેક બેઠકો જીતી સતત ત્રીજી વખત કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકાર બનાવવા માટે પુરજોશમાં અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણીના ઢંઢેરાને ભાજપ દ્વારા વિકસીત ભારત સંકલ્પ પત્ર નામ આપવામાં આવ્યું છે.જેમાં લોકોના મહત્વપૂર્ણ સુચનો લેવામાં આવશે આ માટે દેશમાં 6000 જેટલી સુચન પેટી મૂકવામાં આવી છે. દેશવાસીઓ સંકલ્પ પત્ર માટે વિચારો કે સુચનો આપવા માટે નમો એપ પણ ડાઉનલોડ કરી શકે છે. આ ઉપરાંત 9090902024 ઉપર મિસ્ડકોલ આપી સુચનો રજૂ કરી શકશે. દેશવાસીઓનાં સુચનોના આધારે ભાજપ દ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવશે.