- યશોદા જયંતી પર મહિલાઓ પોતાના બાળકોના લાંબા આયુષ્ય, તેમની રક્ષા અને તેમના ભવિષ્ય માટે વ્રત રાખે છે.
- યશોદાનું સાચું નામ પાટલા
ધાર્મિક ન્યૂઝ : ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષના છઠ્ઠા દિવસને માતા યશોદાના જન્મોત્સવ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસને યશોદા જયંતી તરીકે ઓળખવામાં આવે છે. માતા યશોદાને કૃષ્ણના પાલક માતા કહેવામાં આવે છે. કન્હૈયાનો જન્મ ભલે દેવકીના ગર્ભમાં થયો હોય પરંતુ માતા યશોદાએ તેનો ઉછેર કર્યો. મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં આ તહેવાર ખાસ રીતે ઉજવવામાં આવે છે. યશોદા જયંતી પર મહિલાઓ પોતાના બાળકોના લાંબા આયુષ્ય, તેમની રક્ષા અને તેમના ભવિષ્ય માટે વ્રત રાખે છે. કૃષ્ણ મંદિરમાં આ દિવસે મા યશોદાના પૂજા પાઠ, ભજન કિર્તન કરવામાં આવે છે.
યશોદાનું સાચું નામ શું છે?
યશોદાનું સાચું નામ પાટલા હતું. યશોદા પાટલા અને સુમુખ નામના ગોપની પુત્રી હતી. યશોદાના લગ્ન બ્રજના રાજા નંદ સાથે થયા હતા. નંદ દ્રોણ નામનો એક વસુ હતો જેને બ્રહ્માએ વરદાન આપ્યું હતું. નંદ અને તેમની પત્ની યશોદાએ કૃષ્ણ અને બલરામ બંનેનો ઉછેર કર્યો.