કુવામાં હોય તો અવેડામાં આવે ને ? તે ન્યાયે દેશી દારૂની ભઠ્ઠીઓનો જ કડુસલો બોલાવ્યો
ફોજદાર જયદેવની તટસ્થ પરંતુ આક્રમક કાર્યશૈલીથી પ્રેરાઈને જનતા ગુનેગારો અને બુટલેગરો વિશે વારંવાર ફોનથી માહિતી આપવા લાગી ખાસ કરીને દારૂ અંગે લગભગ દરરોજ ફોન આવવા લાગ્યા. ખૂબ રેઈડો અને કેસો કરવા છતા ફોન ચાલુ જ રહેતા જયદેવે નકકી કર્યું કે ‘કુવામાં હોય તો અવેડામાં આવે’ દારૂનું પ્રાપ્તી સ્થાન જ ન હોય તો પ્રશ્ર્ન ન રહે કે દરરોજ કબ્જાના કેસો, પીધેલાના કેસો કરવાની ઝાંઝટ જ નહિ મુખ્ય પ્રાપ્તી સ્થાન બાજુનું નાની લાખાવડ ગામ હતુ જયદેવે પગે ચાલીને રાત્રીનાં સમયે લાખાવડ ગામની નદીમાં પોલીસ કાફલા સાથે ત્રાટકયો જાણે પ્રોહીબીશન મૂકત કેન્દ્ર શાસીત વિસ્તાર હોય તેમ નદીના પટનું દ્રશ્ય હતુ. દૂરથી જોયું તો દસેક ભઠ્ઠી ચાલુ હતી તેની આગના પ્રકાશમાં જાેયુંતો પચીસેક વ્યકિતઓ જાણે ગૃહ ઉદ્યોગ ધમધમતો હોય તેમ બીન્દાસ્ત દા‚ ઉકાળી રહ્યા હતા દરેક ભઠ્ઠીની બાજુમાં પણ ટીપડા બેરલોની ભરમાળ પડી હતી નદીમાંથી પાણી ઉપાડવાના ડબ્બા ડોલો જાણે લાગે કે કોઈનો ડર જ ન હોય.
પોલીસને જોઈ ને નાસભાગ ચાલુ થઈ પરંતુ બે ઈસમોને તો પકડી જ પાડયા જયદેવને સૌથી વધુ નવાઈ એ વાતની લાગી કે ગામ એક સંપીલું છે તો આટલા બધા હથીયારો ધારીયા ફરસી પરોણા નદીના પટમા ઉભા ખોડવાનો અર્થ શું? હસુભાઈએ કહ્યું કે આજદિન સુધી આ હથીયારોનો દેખાવ વાઘના મોહારા તરીકે ચાલતો હતો. જલ્દી કોઈ ‘ઘાએ તાએ’ રેઈડ કરવા ન આવે.આ મૂક ધમકી જે ચોટીલા, વાંકાનેર, સરહદ ઉપરના નાળીયેરી ગામે પોલીસ ઉપર હુમલો કરીને પોલીસને પાડી દીધેલા તે પ્રકારની હતી. પરંતુ તમે વાઘનું મો‚ ખેંચી બધાને ગીધડ જાહેર કરી દીધા છે. જયદેવે પંચનામું અને એફ.આઈ.આર.એવી તૈયાર કરાવી કે કાવત્રાની કલમ નો ઉમેરો કરી પકડાયેલા બે વ્યકિત પાસેથી તમામ ભઠી વાળાઓના નામ જે રીક્ષાવાળા દારૂ જસદણ લઈ જાય તેના નામ રીક્ષા નંબર સાથે અને જસદણમાં જે જે છૂટક અને જથ્થા બંધ દારૂ ના વેપારીઓ માલ (દારૂ) લેતા તેમના નામ પણ ઉમેરી દીધા.
આ ગુન્હો દાખલ થતા જ ગુનેગારોએ લાખાવડ તો મૂકી દીધું પરંતુ જસદણના આ ધંધા સાથે સંકળાયેલા રીક્ષાવાળા દા‚ના વેપારીઓ (બુટલેગરો) પણ નાસી ગયા જસદણનાં દારૂડીયા પગ ઘસડતા થઈ ગયા અને પીવા માટે વિંછીયા કે બીજા તાલુકા મથકે જવા સિવાય છૂટકો નહતો.
હસુભાઈ જમાદારે જયદેવને એવી બાતમી આપી કે એક રીઢો સાયકલ ચોર વિંછીયા ધરમશાળામાં ઉતર્યો છે. જેથી બંને જણા ખાનગી ટેક્ષી લઈ વિંછીયા પહોચી જઈ ધરમશાળામાંથી સાયકલ ચોર નારણ ઉર્ફે વેલજી રવજી રહે ચરખાતા બાબરા વાળાને તુરત જ ઉપાડી લીધો નારણ ઉર્ફે વેલજીએ કોઈ વિરોધ કર્યા સિવાય જ ભાવનગર, રાજકોટ, ચોટીલા, બોટાદ, પાળીયાદ, વિસ્તારોમાંથી ચોરી કરેલ કુલ ૨૬ સાયકલો જુદા જુદા ગામડાઓમાં વેંચેલી તે સાયકલો કબ્જે થતા જસદણ પોલીસની છાપાઓમાં પણ ખૂબ પ્રસિધ્ધિ થઈ અને ઉપર જણાવેલ તમામ પોલીસ સ્ટેશનોથી પોલીસ જસદણ મુદામાલ તથા આરોપી માટે દોડાદોડી કરવા લાગી.
તે સમયે જસદણ તાલુકો પછાત હોઈ પરંપરાગત રીતે વેરઝેરના હિસાબોની પતાવટ હોળી કે ધૂળેટીના દિવસોમાં જ થતી અને મારામારી ખૂન ખરાબા પણ થતા તેથી હોળી ધૂળેટીમાં પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલીંગ સઘન રહેતુ આથી ધુળેટીના દિવસે પેટ્રોલીંગમાં જીપ લઈને જયદેવ તથા હસુભાઈ નીકળેલા હતા. અને અમરેલી ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકાના ત્રિભેટે આવેલ સાણથલી ગામે આવ્યા ત્યાં બાતમી મળી કે સાણથલી ગામની ઉતરે બેકીલોમીટર દૂર ભાદર નદીના સામાકાંઠા ઉપર ડફેરો એ દંગા નાખ્યા છે. અને ગોંડલના કમઢીયા ગામેથી આવ્યા હોય તેવું લાગે છે.
તે સમયે ગ્રામ્ય પ્રજા ડફેરોથી અતિશય ભયભીત રહેતી કેમકે ડફેરો સીમ વગડે જ રહેતા અને તેમનું કામ જ ચોરી કરવાનું અને પ્રાણીઓનો શિકાર કરવાનું હતુ,વળી માથાભારે અને વંશપરાંપરાગત બનેલા ગૂનેગારો હતા ધોળા દિવસે ખેડુતની વાડી ખેતરમાંથી તૈયાર પાકકે નાની મોટી વસ્તુ તેમના દેખતા લઈ લે તો પણ બોલી શકતા નહી આ ડફેરો પોતાના દંગા એવા બ્યૂંહાત્મક રીતે નાખે કે રાત્રે તો ઠીક પણ દિવસે પણ પબ્લીક કે પોલીસ તેમના દંગા પાસે સહેલાઈથી પહોચી ન શકે અને પહોચે તે પહેલા ખબર પડી જાય અને નાસી જવાનો પૂરતો સમય મળે. બાકી પાછળ વધે સ્ત્રીઓ અને બાળકો સામાન્ય રીતે દિવસે દંગા ઉપર પૂ‚ષો હાજર રહેતા નથી.
એક બાતમીદાર આ દંગા બતાવવા સાથે આવવા તૈયાર થયો. પરંતુ હસુભાઈએ કહ્યું ‘તે હદ જસદણની નહિ હોય સામો કાંઠો એટલે કાંતો ગોંડલ તાલુકો અને કાં કોટડાસાંગાણીની હદ હોય મૂકો ને લપ’ જયદેવે કહ્યું ‘ભલે રહેતા હોય બીજા તાલુકાની હદમાં પણ ગુન્હા તો ગમે તેની હદમાં કરે ને? આપણે જવું જ જોઈએ’ આથી હસુભાઈએ કહ્યું ‘દિવસે કોઈ ડફેર મળે નહિ અત્યારે રહેવા દો આમેય અત્યારે આપણે બે જ જણા છીએ’ જયદેવે કહ્યું ‘તે વાત બરાબર પણ અત્યારે દંગાનો રસ્તો અને જગ્યા ભાદર નદીની કોતરોમાં કઈ જગ્યાએ કેવી રીતે દંગા નાખ્યા છે. તે દૂરથી જોઈ લઈએ એટલે પછી કયારેક રાત્રીનાં કોમ્બીંગ ઓપરેશન કરવું હોય તો સરળતા રહે. ‘હસુભાઈએ કહ્યું’ તો ચાલો ત્યારે’.
વાડીઓની વચ્ચે નેળમાં થઈ જતા ઝાડવા પુષ્કળ હોઈ ભાદરના કાંઠે છેક આવી ગયા તે ખબર ડફેરોને રહી નહી.જીપ ઉભી રાખી થોડે ચાલીને જોયું તો ભાદર નદીનાં સામે કાંઠે કોતરોની ધાર ઉપર બે દંગા હતા હજુ સુધી દંગમાં અમારા આવ્યાની ખબર પડી ન હતી. બંને જણા નદીમાં ઉતરી નદીના અરધા પટે પહોચ્યા હોઈશું ત્યાં બંને દંગાઓમાં કીકીયારી અને દેકારો બોલવા લાગ્યો શિકારી લાવરા કૃતરાઓએ ભસતા ભસતા આક્રમકતાથી પોલીસ તરફ મોરચો માંડી દીધો. દંગાની આજુબાજુ કુકડા અને છોકરાઓ દોડાદોડી કરવા લાગ્યા જાણે જમદૂતો આવ્યા હોય.
પરંતુ જયદેવે એક હાથમાંની લાકડી ફેરવતા ફેરવતા કૂચ જારી રાખતા જ દંગામાંથી એક આધેડ વયનો ઈસમ વાંકો વળી બહાર નીકળ્યો અને હાથમાં કાંઈક કાળારંગની વસ્તુ લઈને,પોલીસની વિ‚ધ્ધ દિશાએ ભાગવા લાગ્યો. આથી જયદેવ અને હસુભાઈ પણ પાછળ પાછળ દોડયા દોડતા દોડતા હસુભાઈએ જયદેવને કહ્યું સાહેબ આ ડફેરોનો સરદાર બચુ જુમા છે. હોળી ધૂળેટીમાં પોલીસ બંદોબસ્તમાં હશે માની ને આવ્યો હશે બાકી આવે નહિ જયદેવે કહ્યું પીછો ચાલુ જ રાખવાનો છે. તો હસુભાઈ એ કહ્યુંં થોડુ અંતર રાખીને જ પીછો કરાય સીધી રીતે નજીક જવામાં પૂ‚ જોખમ કહેવાય જયદેવને હજુ પોલીસ ટ્રેનીંગ કોલેજની દોડવાની પ્રેકટીસતાજી હતી પરંતુ હસુભાઈ પણ પાંચાળ પ્રદેશમાં રખડી રખડીને ખડતલ થઈ ગયા હતા તેથી તે પણ સાથે જ આવ્યા. કૂતરા થોડે સુધી વળાવવા સાથે આવ્યા પરંતુ પછી પાછા વળી ગયા.
બચુ જુમા આગળ દોડતો દોડતો બોલતો જતો હતો કે મારી પાસે તમંચો છે. આધા રહેજો. તેથી જયદેવે તેને કહ્યું પાછું વળીને જોતો નહિ નહીતો તારી ખેર નથી.જયદેવના હાથમાં રીવોલ્વર તૈયાર જ હતીજેબચુ જુમાએ જોઈ લીધી હતી. હસુભાઈએ કહ્યું હવે કરમાળ પીપળીયા દૂર નથી આ આવ્યું સમજો તેમ કરી પીછો ચાલુ રાખ્યો.
હસુભાઈએ કહ્યું કે આ બચુ જૂમા ચાર પાંચ જીલ્લામાંથી હદપાર છે. ઘણા ગુન્હામાં વોન્ટેડ પણ છે. આમને આમ દોડવાની રેસ દસ પંદર મીનીટ ચાલી ત્યાં સામે કરમાળ પીપળીયા ગામ દેખાયું અને સીમમાં જતી બે સ્ત્રિઓ સામે આવતી હતી તેને પારકરીને બચુ જુમાએ પાછુ વાળીને જોયું ને તે બે ધ્યાન થતા જ ઠેસ આવી કે પગ આંટીએ આવી ગયા તે ઉલળીને ગલોટીયુ ખાઈ ગયો.
થાક અને પરિશ્રમ ફકત પોલીસને જ લાગે તેવું નથી ગુનેગારોને પણ લાગે. પરંતુ આ તાયફો જોઈને બન્ને સ્ત્રીઓ પાછી ગામ તરફ નાસી તેથી જયદેવ તથા હસુભાઈએ સલામત અંતરે આવી રીવોલ્વર તાકેલીજ રાખી અને હસુભાઈએ થ્રી નોટ થ્રી તાકેલી રાખી બચુડાને હવે શરણે આવ્યા સિવાય છૂટકો ન હતો તે પડયો પડયો બોલ્યો બાપુ ભૂલ થઈ ગઈ આ બાજુ આવ્યો. જયદેવે કહ્યું હાથમાં છે તે દૂર ફેંકી દે અને ઉધો સૂઈ જા. આથી તેણે હાથમાંની ચીજનો થોડે દૂર ઘા કર્યો અને ઉંધો થઈ ગયો.
હસુભાઈએ કહ્યું આ ભયંકર ગુનેગાર છે. ભરોસો કરાય નહિ તેની પાસે બીજુ કાંઈક પણ હોય જ આપણે ફાયરીંગ કરવાની તૈયારી રાખવી પડે. દરમ્યાન બીજા માણસો પણ આવી ગયા બને જણા બચુ પાસે પહોચી જઈ ઝડતી તપાસ કરી હસુભાઈ એ ફેંકેલ ચીજ ઉપાડી તોતે સ્વીડનનો છરો હતો, અને નેફામાંથી એક ગીલોલ નીકળી જયદેવે આવી પહોચેલ માણસોને કહ્યું કોઈએ કાંઈ કરવાનું નથી ગામમાંથીદોરડુ મગાવી બચુડાને બાંધ્યો અને પછી ઉભો કર્યો હસુભાઈ કહે કે આતો ગામ નજીક આવ્યું એટલે હાથ આવ્યો બાકી કોઈ પણ સંજોગોમાં પકડાય નહિ દરમ્યાન પાછળ પાછળ જીપ આવી જતા હાથકડી બાંધી દીધી.
ડફેર બચુ જુમા પકડાયાના સમાચાર છાપામાં છપાતા જ વળી જુદા જુદા જીલ્લાની પોલીસ જસદણ ઉમટી પડી જસદણ પોલીસની ખૂબ પ્રસિધ્ધિ થઈ.
જો જયદેવ આ ડફેરોના દંગા ગોંડલ કે કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનની હદમાં હતા તેથી ન ગયો હોત તો આ ડફેર ગેંગ જસદણ તાલુકામાં પણ ગુન્હા કર્યાહોત. અને જે આટલી પ્રસિધ્ધ મળી તે પણ મળી નહોત.
જયદેવને પેલુ સંસ્કૃતનું સુવાકય સિધ્ધ્ થયું ‘ઉદ્યમેન હિ સિધ્ધંતી કાર્યાણી ન ચ મનોરથે: નહિ સુપ્તસ્ય સિંહસ્ય મુખે પ્રબિશન્તી મૃગા:॥ટુંકમાં પ્રાપ્તી સુતા સુતા થતી નથી. સમર્થ વ્યકિતઓએ પણ પુ‚ષાર્થ કરવો પડે છે.