- WPL 2024ની પાંચમી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાતને 8 વિકેટથી હરાવ્યું હતું.
- શાનદાર જીત બાદ કેપ્ટન મંધાનાએ શું કહ્યું ?
Cricket News: વુમન્સ પ્રીમિયર લીગ 2024ની પાંચમી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાતને એકતરફી ફેશનમાં 8 વિકેટથી હરાવ્યું હતું. ગુજરાતે આપેલા 108 રનના ટાર્ગેટને RCBએ માત્ર 12.3 ઓવરમાં જીત હાસીલ કરી લીધી હતી. જ્યારે સોફી મોલિનેક્સે તેની બોલિંગથી તબાહી મચાવી હતી, ત્યારે સ્મૃતિ મંધાનાએ શાનદાર બેટિંગ કરી ટીમને જીત અપાવી . ટૂર્નામેન્ટમાં સતત બીજી જીતથી કેપ્ટન સ્મૃતિ ખૂબ જ ખુશ દેખાતી હતી અને તેણે ટીમના ભરપૂર વખાણ કર્યા હતા.
શાનદાર જીત બાદ કેપ્ટન મંધાનાએ શું કહ્યું?
સ્મૃતિ મંધાનાએ ગુજરાત સામેની જીત બાદ કહ્યું, “કોઈ સંદેશ ન હતો, અમારે સરળતાથી રમવાનું હતું, સોફી અને મેં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. છેલ્લી મેચ જોઈ જે પિચ ઝડપી બોલરો માટે હતી. રેણુકા અને સોફી બોલને સ્વિંગ કરી શકે છે. ઇનસ્વિંગર રેણુકા અને આઉટ સ્વિંગર સોફી બંને તેજસ્વી હતા.”
RCBના કેપ્ટનએ વધુમાં ઉમેર્યું હતું કે, “એસ મેઘનાની સ્થાનિક ક્રિકેટમાં છેલ્લી કેટલીક સીઝન શાનદાર રહી છે અને છેલ્લી મેચમાં તેનું પ્રદર્શન શાનદાર હતું. તે આજે ખૂબ જ સારું રમતી હતી અને તેણે ખૂબ જ સારા સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.” “અમને કેવા પ્રકારની ટીમ જોઈએ છે તેના પર છેલ્લા વર્ષમાં ઘણું કામ કરવામાં આવ્યું હતું.”
દર્શકોએ કેપ્ટનનું દિલ જીતી લીધું
સ્મૃતિ મંધાનાએ પણ મોટી સંખ્યામાં મેચ જોવા આવેલા દર્શકોનો આભાર માન્યો હતો. તેણે કહ્યું, “મૅચ જોવા માટે આટલી મોટી સંખ્યામાં દર્શકો આવતા જોઈને મને ખૂબ જ આનંદ થયો. તેમની પણ પ્રશંસા થવી જોઈએ.” તમને જણાવી દઈએ કે અત્યાર સુધી રમાયેલી બંને મેચોમાં RCBને પ્રેક્ષકોનું સંપૂર્ણ સમર્થન મળ્યું છે.