- વાહન ચાલકો દ્વારા ખુલ્લેઆમ નિયમનો ભંગ
- ડાર્ક ફિલ્મ લગાવીને કાર ચલાવતા હોય તેવા કાર ચાલકો સામે કાર્યવાહી
જામનગર ન્યૂઝ : વાહનોમાં ડાર્ક ફિલ્મ લગાડવી એ મનાઈ હોવા છતાં ઘણા વાહન ચાલકો ખુલ્લેઆમ આ નિયમનો ભંગ કરી રહ્યા છે. ત્યારે આવા વાહન ચાલકોને કાયદાના પાઠ ભણાવવા માટે જામનગર પોલીસ વધુ એક વખત જહેમતશીલ બની છે અને જામનગર પોલીસે ગઈકાલે ઝુંબેશ હાથ ધરી જામનગર ખંભાળિયા બાયપાસ રોડ પરથી ડાર્ક ફિલ્મ વાળી કારનાચાલકો અને અટકાવી તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. આ દરમિયાન 20 જેટલા ફોરવીલ ચાલકો પોલીસ ઝપટે ચડયા હોવાનું સામે આવ્યું છે.
જામનગર એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ પ્રોબેશન આઈપીએસ અધિકારી અજય કુમાર મીણાં અને ટ્રાફિક શાખાના પી આઈ.એમ.બી. ગજ્જરની ટીમ દ્વારા ગઈકાલે સાંજે ખંભાળિયા બાયપાસ રોડ પર ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. ડાર્ક ફિલ્મ લગાવીને કાર ચલાવતા હોય તેવા કાર ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. ગઈકાલે સાંજે બે કલાકના સમયગાળા દરમિયાન ડાર્ક ફિલ્મ લગાવેલા 20 કાર ચાલકો મળી આવ્યા હતા. જે તમામ કારમાંથી ડાર્ક ફિલ્મને ટ્રાફિક શાખા ની ટીમ દ્વારા સ્થળ પર જ દૂર કરવામાં આવી હતી, જયારે તેઓ પાસેથી સ્થળ પર હાજર દંડ વસૂલવામાં આવ્યો હતો.
સાગર સંઘાણી