- પરિવાર મિત્રની પુત્રીના લગ્નમાં ગયા અને ચાર વર્ષનો પુત્ર અન્ય છોકરા સાથે રમતા-રમતા ગુમ થયો‘તો
- કોટડા સાંગાણીના તત્કાલીન પી.એસ.આઇ. આર.જે.રામ મોબાઇલમાં આવેલા ફોટાના આધારે ટ્રેનમાંથી અપહતને છોડાવી અપહરણકારને ઝડપી લીધો‘તો
જેતપુરના ચકચારી રૂદ્ર અપહરણ કેસમાં બીએસએફના જવાનને સાત વર્ષની સજા અને રૂા.10,000નો દંડ સેશન્સ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલ છે.
મળતી વિગતો અનુસાર ગત તા.17/2/16ના રોજ જેતપુરના કારખાનેદાર વેપારી કીશોરભાઈ નરશીભાઈ રાખોલીયાના પરીવાર સાથે સાંજના પોતાના મીત્રની દીકરીના લગ્નમાં જેતપુર ખાતે જુનાગઢ રોડ ઉપર આવેલ રજવાડી પાર્ટી પ્લોટમાં ગયેલા હતા તે સમયે તેઓનો પુત્ર રૂદ્રની ઉ.વ.4ની હતી તે બીજા છોકરાઓ સાથે રમતો હોય અને અચાનક ગુમ થઈ ગયેલો તેથી કીશોરભાઈએ પોતાનો પુત્ર ગુમ થવા અંગે જેતપુર સીટી પોલીસમાં અરજી કરેલી કોટડાસાંગાણીના તત્કાલીન પોલીસ ઈન્સ. આર.જે. રામ આઉટ સ્ટેટમં જલગાવ જવા ટ્રેનમાં મુસાફરી કરતા હતા.
ડબ્બામાં બેસેલા તે ડબ્બામાં આરોપી રાકેશપ્રસાદસીંગ અવધેશનારાયણસીંગ એક બાળકને લઈને તે જ ડબ્બામાં બેસેલો હતો દરમ્યાન જેતપુર પોલીસે રૂદ્ર ગુમ થયા અંગે તેનો ફોટો સમગ્ર રાજયમાં તમામ પોલીસ કર્મચારીને વોટસએપ ઉપર મોકલી આપેલ.
ઉપરોકત બાળક રૂદ્ર હોવાનું જણાય આવ્યા બાદ પોલીસ અધિકારીઓએ ભુસાવળ રેલ્વે સ્ટેશને ઉતરી જતા પોલીસ અધિકારીઓએ રેલ્વે સ્ટેશનના સ્ટાફ, રેલ્વે પોલીસ અધિકારીની મદદથી ફીલ્મી ઢબે આરોપીને રૂદ્ર સાથે રંગે હાથ પકડી પાડેલ અને બાળકનો કબજો લઈ તેઓના માતા પિતાને સોંપી આપેલ. પુછપરછમાં આરોપી બીએસએફનો જવાબ હોય તેવું ખુલેલું તેથી તેના અપહરણ માટે આરોપીની ધરપકડ કરી હતી.
ઉપરોકત કેસ દરમ્યાન આરોપીએ અવારનવાર જામીન ઉપર છુટવા માટે સેશન્સ કોર્ટ હાઈકોર્ટમાં અરજીઓ કરેલી પરંતુ તેને જામીન ઉપર મુકત કરવામાં આવેલ નહીં ઉપરોકત કેસ જેતપુર કોર્ટમાં ચાલી જતા આરોપી તરફે તેઓ ગરીબ છે બે સગીર પુત્રીઓ છે પરીવારની જવાબદારી છે તેથી ઓછી સજા કરવા માટે રજુઆત કરેલી જયારે ફરીયાદી તરફે આરોપી બીએસએફનો જવાન છે તેણે પ્રજાનું રક્ષણ કરવાનું હોય છે તેને બદલે રક્ષક ભજક બની ગયેલ છે અને જાણી બુજીને ઈરાદાપૂર્વક પ્લાન બનાવીને રૂદ્રનું અપહરણ કરી જેતપુરથી ભુસાવડ સુધી લઈ ગયેલ છે અને ત્યાંથી પકડાયેલો છે તેથી તેનું કૃત્ય કોઈ રીતે દયાને પાત્ર નથી તેથી પુરેપુરી સજા કરવા વિનંતી કરતા જેતપુરના એડી.સેસન્સ જજ એલ.જી. ચુડાસમાએ આરોપીને કાયદામાં જણાવેલી પુરેપુરી સાત વર્ષની સજા અને રૂા.10,000 દંડનો હુકમ ફરમાવેલ છે.