- ટીમ ઈન્ડિયાએ રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું છે.
- ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવીને ઘરઆંગણે સતત 17મી ટેસ્ટ શ્રેણી જીતી છે.
Cricket News: Ind vs Eng 4th Test: ઈંગ્લેન્ડે ભારતને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ટીમ ઈન્ડિયાએ પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. જો કે એક સમયે ભારતે 120 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.
ભારતે ચોથી ટેસ્ટ 5 વિકેટે જીતી લીધી હતી
ટીમ ઈન્ડિયાએ રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું છે. આ સાથે ભારતીય ટીમે પાંચ મેચોની શ્રેણી પણ 3-1થી જીતી લીધી છે. ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. જોકે, એક સમયે ભારતે માત્ર 120 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે આ પછી શુભમન ગિલ અને ધ્રુવ જુરેલે 77 રનની ભાગીદારી કરી ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. ગિલ 52 અને જુરેલ 39 રને અણનમ પરત ફર્યા હતા. ટેસ્ટ શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાલામાં રમાશે.
ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ નજીક પણ નથી
ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવીને ઘરઆંગણે સતત 17મી ટેસ્ટ શ્રેણી જીતી છે. ભારત ઘરઆંગણે સતત 17 ટેસ્ટ શ્રેણી જીતનારી પ્રથમ ટીમ છે. આ પછી કાંગારૂ ટીમ બીજા સ્થાને છે જેણે ઘરઆંગણે સતત 10 ટેસ્ટ શ્રેણી જીતી હતી.
ભારતને ઘરઆંગણે હરાવવું સરળ નથી!
ઘરઆંગણે ભારતીય ટીમની આ સતત 17મી ટેસ્ટ શ્રેણી જીત છે. છેલ્લી વખત ભારતીય ટીમ નવેમ્બર 2012માં ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી હારી હતી. ત્યારથી તે એક પણ ટેસ્ટ શ્રેણી હારી નથી. જો જોવામાં આવે તો ભારતીય ટીમે ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ જીતની હેટ્રિક લગાવી છે. હકીકતમાં આ પહેલા ભારતે ઈંગ્લેન્ડને ઘરઆંગણે સતત 2 ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું હતું.