- પરપ્રાંતીય શ્રમિકનો બે વર્ષનો પુત્ર રાજ જીંદગીનો જંગ હાર્યો
- જી.જી. હોસ્પિટલમાં છેલ્લા ૨૦ દિવસથી સારવાર હેઠળ હતો
જામનગર સમાચાર : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રામદે રણમલ કરંગીયા નામના ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા નિલેશભાઈ રમેશભાઈ વસાવા નામના પરપ્રાંતીય શ્રમિકનો બે વર્ષ નો પુત્ર રાજ વસાવા, કે જે ખુલ્લા બોરવેલ માં પડી ગયો હતો, જે 9 કલાકની જહેમત બાદ જિંદગીનો જંગ જીતી ગયો હતો . ફાયરતંત્ર- પોલીસ તથા અન્ય સર્વેની અથાગ મહેનતને લઈને બાળકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લેવાયો છે, અને બાળકના પરિવારે હર્ષના આંસુ સાથે સર્વે તંત્રનો આભાર માન્યો છે. ત્યારબાદ તે બાળક જી.જી. હોસ્પિટલમાં છેલ્લા ૨૦ દિવસથી સારવાર હેઠળ હતું .આખરે આજે તેણે જીંદગીનો જંગ હાર્યો છે .
સાગર સંઘાણી