- અશ્વિને રંગના હેરાથને પાછળ છોડીને ટેસ્ટમાં ઘરની ધરતી પર સૌથી વધુ વખત ઇનિંગ્સમાં 5 વિકેટ ઝડપનારા ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે.
- ચોથી ટેસ્ટની બીજી ઈનિંગમાં અશ્વિને 15.5 ઓવરમાં 51 રન આપીને 5 વિકેટ લીધી, આ સાથે તેણે કેટલાક ખાસ રેકોર્ડ બનાવ્યા.
Cricket News: ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઈંગ્લેન્ડ સામે રાંચીમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટની બીજી ઈનિંગમાં પોતાની શાનદાર બોલિંગથી ઈતિહાસ રચી દીધો હતો. અશ્વિને 15.5 ઓવરમાં 51 રન આપીને 5 વિકેટ લીધી, આ સાથે તેણે કેટલાક ખાસ રેકોર્ડ બનાવ્યા.
અનિલ કુંબલેની બરાબરી કરી
અશ્વિન ટેસ્ટમાં સૌથી વધુ વખત એક ઇનિંગમાં 5 વિકેટ લેવાના મામલે સંયુક્ત ચોથા સ્થાને પહોંચી ગયો છે. અશ્વિને 99મી ટેસ્ટ મેચમાં 35મી વખત આ કારનામું કરીને અનિલ કુંબલેની બરાબરી કરી લીધી છે. હવે આ યાદીમાં તેનાથી આગળ મુથૈયા મુરલીધરન, શેન વોર્ન અને રિચર્ડ હેડલી છે.
ભારતમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ
અશ્વિને ભારતમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેની પાસે હવે ભારતમાં 59 ટેસ્ટમાં 354 વિકેટ છે. તેણે અનિલ કુંબલેને પાછળ છોડી દીધો, જેણે ભારતમાં 350 વિકેટ લીધી હતી. આ સિવાય દેશમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાના મામલે હવે માત્ર મુથૈયા મુરલીધરન અને જેમ્સ એન્ડરસન જ તેનાથી આગળ છે.
હેરાથને પાછળ છોડી દીધો
અશ્વિને રંગના હેરાથને પાછળ છોડીને ટેસ્ટમાં ઘરની ધરતી પર સૌથી વધુ વખત ઇનિંગ્સમાં 5 વિકેટ ઝડપનારા ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. અશ્વિને ભારતમાં 27મી વખત ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી છે. તમને જણાવી દઈએ કે અશ્વિનની શાનદાર બોલિંગના કારણે ભારતીય ટીમે બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડને 145 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. પ્રથમ દાવમાં 46 રનની લીડના કારણે ભારતને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.