- ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ જીતી ભારત સિરીઝ અંકે કરવા સજ્જ
ટીમ ઈન્ડિયાના યુવા વિકેટકીપર ધ્રુવ જુરેલે પોતાના કરિયરની બીજી ટેસ્ટ મેચમાં એક એવી ઈનિંગ રમી જેણે ઈંગ્લેન્ડની હાલત બગાડી નાખી હતી. રાંચીમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે આ યુવા બેટ્સમેને એકલા હાથે પ્રથમ ઇનિંગમાં મેચનો નકશો બદલી નાખ્યો હતો. ભારત માટે કપરી સ્થિતિમાં તેણે સારી બેટિંગ કરીને ટીમને ઉગારી હતી. ધ્રુવે 90 રનની જોરદાર ઈનિંગ રમીને ઈંગ્લેન્ડની મોટી લીડની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. ભારત એક સમયે સંકટમાં હતું ત્યાંથી ભારતનો પ્રથમ દાવ 307 રન સુધી મર્યાદિત રહ્યો હતો અને ધ્રુવની ઈનિંગ્સે ઈંગ્લેન્ડને માત્ર 46 રનની લીડ લેવા દીધી હતી.
એટલું જ નહીં મહેન્દ્રસિંહ ધોનીની જેમ ઝુલેલ વિકેટકીપિંગમાં પણ સતત એલર્ટ જોવા મળ્યો હતો જેના કારણે હવે ભારતને ધોની જેવો નવો વિકેટકીપર પણ મળી રહેશે. યશસ્વી જયસ્વાલ સિવાય ભારતીય ટીમના તમામ મોટા બેટ્સમેનો પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડ સામે ઘૂંટણીએ પડી ગયા હતા. આવી સ્થિતિમાં માત્ર એક મેચ પહેલા જ ટેસ્ટ ડેબ્યૂ કરનાર ધ્રુવ જુરેલે નેતૃત્વ સંભાળ્યું હતું. તેણે મેચના ત્રીજા દિવસે 96 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી પોતાની અર્ધી સદી પૂરી કરી. ત્યાર પછી તેણે આક્રમક બેટિંગ કરતા, તેણે બાઉન્ડ્રી ફટકારવાનું શરૂ કર્યું અને તેની પ્રથમ ટેસ્ટ સદી પૂરી કરવાની નજીક આવી ગયો. તે માત્ર 10 રનથી આ સિદ્ધિ હાંસલ કરવામાં ચૂકી ગયો પરંતુ તેણે ભારતીય ટીમને સુરક્ષિત બનાવી દીધી.
રાજકોટ ટેસ્ટમાં ડેબ્યુ કરનાર ધ્રુવ જુરેલ રાંચી ટેસ્ટમાં ત્રીજા દિવસે હીરો બન્યો હતો. ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓ સહિત આખો દેશ તેની પ્રશંસા કરી રહ્યું છે. ભારતીય ટીમના મુશ્કેલ સમયમાં ધ્રુવ જુરેલે ૧૪૯ બૉલમાં ૬ ચોગ્ગા અને ૪ સિક્સરની મદદથી ૯૦ રન ફટકાર્યા હતા. ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસકરે ધ્રુવ જુરેલ પર મોટું નિવેદન આપ્યું છે. ધ્રુવ જુરેલની બૅટિંગ અને વિકેટકીપિંગ સિવાય સુનીલ ગાવસકર તેની વિચારસરણીથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. સુનીલ ગાવસકરે કહ્યું કે ‘ધ્રુવ જુરેલની હાજરી જોઈને મને મહેન્દ્ર સિંહ ધોનીની યાદ આવી ગઈ હતી. હું માનું છું કે ભારતના આગામી મહેન્દ્ર સિંહ ધોનીને ધ્રુવ જુરેલના રૂપમાં તૈયાર કરવામાં આવે તો સારું. રાંચીમાં ધ્રુવ જુરેલે જે રીતે બૅટિંગ કરી છે એનાથી સ્પષ્ટ છે કે તે આવતા દિવસોમાં ઘણી વખત સદીનો આંકડો પાર કરશે. ધ્રુવ જુરેલ ભલે ગઈ કાલે સદીના આંકડાને સ્પર્શી ન શક્યો, પરંતુ જે રીતે વિચારી રહ્યો છે એ રીતે તે આગામી દિવસોમાં ઘણી સદી ફટકારશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ હાલ ભારતના નામે હોઈ તેવું સ્પષ્ટ ચિત્ર સામે આવ્યું છે. જીતવા હવે ભારતે 100 રનથી પણ ઓછા રન કરવાના છે અને આ ટેસ્ટ મેચ જીતી જતા જ ભારત ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શૃંખલા જીતી જશે જેની પાછળનો મુખ્ય હીરો ધ્રુવ જીવેલ અને ભારતીય સ્પીનરો છે.
ક્લોઝ ફિલ્ડિંગમાં સરફરઝને હીરો ગીરીન કરવા રોહિતે તાકીદ કરી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ રાંચીના રાંચી ખાતે ઈન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો છે. ઈંગ્લેન્ડે ભારતને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટાર્ગેટનો પીછો કરતા ભારતે ત્રીજા દિવસે (25 ફેબ્રુઆરી) સ્ટમ્પ સુધી કોઈ પણ નુકશાન વિના 40 રન બનાવ્યા હતા. મેચના ત્રીજા દિવસે ભારતીય કેપ્ટન રોહિત શર્મા સાથી ખેલાડી સરફરાઝ ખાન પર ગુસ્સે થઈ ગયો હતો. નારાજગીનું કારણ પણ હતું, કારણ કે સરફરાઝ હેલ્મેટ પહેર્યા વિના ક્લોઝ-ઇન પોઝીશનમાં ફિલ્ડ કરવા માટે ઊભો હતો. રોહિત દ્વારા ઠપકો આપ્યા બાદ સરફરાઝ હેલ્મેટ પહેરીને મેદાનમાં ઉતર્યો હતો.