- વાઘોડીયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ભાજપમાં ઘર વાપસી
વડોદરા ખાતે વડોદરાના વાઘોડિયાના પુર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.આ તકે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ જણાવ્યું હતું કે, આજે ધર્મેન્દ્રસિંહની વાઘેલાની ઘર વાપસી થઇ છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એક વિચારઘારા સાથે જોડાયેલો છે. ભાજપનો કાર્યકર જનતાના કામ કરવા જોતરાયેલો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જે પણ વચનો આપ્યા તે તમામ પુર્ણ કર્યા છે એટલે જનતાને તેમની ગેરંટી પર વિશ્વાસ છે. ભાજપ સિવાય એવી કોઇ પાર્ટી નથી કે તેમણે આપેલા વચનો પુર્ણ કર્યા હોય.
કોંગ્રેસે છેલ્લા 30 વર્ષોમાં કામોના ખાતુમુહુર્ત કરી કામો પુરા ન કર્યા તે કામો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પુર્ણ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દરેક વર્ગના લોકો માટે કામ કર્યુ છે. જ્ઞાતિવાદ અને સમાજમાં ભાગલા ન પડે તેની ચિંતા કરી છે. મહિલાઓને સશક્ત સાથે સમૃદ્ધ કરવાના પ્રયાસો કર્યા છે. દેશના યુવાનો આત્મનિર્ભર થાય તે દિશામાં કામ કર્યુ છે. ખેડૂતોની આવક વધે તે દિશામાં કામ કર્યુ છે, હવે નાની મોટી મદદ માટે તેમને કોઇ પાસે હાથ નથી લંબાવવો પડતો કારણ કે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તેમના ખાતામાં સિઘા રૂપિયા જમા થાય છે.
મોદીએ દેશમાં 25 કરોડ લોકોને ગરિબિ રેખાથી દુર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આપણા દેશના રક્ષણ માટે ભારતની બનાવટ ટેન્કનું ઉત્પાદન શરૂ કરાવ્યું છે જેના કારણે આજે યુદ્ધ સમયે અમેરિકા પાસેથી શસ્ત્ર માંગવાની જરૂર નહી પડે. દુશ્મનોને આજે ભારતીય સેના ઘરમાં ઘુસી વાર કરી શકે છે, પહેલા ચાઇનાના સૈનિકો ભારતીય સરહદમાં 15 કિમી સુઘી અંદર આવી જતા પણ મોદી સાહેબના આવ્યા પછી એક ઇંચ ભારતની અંદર આવવાની તાકાત નથી. લોકસભાની ચૂંટણીમાં દરેક ઉમેદવારને પાંચ લાખથી વધુની લીડ સાથે જીતાડી મોદીનો હાથ મજબૂત કરીએ.
પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, હું ભાજપમાં જોડાવવાનો છું તે વાત ઘણા સમયથી ચાલતી હતી. વાઘોડીયાની જનતા અને મારી કોર કટીમની લાગણીને કારણે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શનમાં ઘરવાપસી થઇ છે. જે પક્ષે 500 વર્ષ પછી અયોધ્યામાં રામ ભગવાનને બિરાજમાન કરી સમગ્ર દેશ રામમય બનાવ્યો હોય તે ઘરમાં વાપસી કરવાની તક મળી છે. ભારતીય જનતા પાર્ટી અન્ય રાજકીય પાર્ટીની માફક વાયદા પાર્ટી નથી. મોદીએ જે પણ વચનો આપ્યા છે તે તમામ વચનો પુર્ણ કર્યા છે. તક ન ઝડપી હોત તો વાઘોડીયાની જનતા સાથે અન્યાય કર્યો હોય તેમ કહેવાત એટલે આજે મોટી સંખ્યામાં સમર્થકો સાથે જોડાયો છું. વાઘોડીયા વિઘાનસભા અને લોકસભાનો ઇતિહાસ રચાશે. વાઘોડીયા વિઘાનસભામાં દોઢ લાખની લીડથી વિઘાનસભા અને લોકસભા જીતાડીશુ. રાજયના મુખ્યમંત્રીએ આપણને ફકત છ મહિનાના ટુંકા ગાળામાં વાઘોડીયા નગરપાલિકા આપી છે જેથી વાઘોડીયાની જનતા તેમનો રૂણ ભુલશે નહી.