- IPL 2024 માર્ચથી શરૂ થવાની ધારણા છે. 26 વર્ષીય ઋષભ પંત પણ આ વખતે IPL રમતા જોવા મળી શકે છે.
ભારતીય ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. દેશનો પ્રિય ક્રિકેટર ઋષભ પંત ઈજા બાદ મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે. પંતે પોતે આ વીડિયો શેર કરીને પોતાની ફિટનેસ અંગે અપડેટ આપી છે. રિષભ પંત સુંદર શોટ્સ ફટકારી રહ્યો છે અને વિકેટકીપિંગમાં પોતાનો હાથ બતાવી રહ્યો છે. આ સાથે તેણે સંકેત આપ્યા છે કે તે ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝનમાં રમવા માટે તૈયાર છે.
Progressing ⚡️💪#RP17 pic.twitter.com/Um1GOBb4VV
— Rishabh Pant (@RishabhPant17) February 20, 2024
IPL 2024 માર્ચથી શરૂ થવાની ધારણા છે. 26 વર્ષીય ઋષભ પંત પણ આ વખતે IPL રમતા જોવા મળી શકે છે. ઈજાના કારણે તે ગત સિઝનમાં રમ્યો ન હતો. ઋષભ પંતનો ડિસેમ્બર 2022માં અકસ્માત થયો હતો. ત્યારથી તે ક્રિકેટથી દૂર થય ગયો હતો.
અકસ્માત બાદ રિષભ પંતને ગંભીર ઈજાઓ થઈ હતી. તેનો જીવ માંડ માંડ બચ્યો હતો. પરંતુ આ લડાયક ક્રિકેટરે ઝડપથી રિકવરી કરી લીધી છે અને હવે તે મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે. પંતે તાજેતરમાં વોર્મ-અપ ગેમ્સમાં પણ ભાગ લીધો હતો. રિષભ પંત હજુ પણ દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે.
રિકી પોન્ટિંગે તાજેતરમાં કહ્યું હતું કે રિષભ પંત IPL 2024માં વાપસી કરવા માટે તૈયાર છે. પોન્ટિંગે કહ્યું હતું કે પંતનો પ્રારંભિક મેચોમાં પ્રભાવશાળી ખેલાડી તરીકે ઉપયોગ કરી શકાય છે. એટલે કે તે નિષ્ણાત બેટ્સમેનની જેમ બેટિંગ કરશે, પરંતુ તેને ફિલ્ડિંગ માટે મેદાનમાં આવવું પડશે નહીં.