- રશિયા પાસેથી અઢળક ક્રૂડની ખરીદી પાછળનું કારણ જણાવતા વિદેશમંત્રી
ભારતે રશિયા સાથે તેના આર્થિક સંબંધોનો વિસ્તાર કર્યો છે. રશિયાએ ક્યારેય ભારતના હિતોનું ઉલ્લંઘન કર્યું નથી અને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો સ્થિર અને મૈત્રીપૂર્ણ છે. બીજી તરફ ચીન સાથે રાજકીય અને સૈન્ય સંબંધો એટલા સારા નથી. તેમ વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યું છે.
જયશંકરે વધુમાં કહ્યું કે ભારત યુક્રેન યુદ્ધને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, દરેક આ સંઘર્ષથી પરેશાન છે. મને ખબર નથી કે આ કેવી રીતે સમાપ્ત કરવું. જ્યારે યુક્રેનમાં રશિયન સૈન્ય હસ્તક્ષેપ છતાં રશિયા સાથે સૈન્ય સંબંધો વિશે પૂછવામાં આવ્યું ત્યારે જયશંકરે કહ્યું, જો ઇતિહાસમાં જોવામાં આવે તો રશિયાએ ક્યારેય અમારા હિતોને નુકસાન પહોંચાડ્યું નથી. રશિયાના યુરોપ, અમેરિકા, ચીન કે જાપાન સાથેના સંબંધોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે.
જયશંકરે ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઈલની ખરીદીને પણ યોગ્ય ઠેરવી હતી. જ્યારે યુક્રેનમાં લડાઈ શરૂ થઈ, ત્યારે યુરોપે તેની ઉર્જા ખરીદીનો મોટો હિસ્સો મધ્ય પૂર્વમાં શિફ્ટ કર્યો – ત્યાં સુધીમાં તે ભારત અને અન્ય દેશોને મુખ્ય સપ્લાયર હતો, એમ તેમણે જણાવ્યું હતું. આના પર આપણે શું કરી શકીએ? મધ્ય પૂર્વે યુરોપને પ્રાધાન્ય આપ્યું. યુરોપે તેમને વધુ ચૂકવણી કરી.
તેણે આગળ કહ્યું કે તે સમયે કાં તો અમારી પાસે કોઈ ઊર્જા ન હોત કારણ કે બધું તેની પાસે ગયું હોત. અથવા અમારે ઘણું ચૂકવવું પડ્યું હોત કારણ કે યુરોપ વધુ ચૂકવણી કરી રહ્યું હતું.