- 121 કરોડના ખર્ચે નવનિર્મિત હોસ્પિટલનું તા.25ને રવિવારે પી.એમ.મોદીના હસ્તે લોકાપર્ણ
- ગર્ભમાં રહેલા શિશુથી લઈ ત્રણ વર્ષના બાળક અને તેની માતાની એક જ સ્થળે સાર સંભાળ અને સારવાર
નવનિર્મિત ઝનાના હોસ્પિટલ આગામી તા.25ને રવિવાર રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે. નવજાત શિશુઓને એક જ સ્થળે સારવાર મળી રહે તે હેતુથી જનાના હોસ્પિટલનું નિર્માણ થયું છે.માતાના ગર્ભમાં બાળકની નિર્માણ પ્રકિયથી લઇને બાળકની ત્રણ વર્ષની ઉંમર સુધી માતા અને બાળક માટે સાર સંભાળની જરૂરિયાત રહે છે.આ સાર સંભાળ રાખવા માટે ઘણો બધો ખર્ચ થતો હોય છે.બાળક અને માતાની સંભાળ માટે લોકો ખર્ચ સામે જોતા નથી.જો યોગ્ય સંભાળ ન થાય તો ક્યારેક બાળક અથવા માતા જીવ ગુમાવી દેતા હોય છે.વધતી જતી મોંઘવારી વચ્ચે માતા અને બાળકની કાળજી રાખવામાં ઉણપ ન આવે તે માટે રાજકોટની સિવિલ હોસ્પિટલના નેજા હેઠળ શિશુ અને ધાત્રીની દેખરેખ, સંભાળ અને સારવાર માટે નવનિર્મિત ઝનાના હોસ્પિટલ એક જરૂરિયાતમંદ લોકો માટે ચોક્કસ રીતે આશીર્વાદ રૂપ બની રહેશે.
સૌરાષ્ટ્રની સૌથી ઊંચી રૂ.121 કરોડના ખર્ચે નિર્માણ પામેલી ઝનાના હોસ્પિટલમાં 793 જેટલા પથારીની વ્યવસ્થા સાથે હોસ્પિટલમાં ત્રણ વિભાગ છે જેમાં ગાયનેક , પીડિયાટ્રિક અને ડીએઆઇસી નો સમાવેશ થાય છે .
જેમાં ગાયનેક વિભાગમાં હોસ્પિટલમાં તમામ પ્રકારની સ્ત્રીરોગવિજ્ઞાન-સંબંધિત અને ગર્ભાવસ્થા-સંબંધિત સેવાઓ પ્રદાન કરશે અને બહારના દર્દીઓને પણ સંભાળશે. દર્દીઓની સુવિધા માટે એક જ ફ્લોર પર ઈમરજન્સી સારવાર વિભાગ, મમતા ક્લિનિક, સોનોગ્રાફી અને બ્લડ ટેસ્ટની સુવિધા હશે.અન્ય સુવિધાઓમાં 18 પથારી ધરાવતો અરાઈવલ રૂમ, પ્રથમ વખત રિપોર્ટિંગ કરનારા દર્દીઓ માટે સ્પેશિયલ લેબર રૂમ, નવજાત કોર્નર, મહિલાઓથી પીડાતા વિવિધ પ્રકારના કેન્સરની તપાસ માટે અલગ વિભાગ, મેનોપોઝ ક્લિનિક અને ફેમિલી પ્લાનિંગ વિભાગનો સમાવેશ થાય છે.જો સગર્ભાવસ્થા દરમિયાન ગંભીર રીતે બીમાર મહિલાઓની પ્રસૂતિ માટેની વિશિષ્ટ સઘન સારવાર માટે ઓસ્ટેટ્રિક આઇ.સી યુ. સેન્ટર બનાવવમાં આવ્યું છે.સગર્ભા સ્ત્રી તેને લગતા રોગ અને કુટુંબ નિયોજન વોર્ડની રચના કરવામાં આવી છે. સગર્ભા માતાને જો નોર્મલ ડિલિવરી શક્ય ન હોય ત્યારે સિઝીરિયન ઓપરેશન કરવા માટે સ્પેશિયલ ડોકટર ટીમ રાખવામાં આવી છે.
આ હોસ્પિટલમાં નવજાત શિશુઓ અને તેમની માતાઓની સારવાર માટે પીડીયાટ્રિક વોર્ડ બનાવ્યો છે. બાળકો માટે વેન્ટિલેટર સુવિધા સાથે 25 બેડનું આઈસીયુ પણ સ્થાપિત કર્યું છે અહી બે વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે પોર્ટેબલ સોનોગ્રાફી મશીન અને કાર્ડિયોગ્રામ મશીન જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે.મોટી ઉંમરના બાળકોને ઑપરેશન બાદ સાર સંભાળ માટે 44 બેડ સુવિધા સાથે અલગ વિભાગ છે.કુપોષિત બાળકોના વજન પધારવા માટે 25 બેડ સાથે ન્યુટ્રિશન રીહેબીલીટેશન સેન્ટર અહીં ઉપસ્થિત છે જે કુપોષિત બાળકોને સમાનતાની હરોળમાં લાવવા પ્રયત્નશીલ રહેશે.હિમોફીલિયાથી પીડિત બાળકોને લોહી ચઢાવવા માટે 25 પથારી સાથેનો એક અલગ વિભાગ બનાવવામાં આવ્યો છે.નવજાત બાળક અને માતાની કેર કરવા મધર ન્યુબોર્ન ઇન્ટેનશિવ કેર યુનિટ બનાવીને નવજાત શિશુનો ખ્યાલ રખાશે.નવજાત બાળકને કંઈ રીતે ખ્યાલ રખાય તે માટે 100 બેઠક ધરાવતું પીડિયાટ્રિક ટ્રેનીંગ સેન્ટર સ્થાપવામાં આવ્યું છે
અહીની હોસ્પિટલમાં ત્રીજો વિભાગ એટલે ડીસસ્ટ્રીક અલી ઇનવેસન સેન્ટર છે. જે ભણવામાં તકલીફ ધરાવતા બાળકોને સારવાર માટે સુવિધા અને કુપોષણથી પીડિત અથવા દિવ્યાંગ બાળકોની સારવાર માટે સૌરાષ્ટ્રના બાળકોને સારવાર આપવા માટેનો ધ્યેય છે.બાળકની સારવાર દરમિયાન આકર્ષિત જ્યારે અહી થેલેસેમિયા અને બાળરોગ ન્યુરોસર્જીકલ વિભાગ અને સર્જીકલ વિભાગ પણ હશે.બાળકોને આકર્ષિત કરી તેનામાં વિચાર શક્તિની કુંપણ ફૂટે અને બાળકની નિરીક્ષણ શક્તિ દ્વારા વિચાર શક્તિનો વિકાસ થાય તે માટે રાજકોટની ઝનાના હોસ્પિટલમાં ચિત્ર દોરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
નવજાત શિશુની સંભાળ માટે એસએનસીયુ અને પીઆઈસીયુ વિભાગ
ઝનાના હોસ્પિટલમાં નવજાત બાળકની સારસંભાળ એસએનસીયુ અને પીઆઈસીયુ વિભાગ હશે.જેમાં એસએનસીયુ એટલે સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ એ લેબર રૂમની નજીકમાં એક નવજાત એકમ છે જે બીમાર નવજાત શિશુઓ માટે વિશેષ સંભાળ કરશે. જ્યારે પીઆઇસીયું એટલે જ્યાં બાળકોને ઉચ્ચ સ્તરની ગુણવત્તાયુક્ત બાળ ચિકિત્સા સંભાળની જરૂર હોય ત્યારે ત્યાં લઈ જવામાં આવે છે.
ડીએઆઇસી વિભાગમાં દિવ્યાંગો માટે વિશિષ્ટ વિભાગ
ડીસ્ટ્રીક્ટ અર્લી ઇન્ટરવેશન સેન્ટરમાં 6 વર્ષથી નાના મૂકબધિર,માનસિક કમજોર સહિતના દિવ્યાંગ બાળકોનો સામાન્ય બાળકની જેમ ઉછેર થાય તે માટે અલગ વિભાગ સ્થપાયો છે.અહી અલગથી ડેનસ્ટિટ, ફિઝિયોથેરાપિસ્ટ સ્પીચ થેરાપિસ્ટ સહિતનો અલગ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે જે સ્ટાફ આ વિભાગ સિવાય અન્યત્ર ફાળવી શકાશે નહિ.
મિલ્કબેંક સુવિધાથી સજ્જ સૌરાષ્ટ્રની એકમાત્ર હોસ્પિટલ
અહીંની ઝનાના હોસ્પિટલમાં દૂધ બેંક એટલે કે મિલ્ક બેંકની સ્થાપના કરવામાં આવશે.જેમાં 14 દિવસ સુધી માતાના દૂધનો સ્ટોક કરવામાં આવશે.જો કોઈ કારણસર નવજાત બાળકની માતાનું મૃત્યુ થાય અથવા કોઈ બીમારી સબબ માતા બાળકને સ્તનપાન ન કરાવી શકે તેવી પરિસ્થિતિમાં બાળકના પોષણ માટે માતાનું દૂધ ઉપલ્બધ બની રહે અને શિશુની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે મિલ્ક બેંકની ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે.
કુપોષિત બાળકોની કાળજી માટે એઆરસી સેન્ટર
રાજકોટ જિલ્લામાં 3500 થી વધુ કુપોષિત બાળકો ચોપડે નોંધાયા છે ત્યારે આવા બાળકોને પોષણ મળી રહે તે માટે એનઆરસી (ન્યુટ્રિશિયન રિહેબીટેશન સેન્ટર)સુવિધા ઊભી કરવામાં આવી છે.