- જય રામદાસજી મહારાજે આશિવચન દરમ્યાન નિર્માણાધીન શ્રીરામધામમને છોટી અયોધ્યા નામ આપ્યું
- બ્રહ્મ ચોર્યાસીમાં હજારો ભુદેવો હર્ષભેર જોડાયા: ભુદેવોએ આપ્યાઅંતરનાં આશિર્વાદ: શ્રી રામધામ નિર્માણ કાર્ય ઝડપથી પૂરૂ થાય તેવા આશિર્વાદ
- શ્રીરામધામના 108 કુંડી શ્રી રામ મહાયજ્ઞના શાસ્ત્રી પદે કૌશીકભાઈ શાસ્ત્રી તથા તેમના સાથી ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે રહ્યા હતા: ટ્રસ્ટી હસુભાઈ ભગદેવ ગિરીશભાઈ કાનાબાર
Vankaner News
જયરામદાસજી મહારાજે અબતકનું કયુર્ં રસ પૂર્વક વાંચન
શ્રી રામધામ (છોટી અયોધ્યા) ખાતે 108 કુંડી શ્રી રામમહાયજ્ઞમાં ઉપસ્થિત ગોંડલ રામજી મંદિરના ગાદીપતિ મહંત જયરામદાસજી મહારાજ ‘અબતક’નું રસ પૂર્વક વાંચન કરી ટીમ અબતકને આશિવચન પાઠવ્યા હતા.
વાંકાનેર ચોટીલા બાઉન્ટ્રી નજીક આકાર લઈ રહેલ સમસ્ત રઘુવંશી સમાજનં એકતા, શ્રધ્ધા, સંગઠન સમુ શ્રી રામધામનું તા.16.2.24 થી 19.2.24 ચાર દિવસીય 108 કુંડી શ્રી રામમહાયજ્ઞ, ભૂમી પૂજન બ્રહ્મ ચોર્યાશી જલયાત્રા સહિતના કાર્યક્રમોનું સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત-કચ્છના સમસ્ત રઘુવંશી પરિવાર તથા સાધુ સંતોની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી રામધામ ટ્રસ્ટ જાલીડાના તમામ ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં સુંદર જાજરમાન આયોજન કરવામાં આવેલ હતુ.
ૈઆ તકે પરમ પુ. સદગુરૂદેવ શ્રી હરીચરણદાસજી મહારાજની આજ્ઞા મુજબ ભૂમીપૂજન પહેલા 108 કુંડી શ્રી રામ મહાયજ્ઞ, જલયાત્રા, બ્રહ્મચોર્યાસી બાદ ભૂમી પૂજનનું આયોજન કરવા સદગુરૂદેવે આજ્ઞા કરેલ હતી.
હાલ ગોંડલ રામજી મંદિરના ગાદી પતિ મહંત પૂ. જયરામદાસજી મહારાજની ઉપરોકત ચાર દિવસીય કાર્યક્રમમાં ઉપસ્થિતિમાં આ ઐતિહાસીક આ કાર્યક્રમ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ.
બીજુ આજરોજ શ્રી રામધામ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાંથી આમંત્રીત કરાયેલ સંતો મહંતો ભુદેવો પધારી શ્રી રામધામની પવિત્ર ધરા પર ચલી રહેલ 108 કુંડી શ્રી રામયજ્ઞની પ્રદક્ષીણા કરી સંતો મહંતોએ આશિવચન સાથે મર્યાદા પુરૂષોતમ પ્રભુ શ્રી રામચંદ્રજી ઝડપથી આ પાવન ભૂમી પર બિરાજમાન થાય તેવા શુભ આશીષ પાઠવ્યા હતા.
શ્રી રામધશમ ખાતે ચાલી રહેલ શ્રી રામમહાયજ્ઞમાં પધારેલ સંતો મહંતો તથા સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતનાં રઘુવંશી પરિવારોની વિશેષ ઉપસ્થિતિમાં ગોંડલ રામજી મંદિરના ગાદીપતિ મહંત પૂ. જયરામદાસજી મહારાજે આશિવચન દરમ્યાન નિર્માણાધીન શ્રી રામધામને છોટી અયોધ્યા નામ આપવામાં આવ્યું હતુ.
વધુ પૂ. જયરામદાસજી મહારાજે આશિવચનમાં જીતુભાઈ સોમાણીને શ્રી રામઉપરની ભકિત અનો સમગ્ર રઘુવંશી સમાજને એકછત્ર નીચે લાવવાની તેમની પ્રબળ ઈચ્છાને બિરદાવીને આ છોટી અયોધ્યા શ્રી રામધામની પાવન ભૂમી પર પ્રભુ શ્રી રામચંદ્રજી, સંત શ્રી પૂ. જલારામબાપા તેમજ વિરદાદા જસરાજજીનું ભવ્યથક્ષ ભવ્ય મંદિર નિર્માણ કાર્ય ઝડપથી થશે જ જેમા આ કાર્યમાં સદગુરૂદેવ પૂ. હરિચરણદાસજી મારાજની આજ્ઞા અને આશિર્વાદ છે જ આજે ગુરૂદેવના અંતરીક્ષમાંથી તેમના આશિર્વાદ આપણી સાથે જ છે.
આજથી જ શ્રી રામધામની પાવન ભૂમી છોટી અયોધ્યા તરીકે ઓળખાશે આ વાતને સમગ્ર સંતો મહંતો રઘુવંશી પરિવારોની ઉપસ્થિતિમાં સૌ ભકતજનોએ જયશ્રીરામના જયઘોષથી સ્વીકારી આનંદ વ્યક્ત કર્યો હતો.
તેમજ આજરોજ તા.19.2ને સોમવારે સમસ્ત રઘુવંશી સમાજનું ભવ્યથી ભવ્ય શ્રી રામમંદિર પૂ.જલારામ મંદિર તથા પૂ. શ્રી વિરદાદા જશરાજજીનુ જે મદિર નિર્માણનું ભૂમી પૂજન બપોરે 1.30 કલાકે કરાયું હતુ.