- 15 મે થી 31 મે દરમિયાન પરીક્ષા યોજાશે: પરીક્ષા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાથી શરૂ થશે
CUET UG 2024 15 મે થી 31 મે, 2024 દરમિયાન યોજાશે. આ વર્ષે મોટાભાગની યુનિવર્સિટીઓના ગ્રેજ્યુએશન પ્રોગ્રામ્સમાં પ્રવેશ ફક્ત CUET UG સ્કોર પર આધારિત હશે. જે વિદ્યાર્થીઓ 12માની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી સેન્ટ્રલ, સ્ટેટ, ડીમ્ડ અથવા પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા માંગતા હોય તેમના માટે CUET UG 2024ની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. એનટીએ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ cuet.samarth.ac.in પર CUET UG 2024 રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરશે.
CUET UG પરીક્ષા દેશની સૌથી મોટી પરીક્ષાઓમાં સામેલ છે. કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટમાં મોટી સંખ્યામાં ઉમેદવારો સામેલ થાય છે. આ પરીક્ષા પણ ઘણા દિવસો સુધી ચાલુ રહે છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો CUET UG 2024 પરીક્ષા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાથી શરૂ થશે. જોકે, એનટીએ તરફથી આ મામલે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું નથી.
CUET UG 2024 પરીક્ષા ઘણા વિષયો માટે ઑફલાઇન મોડમાં લેવામાં આવશે. જે વિષયો માટે 1.5 લાખથી વધુ ઉમેદવારો અરજી કરશે તે ઑફલાઇન મોડમાં હાથ ધરવામાં આવશે. આ વર્ષે CUET UG પરીક્ષા હાઇબ્રિડ મોડમાં લેવામાં આવશે. જેનો લાભ ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારોને મળશે. આનો અર્થ એ છે કે જે વિષયો માટે ઓછી અરજીઓ છે તે વિષયોની પરીક્ષા ઓનલાઈન મોડમાં લેવામાં આવશે.
પરીક્ષાનું શિડ્યૂલ
CUET UG પરીક્ષા 15 મે થી 31 મે, 2024 દરમિયાન લેવામાં આવશે. CUET UG 2024નું પરિણામ જુલાઈના ત્રીજા કે ચોથા સપ્તાહમાં જાહેર થવાની ધારણા છે. આ પરીક્ષા માટે અરજદારોની વય મર્યાદા પર કોઈ પ્રતિબંધ નથી. ઉમેદવારે 12માની બોર્ડની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. 13 ભાષાઓમાં આયોજિત આ પરીક્ષા દ્વારા, વ્યક્તિને ડીયું, જેએનયુ, બીએચયૂ, લખનઉ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીઓના અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવાની તક મળે છે.