793 બેડ, ટ્રાઈએજ એરિયા, ઓપરેશન થીયેટર, કુપોષિત બાળકો માટે ન્યુટ્રીશનલ રીહેબિલિટેશન સેન્ટર સહિતની સુવિધાથી સજ્જ

નવજાત બાળકો અને પ્રસુતાઓ માટે એન.આઈ.સી.યુ., પી.આઈ.સી.યુ. અને એસ.એન.સી.યુ.ની સુવિધાઓ 

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે રૂ. 121 કરોડના ખર્ચે ‘’મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હેલ્થ બિલ્ડીંગ” લોકાર્પણ કરવામાં આવશે, જેના પરિણામે સૌરાષ્ટ્ર- કચ્છની જનેતાઓ અને નવજાત શિશુઓને એક જ સ્થળેથી વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓનો લાભ મળી રહેશે. આ બિલ્ડીંગ મુખ્યત્વે પીડીયાટ્રિક વિભાગ અને ગાયનેક વિભાગ સહિત લેબોરેટરી અને રેડિયોલોજીની અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે.

child 3

ગાયનેક વિભાગમાં 370 બેડ અને 9 ઓપરેશન થીયેટર બ્લોક, 18 બેડનો પ્રસુતિ રૂમ, રિસ્કી ડીલીવરી માટે ક્વોલિફાઇડ નર્સિંગ દ્વારા 4 બેડના મીડ વાઈફ લેડ કેર યુનિટ અને નવજાત શિશુ માટે હ્યુમન મિલ્ક બેંકની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ 6 બેડનો ટ્રાઈએજ એરિયા, નવજાત શિશુઓની સારવાર માટે ચાર ન્યુ બોર્ન કોર્નરની સુવિધા, સગર્ભાઓ, સ્ત્રીરોગ, કુટુંબ નિયોજન તેમજ બાળકો માટે “1000 દિવસ”ના સર્ટીફીકેશન મુજબ અલગથી લેબરરૂમ, ઓ.પી.ડી.ની વ્યવસ્થા અને મમતા ક્લિનિક સહીત “ઓલ ઈન વન સેન્ટર” બનાવવામાં આવ્યું છે.

360 મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હેલ્થ બિલ્ડીંગ 1

જયારે પીડીયાટ્રિક વિભાગમાં તાજા જન્મેલા બાળકોની સારવાર માટે ત્રણ લેવલમાં એન.આઈ.સી.યુ. (નિયોનેટલ ઈન્ટેન્સીવ કેર યુનિટ) બનાવાયું છે. તેમજ એન.આઈ.સી.યુ. ટ્રેનિંગ માટે 100 લોકોની બેઠક વ્યવસ્થાનું ટ્રેનિંગ સેન્ટર ઉપલબ્ધ કરાશે. ઉપરાંત, બાળકો માટે વેન્ટીલેટર સાથે 25 બેડનું આઈ.સી.યુ., કુપોષિત બાળકોના વજન વધારવા માટેનું 25 બેડનું ન્યુટ્રીશનલ રીહેબિલિટેશન સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યું છે.

360 મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હેલ્થ બિલ્ડીંગ 5

બાળકોમાં રકતસંબંધી જનીનિક રોગો જેવા કે હીમોફેલીયા અને થેલેસેમીયાગ્રસ્ત બાળકોને લોહી ચડાવવા માટેના અલાયદા વિભાગ સહિત પીડીયાટ્રિક ન્યુરો સર્જીકલ અને સર્જીકલ વિભાગ તેમજ બાળકોની સારવાર દરમ્યાન રમત-ગમત માટેનો પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે. મોટી ઉંમરના બાળકો માટે હાઈ ડીપેન્ડન્સી યુનિટ, પોર્ટેબલ સોનોગ્રાફી, કાર્ડીયોગ્રાફી મશીન સહિતની સુવિધાઓનો લાભ સૌરાષ્ટ્રના દર્દીઓને મળી રહેશે.

360 મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હેલ્થ બિલ્ડીંગ 8

સિવિલ હોસ્પિટલ ખાતે વડાપ્રધાનના હસ્તે સીટી સ્કેન સેન્ટર ખુલ્લું મુકાશે

ફૂલ બોડી સ્કેન, હેડ સ્કેન, એન્જીઓગ્રાફી, અદ્યતન ઈમેજીંગ સેવાઓ ઉપલબ્ધ

WhatsApp Image 2024 02 19 at 17.10.31 1f7e21c5

રાજકોટ સિવિલ ખાતે પી.એમ.એસ.એસ.વાય(પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના) અન્વયે અનેકવિધ મેડીકલ સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં કેથલેબ, એમ.આર.આઇ. ઉપરાંત સીટી સ્કેન સેન્ટરની વધુ એક સુવિધા પ્રધાનમંત્રીના હસ્તે તા.25 ફેબ્રુઆરીના રોજ ખુલ્લી મુકાવા જઈ રહી છે.  સિવિલ હોસ્પિટલના અધિક્ષક

ડો.આર.એસ.ત્રિવેદીના જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલમાં જી.ઈ.વિપ્રો 128 સ્લાઈસ સીટી સ્કેનર મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે, જેની કિંમત આશરે છ કરોડ છે. આ મશીન થકી ફૂલ બોડી સ્કેન, હેડ સ્કેન, એન્જીઓગ્રાફી, અદ્યતન ઈમેજીંગ (કાર્ડિયાક, પરફયુઝન, ઈન્ટરવેન્શન પ્રક્રિયા, કાર્ડિયાક કેલ્શિયમ) વગેરેનું હાઈ-સ્પીડ રેપીડ સ્કેનીંગ કરી શકાશે, તેમજ હાઈ રેઝોલ્યુશન ઈમેજ જનરેટ કરી શકાશે, આ સવલતોથી વધુ સારૂં નિદાન ગણતરીના સમયમાં કરી શકાશે.   આ સુવિધા ઉપલબ્ધ થવાથી હવે સીટી સ્કેન માટે દર્દીઓને અન્ય ખાનગી લેબોરેટરીમાં જવું નહિ પડે, દર્દીઓને એક જ છત્રછાયા નીચે નિદાન તેમજ સારવાર મળી રહેશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.