સિક્સ સેન્સનો અર્થ છઠ્ઠી ઇન્દ્રિ થાય છે. જેના વિશે તમે અનેકવાર સાંભળ્યું હશે. આપણા શરીરમાં પાંચ ઇન્દ્રિઓ હોય છે. જેમાં આંખ, સ્વાદ, કાન,, સુગંધ(નાક) અને સ્પર્શ (ત્વચા)નો સમાવેશ થાય છે અને એ સિવાય એક વધુ ઇન્દ્રિ હોય છે. જે દેખાતી નથી પરંતુ તેને માત્ર અનુભવી શકાય છે. તેને જ સિક્સસ્થ સેન્સ કહેવાય છે તમે પણ તમારા જીવનમાં અનેકવાર ફીલ કર્યુ હશે કે ભવિષ્યમાં ઘટવા વાળી ઘટનાનો તમને પહેલેથી જ આભાસ થઇ જાય છે. એ આપણી છઠ્ઠી ઇન્દ્રિના કારણે જ હોય છે જે આપણને ભવિષ્યમાં ઘટવાની હોય તેવી ઘટના બાબતે આગ્રહ કરાવે છે.
અનેકવાર એવું પણ બન્યું છે કે જ્યારે મૃત્યુ થવા વાળી વ્યક્તિને પહેલાંથી જ કોઇને પોતાનું મૃત્યુ થવાનું છે એવું જણાવી દે.
તો આવો જાણીએ કે આ સિકસ્થ સેન્સને કરી રીતે જાગૃત કરી શકાય….?
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દરેક વ્યક્તિમાં ઇઠી ઇન્દ્રિ હોય છે અને એ શરીરમાં માનસિક ચેતના સાથે જોડાયેલી હોય છે. જેના દ્વારા કોઇપણ વ્યક્તિને ભવિષ્યમાં આકાર પામનારી ઘટનાનો અહેસાસ થઇ જાય છે જેને તમે પૂર્વાભાસ પણ કહી શકો છો. આ પૂર્વાભાસ કોઇ સપનાં અથવા કોઇ અન્ય સંકેત દ્વારા પણ થઇ શકે છે. આ છઠ્ઠી ઇન્દ્રિ આપણાં કપાળની નીચે એક નાનુ છિદ્રમાંથી સુષુમ્ના નાડી રીઢથી પસાર થઇને મળાધાર સુધી જાય છે. આ સુષુમ્ના નાડી સતત ચક્રો અને છઠ્ઠી
ઇન્દ્રિનું કેન્દ્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે. કે સિકસ્થ સેન્સ શિથિલ સ્વરુપમાં હોય છે. જેને વ્યક્તિ પોતાનાં નિયંત્રણમાં લઇ ભવિષ્યને જોવાની શક્તિ મેળવી શકે છે.
આ છઠ્ઠી ઇન્દ્રિ દ્વારા ભવિષ્ય જાણી શકાય છે, કોઇ વ્યક્તિનાં વિચાર જાણી શકાય છે. તેમજ મીલો સુધી દૂર બેસેલી વ્યક્તિ સાથે વાતચીત પણ કરી શકવાની ક્ષમતા ધરાવી શકાય છે. અને જો કોઇ વ્યક્તિની સિકસ્થ સેન્સ પૂરી રીતે જાગૃત હોય તો તેનાથી કંઇ પણ છુપુ નથી અને અનંત શક્તિનો માલિક બની શકે છે.
આ છઠ્ઠી ઇન્દ્રિને જાગૃત કરવા ‘પ્રાણાયામ’ જે સુષુમ્ના નાડીને સક્રિય કરે છે. એ સિવાય ‘ધ્યાન’ જેમાં બે ભ્રમરોની વચ્ચે જ્યાં ચાંદલો કરવામાં આવે છે. ત્યાં ધાન કેન્દ્રિત કરવાથી તેમજ ‘યોગ સાદના’ પણ કરી શકાય છે જેના દ્વારા શરીરને અને મનને, વિચારોને, અંકુશમાં લાવી શકાય છે. અને આપણી અંદર છુપાયેલી આ છઠ્ઠી ઇન્દ્રિને જાગૃત કરવામાં આવે છે.