ભારતીય ગ્રાહકોને વધુ સુવિધા આપવા ગુગલ આસીસ્ટન્ટ સજજ
ગુગલે મંગળવારના રોજ ભારતમાં યોજાયેલી સભામાં ઓછી કિમંત ધરાવતા ઉપકરણો માટે એપ્લીકેશન લોન્ચ કરવાની વાત કહી હતી ગુગલની નવી યોજનાઓનો લક્ષ્યાંક ગ્રાહકોને ઝડપી ઈન્ટરનેટ કનેકટીવીટીની સુવિધાનો લાભ આપવાનો છે. ગુગલે તેના સ્પેશિયલ એડિનનું જીયો ફોન પર પ્રદર્શન પણ કર્યું હતુ. ગુગલના પ્રોડકટ એમડી ગુમ્મી હફસટેઈનસને જણાવ્યું હતુ કે હાલના અપડેટ બાદ ગુગલ અસિસ્ટન્ય વધુ સુવિધાજનક બાવવામાં આવ્યું છે. જેમાં સચિંગ અને મેપિંગ જેવી સુવિધાઓને વધુ રસપ્રદ બનાવવામાં આવી છે.
આ ઉપરાંત તેમના સ્પીચ રેકોગનાઈઝેશન અને ભાષા ઓળખવાના ફિચર્સને પણ ચમક આપવામાં આવી છે. ગુગલ આસિસ્ટન્ટમાં ભારતીય ગ્રાહકો માટે ખાસ પ્રાકૃતિક ભાષા આપવામાં આવે તેવી તકેદારી લેવામાં આવી છે. જેનાં માટે અનેક ભારતીય કંપનીઓ તેમના માટે મદદરૂપ બની છે. ગુમ્મીએ ચાંદની ચોકનાં રેસ્ટોરન્ટને ગુગલ આસિસ્ટન્ટની મદદથી શોખી બનાવ્યું હતુ. તો તેમને ભારતીય ગ્રાહકો તરફથી સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. આ નવા ફિચર્સ તમને લખવા અને બોલવા કરતા પણ વધુ સારા વિકલ્પો આપશે.
હું કમ્પ્યુટર ઉપકરણોનું આભારી છું કે અમે ગુગલ આસિસ્ટન્ટને વધુ સક્રિય બનાવી શકયા ગુગલ હાલ ન્યુઝ પ્રોવાઈર કંપનીઓ સાથે સંપર્ક કરી રહ્યા છે. જેમાં એનડીટીવી અને ગેજેટસ ૩૬૦નો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે ભારતીય ડેવલોપરોએ એપલનના સીરી એમેઝોનની એલેક્ષા જેવી સ્પર્ધાઓ સામે ટકી રહેવા ગુગલની મદદ કરી છે. તો ગુગલે ઈન્ડિયન વેબસાઈટ જેમકે બુક માય શો, મિન્ટ્રા, એચડીએફસી, એસબીઆઈ અને હેલ્ધીફાઈને અવાજના નિર્દેશન પ્રમાણે ચલાવવા માટે એકસેલ પણ આપ્યા છે.