- ઈશા દ્વારા નવ રાજ્યોના 23 શહેરોમાં 56 શિક્ષકો દ્વારા હઠ યોગની તાલીમ આપવામાં આવી હતી
- ઈશા મધ્ય અને પૂર્વી કમાનના બીજા 2,000 થી વધુ સૈનિકોને માર્ચ 2024 સુધીમાં તાલીમ આપશે
National News : ભારતીય સેનાના સૈનિકો માટે ઈશા સાથે સહયોગમાં યોજાયેલ પ્રોગ્રામ “યોગા ફોર સ્ટ્રેસ મેનેજમેન્ટ એન્ડ હોલિસ્ટિક વેલનેસ” નો સમાપન સમારોહ પુણેમાં 16 ફેબ્રુઆરીના રોજ શુક્રવારની સાંજે યોજવામાં આવ્યો હતો.
મિલ્ખા સિંઘ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાયેલ આ સમારોહમાં ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદ્ગુરુ અને લેફટનન્ટ જનરલ અજય કુમાર સિંઘ (PVSM, AVSM, YSM, SM, VSM, જનરલ ઓફિસર-કમાન્ડિંગ-ઈન-ચીફ (GOC-in-C), દક્ષિણ કમાન, ભારતીય સેના) ઉપસ્થિત રહ્યા હતા, સાથે જ આર્મીના 10,000 લોકો અને તેમના પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ઈવેન્ટને દક્ષિણ કમાનના યુનિટ્સમાં લાઈવ સ્ટ્રીમ પણ કરવામાં આવી હતી, જેમાં 40,000 સૈનિકો ઓનલાઈન જોડાયા હતા.
દક્ષિણ કમાન સાથેના સહયોગના ભાગરૂપે સેવા આપી રહેલા 11,000 થી વધુ સૈનિકોને ઈશા હઠ યોગ શિક્ષકો દ્વારા 9 રાજ્યોમાં કમાનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા 22 સ્થળોએ એક અઠવાડિયાની ક્લાસિકલ હઠ યોગની તાલીમ આપવામાં આવી હતી.
આ વિશાળ સમુદાયને સંબોધતા સદ્ગુરુએ કહ્યું, “આ મારા માટે અને બધા શિક્ષકો માટે સન્માનની વાત છે કે અમે કોઈક રીતે સેના માટે ઉપયોગી નીવડ્યા.”
વધુમાં, લેફ્ટનન્ટ જનરલ અજય કુમાર સિંઘે (PVSM, AVSM, YSM, SM, VSM, GOC-in-C, દક્ષિણ કમાન) 10,000 થી વધુ સૈનિકોને હઠ યોગની તાલીમ આપવાનો હેતુ પૂરો થવા પર પ્રશંસા કરી અને યોગના ફાયદાઓ વિષે જણાવ્યું.
ઈશાએ ગયા વર્ષે ભારતીય સેનાના દક્ષિણ કમાનના સહયોગથી 77 માં સ્વતંત્રતા દિવસના અવસર પર આ કાર્યક્રમ શરૂ કર્યોSadguru હતો. આ સહયોગનો હેતુ મુશ્કેલ પરિસ્થિતિઓમાં ઘણા તણાવમાંથી પસાર થતાં સૈનિકો માટે સર્વાંગી સુખાકારી લાવવાનો છે.
આ કાર્યક્રમમાં તમિલનાડુના કોઈમ્બતુરમાં ઈશા યોગ કેન્દ્ર ખાતે 21-અઠવાડિયાનો ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ પૂરો કરનારા 56 ઈશા હઠ યોગ શિક્ષકોએ સૈનિકોને કલાસિકલ હઠ યોગ અભ્યાસ જેવા કે સૂર્ય ક્રિયા અને અંગમર્દન શીખવ્યા હતા. ભારતના નવ રાજ્યોમાં જેસલમેર, ઝાંસી, ગ્વાલિયર, જામનગર, પુણે, સિકંદરાબાદ, બેંગલુરુ, કોઈમ્બતુર અને કન્નુર સહિત 22 શહેરોમાં 127 બેચમાં સેંકડો ઈશા સ્વયંસેવકોની સહાય સાથે આ તાલીમ આપવામાં આવી હતી.
તેમની દિનચર્યામાં યોગનો ઉમેરો કરવાથી ઘણા સૈનિકો બસ સાત દિવસની તાલીમમાં શાંત, વધુ આનંદી, તણાવમુક્ત અને એકાગ્ર બનવામાં મદદ મળી હતી. એક સૈનિકે જણાવ્યું હતું કે, “હું આ કાર્યક્રમથી ખૂબ જ ખુશ છું કારણ કે, પહેલા દિવસે મારી ફ્લેક્સીબિલીટી ઘણી ઓછી હતી, પરંતુ હવે મને મારા શરીરમાં પરિવર્તન અનુભવાય છે, અને તે સૈનિકોના રોજિંદા જીવનમાં ખૂબ અસરકારક છે. આ યોગ જે ઈશા દ્વારા શીખવવામાં આવ્યો છે તે તણાવ ઘટાડવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. હું આશા રાખું છું કે હું તેને મારા જીવનમાં રોજ કરીશ. અમારા માટે આ પ્રોગ્રામ યોજવા બદલ તમારો આભાર.”
HDFC બેંક પરિવર્તને ઈશા સાથે સૈનિકોને સુખાકારીના સાધનો આપવામાં આવે તે માટે ભાગીદારી કરી છે. HDFC બેંક મહારાષ્ટ્રના બ્રાન્ચ બેન્કિંગ હેડ અભિષેક દેશમુખે કહ્યું, “HDFC ની પરિવર્તન પહેલ દ્વારા, અમારો હેતુ સમાજ પર ફાયદાકારક અસર કરવાનો છે. મને પોતાને ઈશા યોગ પ્રોગ્રામમાંથી ફાયદો થયેલો છે અને આપણા બહાદુર સૈનિકોની સુખાકારી તરફ યોગદાન આપવામાં ખૂબ જ સંતોષકારક અનુભવ થયો.”
સૈનિકો તરફથી આત્મ-રૂપાંતરણના સાધનો પ્રત્યેના જબરદસ્ત પ્રતિસાદના કારણે, ભારતીય સેનાએ ઈશાને સેનાના બીજા કમાન માટે આવા તાલીમ કાર્યક્રમો યોજવા વિનંતી કરી હતી. હાલમાં, ઈશાએ લખનૌમાં મુખ્ય મથક ધરાવતા મધ્ય કમાન અને કોલકાતામાં મુખ્ય મથક ધરાવતા પૂર્વી કમાન હેઠળના સ્થળોએ કાર્યક્રમો યોજવાનું શરૂ કર્યું છે અને માર્ચ 2024 સુધીમાં બીજા 2,000 થી વધુ સૈનિકોને તાલીમ આપશે.